Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાહુલ ગાંધી બોલ્યા- 2014માં વિપક્ષ આઘાતમાં હતો:અગાઉ કડક મુકાબલા અને ગઠબંધન જોવા મળતાં હતાં, પરંતુ હવે બધું બદલાઈ ગયું છે

    6 hours ago

    રાહુલ ગાંધીએ શનિવારે હૈદરાબાદમાં કહ્યું કે 2014માં આપણે એકદમ નવી ચૂંટણી જોઈ. એવું કંઈક, જે આપણે અગાઉ ક્યારેય જોયું નહોતું. રાજકીય વ્યવસ્થામાં મોટા પ્રમાણમાં નાણાં ઠાલવવામાં આવ્યાં. ચૂંટણી વ્યવસ્થા, જેમાં ઘણી વાર કડક મુકાબલા અને ગઠબંધનો જોવા મળતાં હતાં, તે અચાનક સંપૂર્ણપણે બદલાઈ ગઈ. વિપક્ષ આઘાતમાં હતો, એમ કહેવું ખોટું નહીં હોય. રાહુલ હૈદરાબાદમાં આયોજિત કોંગ્રેસના ભારત સમિટના સમાપન સમારોહને સંબોધિત કરી રહ્યા હતા. કાર્યક્રમ હૈદરાબાદની નોવોટેલ હોટેલમાં આયોજિત કરવામાં આવ્યો હતો. રાહુલનું ભાષણ, 3 મોટી વાતો 1. આપણે વર્તમાન સાથે ભવિષ્ય માટે લડી રહ્યા છીએ: આપણે માત્ર વર્તમાન માટે નથી લડી રહ્યા, આપણે વર્તમાન, ભૂતકાળ અને ભવિષ્ય માટે લડી રહ્યા છીએ. આપણો ઇતિહાસ મહાત્મા ગાંધીથી શરૂ થયો હતો. આપણા બે શસ્ત્રો છે—સત્ય અને અહિંસા. આપણે જોયું છે કે હિંસા કામ કરતી નથી, દયા કામ કરે છે. લોકોને સમજાવવું કામ કરે છે. 2. કેટલાક લોકોને લાગે છે કે તેઓ બધું જાણે છે: તમને ઘણા લોકો વ્યવસાયોની ટોચ પર જોવા મળશે. તેઓ શિક્ષણના ક્ષેત્રમાં પણ જોવા મળે છે. તેમને લાગે છે કે તેઓ બધું જાણે છે અને રાજકારણમાં આપણે તેમને ‘ફાસીવાદી’ કહીએ છીએ. 3. ફાસીવાદીઓ કોઈની વાત સાંભળતા નથી: ફાસીવાદીઓ ઘણીવાર બૂમો પાડે છે. તેઓ ઘોંઘાટ કરે છે, ચીસો પાડે છે અને કોઈની વાત સાંભળતા નથી. સામાન્ય લોકો બીજાની વાત સાંભળે છે, ધ્યાન આપે છે અને વિનમ્ર હોય છે, તેથી ફાસીવાદીઓનો અવાજ વધુ મોટો સંભળાય છે. સમિટમાં ગિલાઉમ લોંગના આગમનને લઈને વિવાદ, ભાજપે કહ્યું- ભારત વિરોધી એજન્ડા ચલાવનાર અહીં કેમ કોંગ્રેસે આ ભારત સમિટમાં ઇક્વાડોરના ભૂતપૂર્વ વિદેશમંત્રી ગિલાઉમ લોંગને પણ આમંત્રણ આપ્યું હતું. તેઓ CEPR (સેન્ટર ફોર ઇકોનોમિક એન્ડ પૉલિસી રિસર્ચ)માં સિનિયર રિસર્ચ ફેલો અને ‘ધ હેગ ગ્રુપ’ના સિનિયર ડિપ્લોમેટિક એડવાઇઝર તરીકે ઓળખાય છે. તેમને હૈદરાબાદમાં યોજાયેલી કોંગ્રેસની ભારત સમિટ 2026માં વક્તા તરીકે આમંત્રિત કરવામાં આવ્યા હતા. વિવાદ શા માટે છે? ભાજપનો આરોપ છે કે લોંગની સંસ્થા CEPRને 2021માં જ્યોર્જ સોરોસ સમર્થિત ઓપન સોસાયટી પૉલિસી સેન્ટર તરફથી 4.20 લાખ ડૉલર (લગભગ 3.8 કરોડ રૂપિયા)નું ભંડોળ મળ્યું હતું. ભાજપનો વાંધો શું છે? કાર્યક્રમમાં 115 વક્તાઓ આવ્યા નહીં, દાવો—તેમને વિઝા મળ્યા નહીં કાર્યક્રમમાં 70 દેશોના 315 વક્તાઓએ ભાગ લેવાનો હતો. કૉંગ્રેસના નેતા સલમાન ખુર્શીદે આરોપ લગાવ્યો કે આશરે 115-116 લોકોને વિઝા જારી કરવામાં આવ્યા નહોતા અથવા બાદમાં તેમના વિઝા રદ કરી દેવામાં આવ્યા હતા. અમને દુઃખ છે કે તેઓ અહીં આવી શક્યા નહીં. તે જ સમયે ભારત સમિટના આયોજન સ્થળે ભારતીય જનતા યુવા મોરચા (BJYM)ના કાર્યકર્તાઓએ પ્રદર્શન કર્યું. તેમણે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી વિરુદ્ધ નારેબાજી કરી અને તેમને પાછા જવાની માગ કરી.
    Click here to Read More
    Previous Article
    ફાઈનલમાં પાકિસ્તાન સામે ટીમ ઈન્ડિયા મુશ્કેલ પરિસ્થિતિમાં:કેપ્ટન લક્ષ્ય રાયચંદાની 80 રન ફટકારીને આઉટ, આઠમી વિકેટ ગુમાવી; INDનો સ્કોર 252/8
    Next Article
    'માફી'ના નાટક પાછળ મોતનો ખેલ:અશ્વિનીકુમારમાં યુવકની હત્યા કરનાર 3 અમરોલીથી દબોચાયા, ગાડી ચલાવવાની સામાન્ય બોલાચાલીમાં મર્ડર

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment