Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સ્પેશિયલ સ્ટ્રે રાઉન્ડ બાદ પણ મેડિકલ-ડેન્ટલની 3 બેઠકો ખાલી:88 બેઠકો ભરવા સ્પેશિયલ રાઉન્ડ યોજાયો હતો, પ્રવેશ કન્ફર્મ ન કરાવનાર વિદ્યાર્થીઓની ₹3.10 લાખની સિક્યોરિટી ડિપોઝિટ જપ્ત

    6 hours ago

    રાજ્યમાં મેડિકલ અને ડેન્ટલના સ્નાતક અભ્યાસક્રમોમાં પ્રવેશ માટેની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ પણ મેડિકલ અને ડેન્ટલની કુલ 88 બેઠકો ખાલી રહી હતી. જેથી બેઠકો ખાલી ન રહે તે માટે મેડિકલ કાઉન્સેલિંગ કમિટી નવી દિલ્હીની સૂચનાથી બાદ ઓનલાઈન સ્પેશિયલ સ્ટ્રે વેકેન્સી રાઉન્ડ યોજવામાં આવ્યો હતો. જેમાં MBBSની 56 અને BDSની 32 બેઠકોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. જો કે હવે તે બાદ પણ MBBSની 1 અને BDSની 2 બેઠક ખાલી રહી છે. ફાળવેલી બેઠક પર પ્રવેશ કન્ફર્મ નહીં કરાવનારા ઉમેદવારોની કુલ 3.10 લાખની સિક્યોરિટી ડિપોઝિટ પણ જપ્ત કરવામાં આવી છે. ઓનલાઈન સ્પેશિયલ સ્ટ્રે વેકેન્સી રાઉન્ડ યોજ્યો એકપણ બેઠક ખાલી ન રહે તે માટે મેડિકલ કાઉન્સેલિંગ કમિટી નવી દિલ્હીની સૂચનાથી રાજ્યની પ્રવેશ સમિતિ ACPUGMEC દ્વારા શૈક્ષણિક વર્ષ 2026-27 માટે ઓનલાઈન સ્પેશિયલ સ્ટ્રે વેકેન્સી રાઉન્ડ યોજ્યો હતો. ચોથા ઓનલાઈન સ્ટ્રે વેકેન્સી રાઉન્ડમાં કન્સેન્ટ આપીને ચોઈસ ફિલિંગ કર્યું હોય, પરંતુ કોઈ બેઠક ફાળવવામાં આવી ન હોય તેવા પાત્ર વિદ્યાર્થીઓને જ આ રાઉન્ડમાં તક આપવામાં આવી હતી. જે બાદ 6 નવેમ્બરના MBBSની 56 અને BDSની 32 બેઠકો પર ઉમેદવારોની ફાળવણી કરવામાં આવી હતી. MBBSની 1 અને BDSની 2 બેઠક ખાલી રહી તેમજ ફાળવેલ બેઠક પર પ્રવેશ કન્ફર્મ કરાવવા માટે ટ્યુશન ફી ભરવા અને પ્રવેશ સમિતિના નિયત હેલ્પ સેન્ટર પર રિપોર્ટિંગ કરાવવા ઉમેદવારોને સૂચના અપાઈ હતી. જો કે પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ પણ MBBS અભ્યાસક્રમની 1 અને BDSની 2 એમ કુલ 3 બેઠક ખાલી રહી ગઈ છે. ફાળવેલ બેઠક જે વિદ્યાર્થીઓએ પ્રવેશ કન્ફર્મ કરાવ્યો નથી તેવા ઉમેદવારોની સ્પેશિયલ સ્ટ્રે વેકન્સી રાઉન્ડની 3 લાખની સિક્યોરિટી ડિપોઝિટ અને રજિસ્ટ્રેશન સમયે ભરેલી 10 હજારની ડિપોઝિટ મળી કુલ 3.10 લાખ રૂપિયા જપ્ત કરવામાં આવ્યા છે. 10 બેઠકો પર ચોથા સ્ટ્રે વેકેન્સી રાઉન્ડમાં પ્રવેશ ફાળવવામાં આવશે શૈક્ષણિક વર્ષ 2026-27 માટે અનુસ્નાતક ડેન્ટલ અભ્યાસક્રમ (MDS)ના ત્રીજા રાઉન્ડની પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ રાજ્યમાં 10 બેઠકો ખાલી રહી છે. ત્રીજા રાઉન્ડમાં બેઠકો ફાળવાયા બાદ જે ઉમેદવારોએ નિર્ધારિત સમયમર્યાદામાં રિપોર્ટિંગ કર્યું નથી તેના કારણે 10 બેઠકો ખાલી રહી ગઈ છે. જેથી હવે નોન-રિપોર્ટેડ ઉમેદવારોની રિફંડપાત્ર સિક્યોરિટી ડિપોઝિટ પણ જપ્ત કરવામાં આવી છે. તેમજ ખાલી પડેલી 10 બેઠકો પર ચોથા સ્ટ્રે વેકેન્સી રાઉન્ડમાં પ્રવેશ ફાળવવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    કોલીયારી સિંચાઈ પ્રોજેક્ટ માટે ₹11.09 કરોડની મંજૂરી:મોરવા તાલુકાનાં 6 ગામોની 1,910 હેક્ટર જમીનને મળશે પાણી, ડિસેમ્બર 2027 સુધીમાં કામ પૂર્ણ કરવાનો લક્ષ્યાંક
    Next Article
    બોટાદના શિરવાણીયા સહિતનાં ગામોમાં સિંચાઈના પાણીની અછત:રવિ સિઝનનું 50 ટકા વાવેતર પૂર્ણ, પાકને સમયસર પાણી મળે તે માટે સરકાર પાસે પાણી છોડવાની માંગ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment