Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સ્વચ્છ સર્વેક્ષણ એવોર્ડ 2025-26માં ગુજરાતના 3 શહેરોએ બાજી મારી:'સ્વચ્છ શહેર જોડી' કેટેગરીમાં અમદાવાદ-સાણંદ નંબર-1, 'નેશનલ ક્લિન સિટી' કેટેગરીમાં સુરત બીજા નંબરે

    1 day ago

    દિલ્હીમાં રાષ્ટ્રપતિની ઉપસ્થિતિમાં સ્વચ્છતા સર્વેક્ષણ એવોર્ડ 2025-26ની જાહેરાત કરવામાં આવી છે. જેમાં અલગ અલગ કેટેગરીમાં ગુજરાતના અમદાવાદ, સુરત અને વડોદરા શહેરે બાજી મારી. સ્વચ્છ શહેર જોડી કેટેગરીમાં મેન્ટર શહેર તરીકે અમદાવાદ અને મેન્ટી શહેર તરીકે સાણંદ શહેરે પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો. કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈ, રાજ્ય શહેરી વિકાસ મંત્રી દર્શનાબેન વાઘેલા અને મનપાના મેયર દ્વારા એવોર્ડનો સ્વીકાર કરવામાં આવ્યો. સ્વચ્છ શહેર જોડી કેટગરીમાં અમદાવાદ-સાણંદે બાજી મારી સ્વચ્છતા સર્વેક્ષણ 2025-2026માં સ્વચ્છ શહેર જોડી કેટેગરીમાં અમદાવાદ અને સાણંદ શહેરને દેશના સૌથી સ્વચ્છ શહેરો તરીકે પ્રથમ સ્થાન મળ્યું છે. અમદાવાદ અને સાણંદ દ્વારા ભેગા મળી અને શહેરના સ્વચ્છ બનાવવા માટે કામગીરી કરી હતી સ્વચ્છતા સર્વેક્ષણના માપદંડોમાં બંને શહેર ખરા ઉતરતા સ્વચ્છ શહેર જોડીમાં પ્રથમ સ્થાન મળ્યું છે. અમદાવાદ શહેરે મેન્ટર તરીકે ભૂમિકા ભજવી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ગુજરાતના અન્ય શહેરો (જેમ કે સાણંદ, રાણાવાવ, વાંકાનેર, સલાયા અને મુંદ્રા બારોઈ) માટે 'માર્ગદર્શક શહેર' (મેન્ટર સિટી) તરીકેની ભૂમિકા ભજવી હતી. આ અંતર્ગત, તેમણે કચરાનું વર્ગીકરણ, વપરાયેલા પાણીનું વ્યવસ્થાપન અને સ્વચ્છતા કર્મચારીઓના કલ્યાણ જેવા વિષયો પર આ શહેરોને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. જે અંતર્ગત આજે અમદાવાદ અને સાણંદને સ્વચ્છ શહેરોની જોડીમાં દેશમાં પ્રથમ સ્થાન મળ્યું છે નેશનલ ક્લિન સિટી કેટેગરીમાં સુરતે બીજો નંબર પ્રાપ્ત કર્યો છેલ્લા કેટલાક વર્ષો દરમિયાન દેશમાં સ્વચ્છતા ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર સુરત શહેરને નેશનલ ક્લિન સિટી કેટેગરીમાં બીજું સ્થાન પ્રાપ્ત થયું છે. પ્રથમ સ્થાને નવી મુંબઈ રહી. કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈ, મેયર માયાબેન માવાણી અને કમિશનરે કાર્યક્રમમાં ઉપસ્થિત રહી એવોર્ડ સ્વીકાર્યો હતો. ગુજરાતમાં વડોદરા બન્યું સૌથી સ્વચ્છ શહેર ગુજરાતના સૌથી સ્વચ્છ શહેર તરીકે વડોદરાને એવોર્ડ મળ્યો હતો. રાજ્યના મંત્રી કનુભાઈ દેસાઈ અને વડોદરા ના મેયર ગીતાબેન મકવાણા તેમજ મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ દ્વારા એવોર્ડને રાષ્ટ્રપતિના હસ્તે સ્વીકારવામાં આવ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    જમ્મુ-કાશ્મીરના કુલગામમાં આતંકી હુમલો, 3 જવાન ઈજાગ્રસ્ત:ઘટનાના CCTV ફૂટેજ સામે આવ્યા, બાઇક સવારોએ 30 રાઉન્ડ ફાયરિંગ કરીને નાસી છૂટ્યા
    Next Article
    ચાંગડા ગૌશાળામાં ઝેરી ઘાસચારાથી 44 ગાયોના મોત:વૈદિક મંત્રોચ્ચાર સાથે અંતિમ વિદાય અપાઈ; ડીસાથી આવેલો મકાઈનો ચારો ખાધા બાદ 75 થી વધુ પશુઓ બીમાર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment