Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કેપ્ટન તરીકે પહેલી મેચમાં અય્યરે માત્ર 3 રન બનાવ્યા:સ્કોર-68/3, આયર્લેન્ડે 183 રનનો ટાર્ગેટ આપ્યો; હર્ષિતને 3 વિકેટ

    2 days ago

    આયર્લેન્ડે પહેલી T20માં ભારતને 183 રનનો ટાર્ગેટ આપ્યો છે. ટૉસ હારતા પહેલા બેટિંગ કરતા આયર્લેન્ડે 20 ઓવરમાં 9 વિકેટે 182 રન બનાવ્યા. જવાબમાં ટીમ ઈન્ડિયાનો સ્કોર 6 ઓવરમાં 68/3 છે. ટીમ તરફથી અભિષેક શર્મા અને શ્રેયસ અય્યર ક્રિઝ પર છે. સંજુ સેમસનને જય મુંદ્રાએ બોલ્ડ કરીને પેવેલિયન મોકલ્યો. ઈશાન કિશનને મેથ્યુ હોલાર્ડે આઉટ કર્યો. બેલફાસ્ટમાં આયર્લેન્ડની શરૂઆતી 4 વિકેટ 51 રન પર પડી ગઈ હતી. તે પછી કેપ્ટન લોર્કન ટકર અને ગેરેથ ડેલાનીએ 64 રનની ભાગીદારી કરીને ટીમને સંભાળી. ટકર 36 બોલ પર 50 રન બનાવીને આઉટ થયો. ટકર પછી જોર્જ ડોકરેલ અને ડેલાનીએ 16 બોલ પર 49 રન જોડ્યા. ડેલાની 49 રન બનાવીને આઉટ થયો. ભારતીય બોલરોમાં હર્ષિત રાણા સૌથી સફળ રહ્યો. તેણે 3 વિકેટ ઝડપી. અર્શદીપ સિંહ, શિવમ દુબે અને અક્ષર પટેલને 1-1 વિકેટ મળી. બન્ને ટીમની પ્લેઇંગ-11 ભારત (IND): અભિષેક શર્મા, સંજુ સેમસન (વિકેટકીપર), ઈશાન કિશન, શ્રેયસ અય્યર (કેપ્ટન), તિલક વર્મા, શિવમ દુબે, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, હર્ષિત રાણા, અર્શદીપ સિંહ અને પ્રસિદ્ધ ક્રિષ્ના. આયર્લેન્ડ (IRE): ટિમ ટેક્ટર, રોસ અડેર, હેરી ટેક્ટર, લોર્કન ટકર (કેપ્ટન અને વિકેટકીપર), બેન્જામિન કેલિટ્ઝ, ગેરેથ ડેલાની, જોર્જ ડોકરેલ, લિયામ મેકકાર્થી, મેથ્યુ હમ્ફ્રીઝ, જય મુન્દ્રા અને મેથ્યુ હોલાર્ડ.
    Click here to Read More
    Previous Article
    No aloo-pyaaz, steep petrol: A Manipur district feels pinch of conflict
    Next Article
    રાજકોટ-કચ્છમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી:સિઝનના પહેલાં વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી, 7 દિવસ સુધી ભારે વરસાદની કોઈ ચેતવણી નહીં

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment