Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમદાવાદના 3 યુવકની જિંદગી લઈ ગઈ ફ્લાઇંગ BMW:શનયના પગ એક્સિલેટર પર રહી ગયા, બીજો સનરૂફમાંથી ફેંકાયો, ત્રીજો બે સીટ વચ્ચે ચગદાયો, અકસ્માત બાદ કેવી સ્થિતિમાં હતા?

    12 hours ago

    તારીખ: 20 સપ્ટેમ્બર, 2026 સમય: 5.03 AM સ્થળ: લોટસ જેટી, મુંબઈ મુંબઈના સમુદ્રની ઉછળતી લહેરો અને રગોમાં વહેતું ગરમ લોહી. PGમાં રહીને અભ્યાસ કરતા ચાર ગુજરાતી મિત્રો વહેલી સવારે ડ્રાઇવ પર નીકળવાનું નક્કી કરે છે. ત્યાર બાદ એક જગ્યાએ ભેગા થઈને કાળા રંગની એક BMW(ડીડી- 01- સી- 6302)માં સવાર થાય છે. જેને શનય ગજ્જર ચલાવતો હોય છે. ધૈર્ય દર્શન શેઠ , આદિત્ય જકાસણિયા અને આદિત્ય કલ્પેશ્વર ઓસવાલ કારમાં સવાર હોય છે. જો કે આ ચારમાંથી ત્રણ યુવકને ક્યાં ખ્યાલ હતો કે, આ તેમની જિંદગી અંતિમ અને દર્દનાક સફર છે. અમદાવાદના એવા આ ચારેય મિત્રો મરીન ડ્રાઇવથી હાજી અલી તરફ જતા હોય છે અને ઘડિયાળમાં વહેલી સવારના 5:03 વાગ્યાનો સમય બતાવી રહ્યો હતો. કોસ્ટલ રોડ પર અને લાલા લજપતરાય કોલેજ સામે લોટસ જેટ્ટી નજીક આવેલા એક વળાંક પાસે પહોંચતા જ કાર ઓવરસ્પીડમાં હોવાથી શનય કાબૂ ગુમાવી બેસે છે. ત્યાર બાદ BMW કોસ્ટલ રોડની રેલિંગની દીવાલ સાથે અથડાઈ છે. કાર 100 મીટર સુધી ઊછળ્યા પછી પુલ પરથી ત્રણ ગોથા ખાધા કોસ્ટલ રોડ લાઈટ પોલ નંબર 368ને ટક્કર મારી અને તે આશરે 75 ફૂટ નીચે ખાબકીને પલટી ગઈ હતી. જ્યાં કાર પડી ત્યાં પાર્કિંગનું કામ ચાલતું હતું. સ્થળ પરના સીસીટીવી ફૂટેજમાં કાર રેલિંગ સાથે અથડાયા બાદ નીચે પડતી હોવાનું રૂવાડાં ઊભાં કરતું દ્રશ્ય જોવા મળે છે. કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. છત દબાઈ ગઈ હતી અને આગળના ભાગનો સંપૂર્ણપણે બુકડો બોલી ગયો હતો. આ દર્દનાક અકસ્માતે ત્રણ પરિવારનો મોટો આઘાત આપ્યો છે. ઘરમાંથી જુવાનજોધ દીકરાઓનું ચાલ્યા જવું તેની વેદના તો માતા-પિતા જ સમજી શકે. જો કે અકસ્માત એટલો ગંભીર હતો કે તે જોઈને સૌ કોઈ એક પીડામાંથી પસાર થયા વિના રહી શકે નહીં. મીડિયા રિપોર્ટસ મુજબ, બચાવ ટીમ માટે BMW કાર હતી કે નહીં તે ઓળખવું પણ મુશ્કેલ હતું. અંદર બેઠેલા ચાર યુવકમાંથી ત્રણ ફસાયેલી સ્થિતિમાં હતા અને એક બહાર ફેંકાયો હતો. શનય ગજ્જરના પગ એક્સિલેટર દબાવેલી હાલતમાં હતા શનય ગજ્જર તો તૂટેલી ડ્રાઇવર વિન્ડોની અડધો બહાર અને અડધો અંદર હતો. તેમજ તેના પગ એક્સિલેટર દબાવેલી સ્થિતિામં જ હતા. તેની બાજુની સીટમાં બેઠેલો આદિત્ય ઓસવાલ ગંભીર રીતે ઘાયલ અને જોઈને ભલભલાનું હ્રદય કંપી ઉઠે એવી સ્થિતિમાં હતો. તે ધ્રુજતો હતો અને ચહેરો, નાક, જડબાથી લઈ આખા શરીરે ઇજાઓ હતી. માત્ર એટલું જ નહીં, ચહેરામાંથી લોહી વહેતું હતું. સ્થિતિ એટલી ગંભીર હતી કે ફક્ત તેના હાથ જ હલી શકતા હતા. એક યુવક સનરૂફમાંથી ફેંકાઈને 15 ફૂટ દૂર પડ્યો તેમાં પણ પાછળની સીટ પરનું દ્રશ્ય તો એથી પણ વધુ હૃદયદ્રાવક હતું. ત્રીજો યુવક સનરૂફમાંથી બહાર ફેંકાયો હતો, જેનો મૃતદેહ જ્યાં કાટમાળ પડ્યો હતો તેનાથી લગભગ 15-16 ફૂટ દૂર મળી આવ્યો હતો. ચોથો યુવક પાછળની સીટ અને ડ્રાઇવરની સીટ વચ્ચે ચગદાઈ ગયો હતો. આ ચારમાંથી ત્રણ યુવક એવા શનય ગજ્જર, ધૈર્ય શેઠ, આદિત્ય જકસાણિયાનો મૃત્યુ થઈ ચૂક્યા હતા. જ્યારે આદિત્ય ઓસવાલ ગંભીર રીતે ઇજાગ્રસ્ત સ્થિતિમાં હતો. આદિત્ય ઓસવાલનો જીવ કદાચ કારની ખુલેલી એરબેગથી બચ્યો હોય શકે. જો કે ટક્કરની તાકાત ખૂબ જ વધારે હતી. પાછળના ભાગમાં બેઠેલા બે મુસાફરોની સ્થિતિએ બચાવ કામગીરીને વધુ મુશ્કેલ બનાવી હતી. ત્યાર બાદ ચારેય યુવકને મુંબઈની નાયર હોસ્પિટલ લઈ જવાયા હતા. જ્યાં ડોક્ટર્સે ત્રણને મૃત જાહેર કર્યા હતા. જ્યારે આદિત્ય ઓસવાલને બાદમાં ત્યાંથી રજા આપીને બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. BMW ત્રણ વખત ગોળ ફરીને જમીન પર અથડાઈ પોલીસ મુજબ કારની સ્પીડ 120 થી 140 કિમી પ્રતિ કલાક જેટલી હોવાની શક્યતા છે. ઓવરસ્પીડને કારણે આગળ જઈને કાર એક ડેસ્ટિનેશન ઈન્ડિકેટરને પણ ટક્કર મારી. કાર હવામાં ત્રણ વખત ગોળ ફરીને જમીન પર અથડાઈ, અને ઘસડાતી તથા રોલ થતી આગળ ગઈ. શનય સામે ગત માર્ચમાં જ બેદરકારી ભર્યા ડ્રાઇવિંગની FIR થઈ BMW ચલાવી રહેલા શનય ગજ્જર સામે 28 માર્ચ, 2026ના રોજ એટલે કે, 6 મહિના પહેલા જ તેની સામે બેદરકારીપૂર્વક કાર ચલાવવાની ગામદેવી પોલીસ-સ્ટેશનમાં FIR નોંધાઈ હતી. ફરિયાદી ઓમકાર શિર્કેએ જણાવ્યું કે, તે સમયે શનયે બ્રીચ કૅન્ડી પર અમને કટ મારીને જોરદાર સ્પીડમાં કાર આગળ ભગાવી મૂકી હતી. એ પછી મેં તેનો પીછો કરીને મહાલક્ષ્મી મંદિર પાસે તેને પકડી પાડ્યો હતો અને રોકીને પૂછ્યું હતું. તેણે અમારા માટે જોખમી સાબિત થઈ શકે એ રીતનું બેજવાબદારીભર્યું ડ્રાઇવિંગ કર્યું હતું. એ લોકોએ (કારમાં ટ્રાવેલ કરનારાઓએ) અમારી સાથે ઉદ્ધતાઈભર્યું વર્તન કર્યું હતું. એ વખતે પણ આ જ યુવાન કાર ચલાવી રહ્યો હતો. એક મેનેજમેન્ટનો અને બે આર્કિટેક્ચરનો અભ્યાસ કરતા હતા જુહુની હોસ્ટેલમાં રહેતા આદિત્ય જાકાસણિયા, ધૈર્ય શેઠ આર્કિટેક્ચરના વિદ્યાર્થી હતા. સાંતાક્રૂઝની પીજીમાં રહેતો શનય BBA ભણતો હતો. જ્યારે આદિત્ય ઓસવાલ કુર્લાની એટલાસ યુનિવર્સિટીમાં BBAનો વિદ્યાર્થી છે. બેની અંતિમવિધિ થઈ ગઈ, એકની મંગળવારે અમદાવાદમાં સેટેલાઇટ રોડ પર સત્યાગ્રહ છાવણીમાં રહેતાં સેજલબેન અને દર્શનભાઈ શેઠના પુત્ર ધૈર્યના મૃતદેહને રવિવારે એરલિફટ કરી અમદાવાદ લવાયો હતો. જ્યારે નવરંગપુરાની સ્વસ્તિક સોસાયટીમાં રહેતા ફાલ્ગુન ગજ્જરના પુત્ર શનયના મૃતદેહને પણ અમદાવાદ લાવી અંતિમ વિધિ કરાઈ હતી. સિંધુ ભવન રોડ પર રહેતા અને ગુજરાત તથા દેશના વિવિધ ભાગોમાં સરકારી અને ખાનગી કોન્ટ્રાક્ટર તરીકે વ્યવસાય કરતી કંપની બેકબોન સાથે જોડાયેલા ઘનશ્યામભાઈ જાકાસણિયાના એકના એક 19 વર્ષીય પુત્ર આદિત્યનું પણ આ અકસ્માતમાં મૃત્યુ થયું છે. આદિત્યનો મૃતદેહ સોમવારે એર લિફ્ટ દ્વારા અમદાવાદ લવાયો હતો. જોકે આદિત્યનાં બહેન અમેરિકામાં રહેતાં હોવાથી તેઓ ભારત આવ્યાં પછી મંગળવારે અંતિમવિધિ કરાશે.
    Click here to Read More
    Previous Article
    મેઘરાજા ફરી ધમરોળશે ગુજરાત:આજે આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે ભારે વરસાદનું એલર્ટ, હવામાન વિભાગની ચેતવણી
    Next Article
    No Yamuna Immersion: Delhi Lists 81 Artificial Ponds For Ganesh Visarjan

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment