Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટના થોરાળામાં મામાની 3 ભાણેજે હત્યા કરી:ઉછીના આપેલા 60 હજારની ઉઘરાણી કરી છરીનો ઘા મારી દેતા સારવાર સમયે મોત, ત્રણેયની ધરપકડ

    2 days ago

    રાજકોટમાં પૈસાની લેતી જતી પ્રશ્ને ત્રણ ભાણેજે સગા મામાને છરીના ઘા મારીને હત્યા નિપજાવી દીધી છે. 2 નવેમ્બરે થોરાળા વિસ્તારમાં કુબલીયાપરામાં પાનની દુકાને મામા ચીનાભાઈ જાડેજા ઉભા હતા ત્યારે તેમના ત્રણેય ભાણેજ કમલેશ, વિજય અને અમિત ત્યાં આવ્યા હતા અને ₹ 60 હજારની ઉઘરાણી કરી માથાકૂટ કરી હતી, જે બાદ મામાએ હાલ પૈસા નથી અને જ્યારે પૈસા થશે ત્યારે આપીશ તેવું કહેતા ભાણેજ કમલેશ ઉશ્કેરાઈ ગયો હતો અને મામાને પડખામાં છરીનો ઘા મારી દેતા તેમને લોહી લુહાણ હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જો કે આજે 4 નવેમ્બરના તેમનું સારવાર દરમિયાન મોત થતા બનાવ હત્યામાં પલટાયો છે જેથી પોલીસે ત્રણેય શખ્સોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. એક ભાણેજે છરીનો ઘા મારી દીધો હતો ACP બી.વી.જાધવે જણાવ્યું હતું કે, થોરાળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચીનાભાઈ હરીભાઈ જાડેજા એમના પોતાના સગા ભાણેજ કમલેશ રાજેશભાઈ પરમારની પાસેથી ઉછીના ₹ 60,000 લીધા હતા. જે પૈસા બાબતે 2 નવેમ્બરે ભાણેજ કમલેશભાઈ, વિજયભાઈ અને અમિતભાઈએ માથાકૂટ કરી હતી અને મારામારી કરી અને ત્યારબાદ કમલેશે મામાને પડખામાં છરીનો ઘા મારી દીધો હતો. જેથી ગંભીર રીતે ઘવાયેલા મામાને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. જ્યાં તેમનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. જેથી આ બાબતે થોરાળા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી ત્રણેય આરોપીની ધરપકડ કરી છે. સારવાર દરમિયાન જ ફરિયાદ નોંધાવી હતી થોરાળા વિસ્તારના કુબલીયાપરામાં સગા ભાણેજોએ મામા ઉપર છરીથી હુમલો કર્યો હતો. આ ઘટનામાં ઘવાયેલા મામાએ સારવાર દરમ્યાન દમ તોડી દેતા બનાવ હત્યામાં પલટાયો હતો. થોરાળા પોલીસે ગઈકાલે જ સારવારમાં રહેલા મામા ચીનાભાઈ હરીભાઈ જાડેજા (ઉં.વ.52)ની ફરિયાદ પરથી ભાણેજો કમલેશ ઉર્ફે યોગો રાજેશભાઇ પરમાર તથા વિજયભાઈ રાજેશભાઈ પરમાર તથા અમીત ઉર્ફે હોજરી રાજેશભાઇ પરમાર સામે ગુનો દાખલ કર્યો હતો. મામાએ અગાઉ ભાણેજ પાસેથી બીમારીની સારવાર કરાવવા 60 હજાર રુપિયા લીધા હતા. તેની ઉઘરાણી કરી આ ઘટનાને અંજામ અપાયો હતો. ગઈકાલે 6.30 વાગ્યે પોલીસે ફરિયાદ નોંધી હતી. મૃતક હોશમાં હોવાથી ખુદ તેમણે જ ફરિયાદ નોંધાવી હતી. 60 હજાર લીધા હતા જેને લઈ ત્રણેય ભાણેજે માથાકુટ કરી થોરાળા મેઈન રોડ કુબલીયાપરામાં રહેતા 52 વર્ષીય ચીનાભાઈ હરીભાઈ જાડેજાએ જણાવ્યું હતું કે, હું મારા પત્ની શોભાબેન સાથે રહું છું અને મજૂરીકામ કરું છું.આજથી 7 મહિના પહેલા મારી બિમારીની સારવાર કરવા મારે પૈસાની જરૂરત હોવાથી મેં મારા સગા ભાણેજ કમલેશ ઉર્ફે યોગો રાજેશભાઇ પરમાર પાસેથી હાથ ઉછીના રોકડા રૂ.60,000 લીધા હતા. જેઓને લીધેલા પૈસા મારે આપવાના બાકી હતા અને જેઓ મારી પાસે અવાર-નવાર પૈસા પરત માંગતા હતા.જેથી મેં તેઓને કહ્યું હતું કે, હાલ મારી પાસે પૈસા નથી. જ્યારે થશે ત્યારે આપી દઈશ. જે દરમિયાન 2 નવેમ્બરે રોજ સાંજના આશરે 7.30 વાગ્યે હું કુબલીયાપરામાં ચંદ્રીકા પાન પાસે હતો ત્યારે મારા સગા ભાણેજ કલમેશ ઉર્ફે યોગો તથા તેના બંને ભાઈ વિજય રાજેશભાઈ પરમાર અને અમીત ઉર્ફે હોજરી રાજેશભાઇ પરમાર આ ત્રણેય ભાઇઓ ત્યાં આવ્યા હતા. છરી મારીને ત્રણેય ભાણેજ ફરાર થયા હતા જે બાદ મને કહ્યું હતું કે અમે તમને રૂ.60,000 આપ્યા તે કેમ પાછા આપતા નથી. જેથી મેં કહ્યું હતું કે, હાલ મારી પાસે પૈસાની સગવડ નથી. સગવડ થશે ત્યારે હું તમારા બધા પૈસા પરત આપી દઇશ. જોકે બાદમાં ત્રણેય ભાણેજ મને માર મારવા લાગ્યા હતા. આ દરમ્યાન કમલેશ ઉર્ફે યોગાએ તેના નેફામાંથી છરી કાઢી એક ઘા ડાબી સાઈડના પડખામાં મારી દીધો હતો. જેથી મને ઇજા થતા લોહી નીકળવા લાગ્યું હતું. ત્યાં મારી દિકરી સીમાબેન વિક્રમભાઈ વીકાણી તથા મારા ભાઈ ધમજીભાઈની દિકરી સરોજ ઉર્ફે કિર્તી મહેશ ઉર્ફે માયકલ તથા મારા પત્ની શોભાબેન વગેરે ત્યાં આવી ગયા હતા. જેથી ઝઘડો કરતા ત્રણેય ભાઈઓ ત્યાંથી ભાગી ગયા હતા. જે બાદ 108 એમ્બયુલન્સ મારફતે સિવિલ હોસ્પિટલ ખાતે સારવારમાં લઇ આવ્યા હતા. જોકે ત્યારબાદ સારવારમાં ચીનાભાઈનું મોત નીપજતા બનાવ હવે હત્યામાં પલટાયો છે.
    Click here to Read More
    Previous Article
    મોઢેરા રોડ પરની સ્વાગત રેસિડેન્સીમાં ચોરી:ફ્લેટના સ્ટોરરૂમનું તાળું તોડી 9 પ્લાસ્ટિકની ખુરશીઓની ચોરી, પિતા-પુત્ર સામે ફરિયાદ દાખલ
    Next Article
    Good News for Government Employees | રાજ્ય સરકાર દ્વારા મોંઘવારી ભથ્થામાં કરાયો વધારો | News18

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment