Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જમ્મુ-કાશ્મીરના કુલગામમાં આતંકી હુમલો, 3 જવાન ઈજાગ્રસ્ત:ઘટનાના CCTV ફૂટેજ સામે આવ્યા, બાઇક સવારોએ 30 રાઉન્ડ ફાયરિંગ કરીને નાસી છૂટ્યા

    1 day ago

    જમ્મુ-કાશ્મીરના કુલગામ જિલ્લામાં બુધવારે બપોરે બાઇક પર સવાર અજાણ્યા હુમલાખોરોએ CRPFના અખરાન કેમ્પમાં નાકા ડ્યુટી પર તૈનાત જવાનો પર ગોળીબાર કર્યો. આતંકવાદી હુમલાનો CCTV ફૂટેજ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. તેમાં હુમલાખોરો 15 સેકન્ડની અંદર લગભગ 30 રાઉન્ડ ફાયરિંગ કરતા જોવા મળી રહ્યા છે. ઘટના લગભગ બપોરે 2:15 વાગ્યાની છે. તેમાં ત્રણ જવાનો ઘાયલ થયા છે. તેમને અનંતનાગની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઘાયલ જવાનોની ઓળખ હેડ કોન્સ્ટેબલ સોમવીર અને કોન્સ્ટેબલ સંતાનો તથા રાકેશ દાસ તરીકે થઈ છે. ત્રણેય CRPFની 46મી બટાલિયનમાં તૈનાત છે. એક જવાનના પગમાં, બીજાના હાથમાં અને ત્રીજાની પીઠમાં ગોળી વાગી છે. ફાયરિંગ બાદ હુમલાખોરો ફરાર થઈ ગયા. સુરક્ષાદળોએ વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કરી દીધું છે. ઘટનાના CCTV ફૂટેજ હુમલા પછીની 3 તસવીરો… કુલગામમાં અગાઉ પણ CRPF પર હુમલો થયો છે કુલગામ દક્ષિણ કાશ્મીરનો સંવેદનશીલ વિસ્તાર છે. અહીં સૌથી વધુ આતંકી ગતિવિધિઓ થાય છે. આ શ્રીનગરથી લગભગ 70-75 કિલોમીટર દૂર છે. કુલગામ, અનંતનાગ અને શોપિયાં સાથે તે વિસ્તારનો ભાગ છે, જ્યાં અગાઉ પણ આતંકી ગતિવિધિઓ થતી રહી છે. 3 વર્ષમાં 548 આતંકી ઘટનાઓ થઈ જમ્મુ-કાશ્મીરમાં 2024થી અત્યાર સુધીમાં 548 આતંકી ઘટનાઓ થઈ છે. આ ઘટનાઓમાં 45 જવાન શહીદ થયા છે અને 138 આતંકી માર્યા ગયા છે. 4 દિવસ પહેલા આતંકીઓના 2 મદદનીશ ઝડપાયા, મહિલાઓને બનાવતા હતા નિશાન જમ્મુ-કાશ્મીર પોલીસે શ્રીનગરથી આતંકીઓને મદદ કરનાર બે શખ્સોની ધરપકડ કરી હતી. આ લોકો આતંકી મોડ્યુલ દ્વારા મહિલાઓને નિશાન બનાવતા હતા અને અલગતાવાદી વિચારધારા તથા પ્રચારને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    નીરજ કુમારે શૂટિંગ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ જીત્યો:50 મીટર રાઇફલ થ્રી પોઝિશન્સમાં 346.5 પોઈન્ટ્સ મેળવ્યા; ઓલિમ્પિક કોટા હાંસલ કર્યો
    Next Article
    સ્વચ્છ સર્વેક્ષણ એવોર્ડ 2025-26માં ગુજરાતના 3 શહેરોએ બાજી મારી:'સ્વચ્છ શહેર જોડી' કેટેગરીમાં અમદાવાદ-સાણંદ નંબર-1, 'નેશનલ ક્લિન સિટી' કેટેગરીમાં સુરત બીજા નંબરે

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment