Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોર્નિંગ ન્યૂઝ બ્રીફ:રાહુલે કહ્યું- સિસ્ટમ અંધભક્તો પેદા કરી રહી છે; પાકિસ્તાનના ખજાનામાં અચાનક 3 અબજ ડોલરનો વધારો, AI બેકાબૂ-'જેમિની'એ ત્રણ કંપનીની સિસ્ટમ હેક કરી

    9 hours ago

    નમસ્તે, ગઈ કાલના મોટા સમાચાર રાહુલ ગાંધીની છાત્રો કી ગૂંજ સંબંધિત રહ્યા. વિપક્ષનેતાએ ‘સિસ્ટમ વિરુદ્ધ વિદ્યાર્થીઓ’ વિષય પર લગભગ 60 મિનિટ વાત કરી. બીજા મોટા સમાચાર ગુજરાતમાં બે વિદ્યાર્થીનીઓની મોતની છલાંગ સંબંધિત રહ્યા. વાંચો મોર્નિંગ ન્યૂઝ બ્રીફ… ⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર 1. આજે ભારત અને જાપાન વચ્ચે એકમાત્ર T-20 મેચ રમાશે. 📰 કાલના મોટા સમાચારો 1. રાહુલ બોલ્યા- સિસ્ટમ અંધભક્તો પેદા કરી રહી છે:ઇન્દોરમાં પાંચમી 'છાત્રો કી ગૂંજ'; 15-29 વર્ષના 37 કરોડ યુવાનો પર ફોકસ, 2029ની ચૂંટણીમાં 26% મતદારો આ જ વયજૂથના રાહુલ ગાંધીએ ઇન્દોરમાં 'છાત્રો કી ગૂંજ'ને સંબોધિત કર્યું. કાર્યક્રમની 5મી આવૃત્તિમાં તેમણે ‘સિસ્ટમ વિરુદ્ધ વિદ્યાર્થીઓ’ વિષય પર લગભગ 60 મિનિટ વાત કરી. કાર્યક્રમ માટે IDA ગ્રાઉન્ડ પર 20થી 25 હજાર યુવાનો પહોંચ્યા. વિદ્યાર્થીઓ સાથે પ્રશ્નોત્તરી દરમિયાન રાહુલે કહ્યું- સિસ્ટમ નથી ઇચ્છતી કે વિદ્યાર્થીઓ પ્રશ્નો પૂછે, તેથી તે અંધભક્તો પેદા કરે છે. તેમણે કહ્યું- વિદ્યાર્થીઓનો સિસ્ટમ પરથી વિશ્વાસ ઊઠી ગયો છે, જોકે કેટલીક જગ્યાએ ઉમેદવારોની પણ ભૂલ છે. આ અંગે સામે બેઠેલા વિદ્યાર્થીઓએ જવાબ આપ્યો- સર, અમે સિસ્ટમ સામે હારી ગયા. આ રાહુલના વિદ્યાર્થીઓની ગૂંજ કાર્યક્રમનું પાંચમું આયોજન હતું. આ પહેલાં તેઓ કોટા, પ્રયાગરાજ, દેહરાદૂન અને પુણેમાં વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરી ચૂક્યા છે. વાંચો સંપૂર્ણ સમાચાર 2. AI બન્યું બેકાબૂ:ગૂગલના ‘જેમિની’એ માનવીય મદદ વગર 3 કંપનીઓની સિસ્ટમ હેક કરી, પાસવર્ડ ગેસ કરીને ઍક્સેસ લીધો; મસ્ક અને ઓલ્ટમેનની ચેતવણી ગૂગલના AI મોડલ જેમિનીએ સાયબર સિક્યુરિટી ટેસ્ટિંગ દરમિયાન 3 કંપનીઓની કમ્પ્યુટિંગ સિસ્ટમ્સ અને વેબસાઇટ્સને કોઈ પણ માનવીય મદદ વિના હેક કરી લીધી. આ પહેલો એવો કિસ્સો છે, જેમાં ગૂગલનું કોઈ AI મોડલ પોતાની રીતે કોઈ વાસ્તવિક સિસ્ટમમાં ઘૂસી ગયું. જોકે, AIને જ્યારે અહેસાસ થયો કે આ કંપનીઓ વાસ્તવિક છે, ત્યારે તેણે તરત જ પોતાનું ઓપરેશન અટકાવી દીધું. ગૂગલે આ ટેસ્ટિંગ બાદ કહ્યું છે કે તેઓ AI મોડલની ટ્રેનિંગમાં ફેરફાર કરશે. પરંતુ, ત્યાર બાદ ટેક ઇન્ડસ્ટ્રીમાં સિક્યુરિટીને લઈને ચિંતા વધી ગઈ છે. વાંચો સંપૂર્ણ સમાચાર 3. મમતા જૂથના TMC ઉમેદવારનો યુ-ટર્ન:સવારે કહ્યું- પેટાચૂંટણી નહીં લડું, બપોરે કહ્યું- રેજીનગરથી ચૂંટણી લડીશ; ગઈકાલે નંદીગ્રામના ઉમેદવારે નામ પાછું ખેંચ્યું હતું પશ્ચિમ બંગાળની રેજીનગર બેઠક પર પેટાચૂંટણીમાં મમતા બેનર્જીના TMC જૂથના ઉમેદવાર રબીઉલ આલમ ચૌધરીએ શનિવારે બપોરે ફરીથી ચૂંટણી લડવાની જાહેરાત કરી. સવારે તેમણે ઉમેદવારી પાછી ખેંચવાની વાત કહી હતી. તેનું કારણ તેમણે TMCનું જૂનું ચૂંટણી ચિહ્ન ટ્વિન ફ્લાવર્સ એટલે કે જોડીયા ફૂલ ઘાસ ચિહ્ન ન મળવાનું જણાવ્યું હતું. આના એક દિવસ પહેલાં શુક્રવારે નંદીગ્રામમાં પણ મમતા જૂથના ઉમેદવાર સંચિતા પ્રધાન ડેએ ઉમેદવારી પાછી ખેંચી લીધી હતી. ત્યારબાદ મમતા બેનર્જીએ નંદીગ્રામથી કોંગ્રેસના ઉમેદવાર મિલન પ્રધાનને સમર્થન આપવાની જાહેરાત કરી હતી. વાંચો સંપૂર્ણ સમાચાર 4. પાકિસ્તાનના ખજાનામાં અચાનક 3 અબજ ડોલરનો વધારો:વિદેશી મુદ્રા ભંડાર રેકોર્ડ 26 અબજ ડોલર સુધી પહોંચ્યો; તેમાં કમાણી ઓછી, દેવું વધારે પાકિસ્તાનના વિદેશી મુદ્રા ભંડારમાં એક અઠવાડિયામાં 3 અબજ ડોલરથી વધુનો વધારો થયો છે. 11 સપ્ટેમ્બર સુધી સ્ટેટ બેંક ઓફ પાકિસ્તાન પાસે વિદેશી મુદ્રા ભંડાર 21.39 અબજ ડોલર સુધી પહોંચી ગયું છે. આ બેંકના ઇતિહાસનું સૌથી ઊંચું સ્તર છે. સ્ટેટ બેંક અને અન્ય બેંકોને મળીને પાકિસ્તાનનું કુલ વિદેશી મુદ્રા ભંડાર 26.79 અબજ ડોલર થઈ ગયું છે. સપ્ટેમ્બર 2021 પછીનું આ સૌથી વધુ સ્તર છે. જોકે, આ અચાનક વધારા પાછળનું મુખ્ય કારણ વિદેશી દેવું છે. પાકિસ્તાને આંતરરાષ્ટ્રીય બજારમાંથી નાણાં એકત્ર કરવા માટે યુરોબોન્ડ જાહેર કર્યો હતો. તેના કારણે તેના ભંડારમાં મોટી માત્રામાં ડોલર ઉમેરાયા. એટલે કે ભંડારમાં આવેલાં આ નાણાં સંપૂર્ણપણે નવી કમાણી નથી. વાંચો સંપૂર્ણ સમાચાર 5. પંજાબના CMના કાફલા પર પૂર્વ મંત્રીએ ઈંડાં-ટામેટાં ફેંક્યાં:બિટ્ટૂને કસ્ટડીમાં લેવાયા; બોલ્યા- માન દારૂની મજા માણે, કેજરીવાલને પંજાબ લૂંટવા દે પૂર્વ કેન્દ્રીય મંત્રી રવનીત સિંહ બિટ્ટૂના નેતૃત્વમાં ભાજપના કાર્યકરોએ શનિવારે લુધિયાણામાં સીએમ ભગવંત માનના કાફલા પર ઈંડા-ટામેટાં ફેંક્યાં. બિટ્ટૂએ પંજાબ કૃષિ યુનિવર્સિટીના ગેટ પાસે મુખ્યમંત્રીના કાફલા તરફ દારૂની બોટલ લહેરાવતા કહ્યું કે તેઓ માનને બોટલ પરત આપી રહ્યા છે. તેમણે બોટલો ફેંકતાં કહ્યું- ભગવંત માન, તમારી દારૂની મજા માણો અને અરવિંદ કેજરીવાલને દિલ્હીથી પંજાબને લૂંટવા દો. પ્રદર્શન દરમિયાન પંજાબ પોલીસે બિટ્ટૂને કસ્ટડીમાં લઈ લીધા. કસ્ટડીમાં લેવામાં આવ્યા બાદ બિટ્ટૂના એક્સ હેન્ડલ પરથી પોસ્ટ કરવામાં આવ્યું- લોકોના અવાજને કસ્ટડી અને કેસોથી દબાવી શકાય નહીં. આજે પંજાબ પોલીસે અમને કસ્ટડીમાં લીધા છે, પરંતુ અમારો જુસ્સો બુલંદ છે. વાંચો સંપૂર્ણ સમાચાર 6. ગુજરાતમાં બે વિદ્યાર્થીનીઓની મોતની છલાંગ: રાજકોટમાં મારવાડી યુનિ.ની વિદ્યાર્થિની ફોન પર વાત કરતા-કરતા અચાનક કૂદી, વડોદરામાં બિઝનેસમેનની 15 વર્ષીય પુત્રીનો આપઘાત રાજકોટના મોરબી રોડ પર મારવાડી યુનિવર્સિર્ટીની ગર્લ્સ હોસ્ટેલના એ વિંગના 10મા માળેથી ઝંપલાવી વિદ્યાર્થિનીએ આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે. મૂળ આંધ્રપ્રદેશની 19 વર્ષીય અલ્લા વ્યંકટેશ સૌબર્નિકા સવારે 10 વાગ્યે ગર્લ્સ હોસ્ટેલના 10મા માળેથી ફોન પર વાત કરતા-કરતા અચાનક કૂદી ગઈ હતી. વાંચો સંપૂર્ણ સમાચાર વડોદરામાં રહેતા બિઝનેસમેનની ધોરણ-10માં અભ્યાસ કરતી 15 વર્ષીય પુત્રીએ આપઘાત કર્યો છે. 19 સપ્ટેમ્બરના બપોરના સમયે સ્કૂલેથી પરત આવીને વિદ્યાર્થિની પાંચ માળની ઈમારતના ટેરેસ પરથી કૂદી ગઈ હતી. ક્યાં કારણોસર આપઘાત કર્યો તેને લઈ પોલીસે તપાસ શરૂ કરી છે. જ્યારે તેના પિતા એન્જિનિયરિંગના વ્યવસાય સાથે જોડાયેલા હોવાનું સામે આવ્યું છે. વાંચો સંપૂર્ણ સમાચાર 7. 'સરકારી બાબુઓને નિવૃતિ બાદ એક્ટેન્શન મળવું જોઈએ નહીં':સી.આર.પાટીલે કહ્યું- 'આ પ્રથા યુવાપેઢી માટે નુકસાનકારક', શું ગુજરાત સરકાર પૂર્વ પ્રદેશ પ્રમુખની સલાહ માનશે? ગુજરાત અને કેન્દ્ર સરકારમાં અનેક મહત્વના પદ પર અધિકારીઓ નિવૃત થયા બાદ પણ એક્સટેશન બાદ એક્સટેન્શન મેળવી યથાવત રહેતા હોય છે. જેના કારણે જે પદ માટે જે હકદાર હોય છે તે વંચિત રહેતા હોય છે. ત્યારે સુરતમાં રોજગાર મેળામાં હાજરી આપવા આવેલા કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલે આ મુદ્દાને લઈ મહત્વની વાત કરી. પાટીલે કહ્યું કે, નોકરીના અંતિમ સમયમમાં અપાતા એક્સ્ટેન્શનનો હું સખત વિરોધી છું. સરકારી નોકરીમાં એક્સટેન્શન આપવાના કારણે નવયુવાનોના હકો છીનવાઈ જાય છે. વાંચો સંપૂર્ણ સમાચાર 🎭 આજનું કાર્ટૂન ⚡ કેટલાક મહત્વના સમાચારો હેડલાઈનમાં 1.નેશનલ : PMએ 51 હજાર નિમણૂક પત્રોનું વિતરણ કર્યું:મોદીએ કહ્યું- દેશ વિકસિત ભારતના લક્ષ્ય તરફ આગળ વધી રહ્યો છે; તેમાં તમારા જેવા યુવાનોની ખૂબ મોટી ભૂમિકા વાંચો સંપૂર્ણ સમાચાર 2.ઈન્ટરનેશનલ : ટ્રમ્પની એક સહીએ વધાર્યું ભારતનું ટેન્શન:રશિયન તેલ ખરીદવા બદલ 100% ટેરિફનો કાયદો મંજૂર, ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ અને મોંઘવારી વધશે? વાંચો સંપૂર્ણ સમાચાર 3.નેશનલ : સુપ્રીમ કોર્ટે પૂછ્યું- દારૂબંધી કરીને શું મળ્યું:ગુજરાત ડ્રાય સ્ટેટ, છતાં ઝેરી દારૂથી 600થી વધુ મોત; પ્રતિબંધ મૂકવાથી ગેરકાયદે વેપાર વધી જાય છે વાંચો સંપૂર્ણ સમાચાર 4.ઈન્ટરનેશનલ : 20 કલાક સામસામે ગોળીબાર અને લાશોનો ઢગલો:પાકિસ્તાનમાં સુરક્ષાદળો-આતંકીઓ વચ્ચે અથડામણ, 8 આતંકીનો સફાયો; ગઈકાલે વિસ્ફોટકોથી ભરેલી કાર લઈને મસ્જિદમાં ઘૂસ્યા'તા વાંચો સંપૂર્ણ સમાચાર 5.બિઝનેસ : સરકારી કર્મચારીઓ માટે 8મા પગાર પંચ પહેલાં સારા સમાચાર:સરકારી હેલ્થ સ્કીમના નિયમોમાં ઐતિહાસિક ફેરફાર, જાણો કેવી રીતે મળશે લાભ વાંચો સંપૂર્ણ સમાચાર 6.સ્પોર્ટ્સ : ટેસ્ટ મેચ પહેલાં રાત્રે ઊંઘ ન આવતી...:મમ્મીના હાથની કેળાની ચિપ્સ ખાઈને નર્વસનેસ દૂર કરતો, રોહિત શર્માએ નવા ટીવી શોમાં ખોલ્યા રહસ્યો; IPL ટીમ બદલવા પર આપ્યો જવાબ વાંચો સંપૂર્ણ સમાચાર 7.ધર્મ તહેવાર જ્યોતિષ : શ્રીરામે સમુદ્ર પર અગ્નિબાણ કેમ છોડવું પડ્યું?:રામાયણમાં લક્ષ્મણ સાથેની વાતચીતમાં છુપાયેલું છે સફળ જીવનનું રહસ્ય! વાંચો સંપૂર્ણ સમાચાર 🗣️ ચર્ચિત નિવેદન 😲 અજબ ગજબ પોતાનો ચહેરો ભાડે આપીને લાખો કમાઈ રહ્યા લોકો ચીનમાં લોકો AI કન્ટેન્ટ માટે પોતાનો ચહેરો ભાડે આપીને પૈસા કમાઈ રહ્યા છે. ચહેરાઓનો ઉપયોગ જાહેરાતો, ગેમ્સ અને શોર્ટ ડ્રામામાં કરવામાં આવી રહ્યો છે. લોકો નક્કી કરી શકે છે કે તેમના ચહેરાનો ઉપયોગ કયા પ્રકારના કન્ટેન્ટમાં થશે. આમ કરીને તેઓ 14 લાખ રૂપિયા સુધી કમાઈ રહ્યા છે. 📸 ફોટો, જે પોતે સમાચાર છે 🌟 ભાસ્કરની એક્સક્લૂસિવ સ્ટોરીઝ, જે સૌથી વધારે વંચાઈ 1. ભાસ્કર ઇન્વેસ્ટિગેશન : નીરજા ગુપ્તાએ સરકારી રૂપિયે લિપસ્ટિક, કપડાં, બ્યુટી પ્રોડક્ટ્સ ખરીદી: વિદેશ પ્રવાસમાં દુબઇ, અમેરિકાના બ્રાંડેડ સ્ટોરમાં શોપિંગ કરી; ગુજ.યુનિ.ના પૂર્વ કુલપતિની જાહોજલાલીના પુરાવા 2. ભાસ્કર એક્સક્લૂસિવ : સાબરમતીની '10-કોટડી'માં લૉરેન્સની દુનિયા: સેલમાં હનુમાનજી અને ભગત સિંહના ફોટા; 4-5 સેવાદારો, 3-4 ગાર્ડ તૈનાત 3. પારકી પંચાત : ગોપાલભાઈએ માનતાનાં ભજિયાં અને લાડવા ઝાપટ્યાં: દાદાએ હેલ્મેટ પહેરીને લીવર દાબી દીધું; ‘અમિત ચાવડા-ભરતસિંહ સોલંકી’નું નામ પડતાં ડખાનું સમાધાન થઈ ગયું! 4. આજનું એક્સપ્લેનર: કિશોરો ગુનાખોરીના રસ્તે કેમ જઈ રહ્યા છે? સગીરોમાં વધતી હિંસક વૃત્તિનું મનોવિજ્ઞાન, POCSO કેસોમાં 96% આરોપી ઓળખીતા કેમ? 5. ‘નાની-નાની વાતે ગુસ્સે થાવ છું’: વસ્તુઓ પણ ફેંકવા લાગ્યો છું, પત્ની-બાળકો મારાથી ડરે છે; હું પોતાને કેવી રીતે સુધારું? 6. 'એક્ટિંગ કરિયરને લઈને પપ્પા સાથે ઘણીવાર બોલાચાલી થાય છે': મલ્હાર અને પૂજાએ શેર કર્યા 'ચટણી'ના ખાટા-મીઠા અનુભવો, હુલામણા નામનો ખુલાસો કર્યો 7. રાત્રે ગીતો સાંભળતા-સાંભળતા સૂવાની ટેવ છે?: આખી રાત ઇયરબડ્સ કાનમાં રાખો છો? જલદી બહેરાશ આવશે, આ આદત મગજ માટે પણ નુકસાનદાયી ⏳ આજના દિવસનો ઈતિહાસ 🌦️ મોસમનો મિજાજ રવિવારનું રાશિફળ: કર્ક રાશિને ભાગ્યનો સાથ મળશે, ધન રાશિને ગ્રહ ગોચરથી લાભદાયી તકોના સંકેત વાંચો સંપૂર્ણ રાશિફળ
    Click here to Read More
    Previous Article
    વિચારોના વૃંદાવનમાં:નિંદા માણસને જાગતો રાખનારી બાબત છે, પરંતુ પ્રશંસા ક્યારેક ખાનગી પતનને નોતરનારી બની રહે છે
    Next Article
    Video: Smoke, Fire At Riyadh Airport As Houthis Fire "Ballistic Missiles"

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment