Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હિંમતનગર માર્કેટયાર્ડમાં 3 દિવસમાં તમાકુની 8699 બોરી આવક:ખેડૂતોને રૂ. 1285થી 2100 સુધીના ભાવ મળ્યા

    2 days ago

    સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર કોટન માર્કેટયાર્ડમાં તમાકુની ખરીદી શરૂ થઈ ગઈ છે. 2 એપ્રિલથી શરૂ થયેલી ખરીદીના પ્રથમ ત્રણ દિવસમાં કુલ 8699 બોરી તમાકુની આવક નોંધાઈ છે. સાબરકાંઠા જિલ્લામાં 12,000 થી વધુ હેક્ટરમાં તમાકુનું વાવેતર થયું છે. પાક તૈયાર થતાં, ખેડૂતો પોતાનો પાક વેચવા માટે હિંમતનગરના કોટન માર્કેટયાર્ડમાં આવી રહ્યા છે. ખરીદીના પહેલા દિવસે, 853 બોરી તમાકુની આવક થઈ હતી, જેના ભાવ રૂ. 1300 થી રૂ. 1865 પ્રતિ બોરી રહ્યા હતા. બીજા દિવસે ભાવમાં વધારો જોવા મળ્યો હતો, જેમાં રૂ. 1300 થી રૂ. 2100 સુધીના ભાવ બોલાયા હતા અને 2418 બોરી તમાકુની આવક થઈ હતી. ત્રીજા દિવસે, તમાકુના ભાવ રૂ. 1285 થી રૂ. 2055 સુધી રહ્યા હતા અને 5428 બોરી તમાકુની આવક નોંધાઈ હતી. આમ, કુલ ત્રણ દિવસમાં 8699 બોરી તમાકુની આવક થઈ છે. માર્કેટયાર્ડમાં વધતી આવકને ધ્યાનમાં રાખીને, વેપારીઓ દ્વારા ખરીદી પ્રક્રિયા ઝડપી બનાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ખેડૂતોને યોગ્ય ભાવ મળી રહે અને કોઈ મુશ્કેલી ન પડે તે માટે કોટન માર્કેટયાર્ડ દ્વારા વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે.
    Click here to Read More
    Previous Article
    ખાખીની ખુમારી અને માનવતાની મિશાલ:કતારગામમાં પોલીસ દ્વારા રક્તદાન કેમ્પ યોજવામાં આવ્યો કાયદાના રક્ષકો બન્યા 1100 બાળકોના રક્ત-પાલક
    Next Article
    શાંતેશ્વર રોડના સ્થાનિકોએ મારે રોષ સાથે રસ્તો બંધ કર્યો:જૂનાગઢમાં ત્રણ મહિનાથી ખોદાયેલા શાંતેશ્વર રોડ મામલે જનતાનો ભારે રોષ: વિપક્ષના નેતા અને કોર્પોરેટર આમને-સામને, લોકોએ રસ્તો બંધ કરી નોંધાવ્યો વિરોધ.

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment