Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરેન્દ્રનગર ઉમિયા ટાઉનશીપમાં 3 મકાનોમાં ચોરી:B ડીવીઝન પોલીસ મથકે ₹4.84 લાખની મત્તાની ફરિયાદ નોંધાઈ

    4 days ago

    વઢવાણના નવા 80 ફૂટ રોડ પર આવેલી ઉમિયા ટાઉનશીપ-1માં એકસાથે ત્રણ મકાનોમાં ચોરીનો બનાવ બન્યો છે. તસ્કરો કુલ ₹4,84,600ની મત્તા ચોરી કરી ફરાર થઈ ગયા હતા. આ અંગે સુરેન્દ્રનગર બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે. મૂળ વઢવાણ તાલુકાના વાડલા ગામના ભરતભાઈ કરશનભાઈ પરમાર (ઉં.વ. 29) તેમના પરિવાર સાથે ઉમિયા ટાઉનશીપ-1માં રહે છે. 18 દિવસ પહેલા તેમના પત્નીને પ્રસુતિ થતા અને પુત્રનો જન્મ થતા, સુરેન્દ્રનગરમાં દેખરેખ રાખનાર કોઈ ન હોવાથી તેઓ પરિવાર સાથે વતન વાડલા ગયા હતા. ભરતભાઈ દરરોજ કન્સ્ટ્રક્શનના કામ માટે સુરેન્દ્રનગર આવતા હતા. નીત્યક્રમ મુજબ તેઓ વાડલા ગયા હતા ત્યારે તેમના પડોશીએ ફોન કરીને જાણ કરી કે તેમના ઘરના દરવાજા ખુલ્લા છે. આથી ભરતભાઈ તાત્કાલિક ઉમિયા ટાઉનશીપ પહોંચ્યા હતા. ત્યાં તપાસ કરતા ઘરના દરવાજાનો નકુચો તૂટેલો હતો અને ઘરમાં તિજોરી તેમજ પેટી પલંગ ખુલ્લા હતા, સામાન અસ્તવ્યસ્ત પડ્યો હતો. તસ્કરો ભરતભાઈના ઘરમાંથી રોકડા ₹2.10 લાખ, ₹1.83 લાખના સોનાના દાગીના અને ₹26,600ના ચાંદીના આભૂષણો મળી કુલ ₹4,19,600ની મત્તા ચોરી કરી ગયા હતા. આ જ સમયે તેમની સોસાયટીમાં રહેતા વાલજીભાઈના રહેણાંક મકાનમાંથી ₹40,000નું બાઈક અને શિલ્પાબેનના ઘરેથી રોકડા ₹25,000ની ચોરી થયાની પણ જાણ થઈ હતી. આમ, કુલ ₹4,84,600ની મત્તાની ચોરી થઈ હતી. આ અંગે ભરતભાઈ પરમારે સુરેન્દ્રનગર બી ડિવિઝન પોલીસ મથકે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. બનાવની વધુ તપાસ બી ડિવિઝન પીઆઈ એમ.એચ. પઠાણ ચલાવી રહ્યા છે.
    Click here to Read More
    Previous Article
    મહાવીર જન્મ કલ્યાણક પર PM મોદી ગાંધીનગર આવી શકે:31 માર્ચે જૈન મ્યુઝિમયનું લોકાર્પણ, જૈનાચાર્ય પદ્મ સાગર સુરિશ્વર મહરાજના જીવનપ્રસંગોને રજૂ કરશે
    Next Article
    Iran Israel USA War LIVE | Dubai અને Saudi Arabia પર ઈરાનનો ઘાતક હુમલો | Trump | Hormuz | N18G

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment