Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગૌવંશનું માંસ વેચવાના કેસમાં 3 આરોપીઓેને 8 વર્ષની કેદ:રખિયાલમાં પોલીસે દરોડો પાડી 250 કિલો ગૌમાંસ જપ્ત કર્યું હતું

    11 hours ago

    વર્ષ 2019માં રખિયાલ ખાતે પોલીસને મળેલી બાતમીના આધારે રખિયાલ પોલીસ સ્ટેશનની ટીમે દરોડો પાડીને દુકાનમાંથી ગેરકાયદેસર રીતે વેચાતું આશરે 250 કિલો જેટલું ગૌમાંસ ઝડપી પાડ્યું હતું. જેની કિંમત 37 હજાર જેટલી આંકવામાં આવી હતી. આ સાથે માંસ કાપવા માટે વપરાતી એક લોખંડની છરી પણ જપ્ત કરવામાં આવી હતી. FSL રિપોર્ટમાં ગૌમાંસ હોવાની પુષ્ટિ થઈ હતી FSL અધિકારી દ્વારા સ્થળ પરથી માંસના 6 સેમ્પલ લેવામાં આવ્યા હતા, જેમાંથી 4 સેમ્પલમાં ગાયની પ્રજાતિનું માંસ હોવાની પુષ્ટિ થઈ હતી. ત્યારબાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્લોટર હાઉસ અધિકારીઓની મદદથી આ માંસનો યોગ્ય રીતે નિકાલ કરવામાં આવ્યો હતો. દરેક આરોપીને સજા ઉપરાંત બબ્બે લાખનો દંડ ફટકારાયો આરોપીઓ સામે ગુજરાત પશુ સંરક્ષણ અધિનિયમ, 2017 , IPC, ગુજરાત પ્રોવિન્શિયલ મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટ વગેરેની કલમો અંતર્ગત ગુન્હો નોંધવામાં આવ્યો હતો. અમદાવાદ સીટી સેશન્સ કોર્ટે 8 પુરાવાઓ, 7 સાક્ષીઓની જુબાનીઓ અને દલીલોની આખરી ચકાસણી કરીને આરોપી સમીર શેખ, ઝફરખાન પઠાન, અને મોહમ્મદ અઝમલ શેખને દોષિત ઠેરવીને 8 વર્ષની કેદ અને પ્રત્યેકને 2 લાખનો દંડ ફટકાર્યો છે.
    Click here to Read More
    Previous Article
    પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા વિરુદ્ધ મોરચો ખોલનાર મકસૂદ મિર્ઝા સસ્પેન્ડ:ફેસબુક પર પોસ્ટ કરી ગંભીર આક્ષેપ કર્યા હતા, 2014 લોકસભામાં નવસારી બેઠક પર પાટીલ સામે ચૂંટણી લડ્યા હતા
    Next Article
    10 PM Gujarat News LIVE | આજના તમામ મહત્વના સમાચાર | Latest Gujarati News | News18 Gujarati

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment