Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    3 સપ્ટેમ્બરનું અંકફળ:અંક 6ના જાતકોને બિનજરૂરી ખર્ચ થશે, અંક 7ના જાતકોને સુખ, સહયોગ અને સારી આવક પ્રાપ્ત થશે

    8 hours ago

    અંકફળ ભવિષ્ય મુજબ તમામ અંકના જાતકોને આજનો દિવસ કેવો રહેશે જાણો પં.મનીષ શર્મા પાસેથી… સવારના સમયે કરજ લેવાથી બચવું. નવા કાર્યો મુલતવી રાખવા વધુ સારું રહેશે. સહયોગની અપેક્ષા નકામી જશે. ખર્ચમાં વધારો થશે. બપોરે મુસાફરીમાં પરેશાની આવી શકે છે. સંતાન તરફથી મદદ મળશે. યોજના મુજબ કાર્યો થશે. શુભ સમાચાર મળશે. સાંજના સમયે વ્યસ્તતા રહેશે. પરિવારમાં કોઈ ઉત્સવ થઈ શકે છે. કરિયર: વેપારમાં સુધારો થશે અને નોકરીની પરેશાનીઓ સમાપ્ત થશે. લવ: વૈવાહિક સુખમાં કમી રહેશે. પ્રેમમાં અસફળતા મળી શકે છે. લકી નંબર: 1-3-4 લકી કલર: જાંબલી શું કરવું: હનુમાનજીને કેળાનો ભોગ ધરાવવો. સવારનો સમય વૈભવ પાછળ ખર્ચ કરાવશે. આવક પણ સારી રહેશે અને કાર્યો સમયસર પૂરા થશે. સહયોગ પ્રાપ્ત થશે. નવા કાર્યો કરવાની તક મળશે. બપોરે અટકેલા કાર્યો પૂરા થશે અને નવા લાભદાયી સંપર્કો બનશે. અડચણો દૂર થશે અને આર્થિક સ્થિતિ મજબૂત બનશે. સાંજે સમસ્યાઓ આવી શકે છે, સાવચેત રહેવું. મોંમાં છાલા અને કમરમાં દુખાવો થઈ શકે છે. હોઠ પર વાગી શકે છે. ખર્ચ વધારે રહેશે. કરિયર: વેપાર સામાન્ય રહેશે અને નોકરીમાં અધિકારીઓ સાથે અંતર વધશે. લવ: દાંપત્ય જીવન સામાન્ય રહેશે. પ્રેમમાં ખુશીઓ પ્રાપ્ત થશે. લકી નંબર: 3-5-7 લકી કલર: આસમાની શું કરવું: તળેલી વસ્તુઓનું સેવન કરવું. દાડમનું દાન કરવું. સવારના સમયે આળસ ઓછી થશે અને કાર્ય તરફ આકર્ષિત થશો. બીજાને લાભ પહોંચાડવામાં તમારું પોતાનું નુકસાન થઈ શકે છે, તેથી પહેલા પોતાની ચિંતા કરવી. આવક સારી રહેશે અને મદદ પણ મળશે. સાંજનો સમય સારો નહીં રહે. વાહન ચલાવતી વખતે સાવચેત રહેવું. વિદ્યાર્થીઓએ બીજાના કહ્યા મુજબ કામ ન કરવું, પોતાની ક્ષમતાથી નિર્ણય લેવો. ડાબા ખભામાં દુખાવો અને ત્વચાની સમસ્યાઓ થઈ શકે છે. કરિયર: વેપારમાં લાભદાયી યોજનાઓ મળશે. નોકરીમાં વ્યવસ્થા બગડી શકે છે. લવ: વૈવાહિક જીવનમાં તણાવ રહેશે. પ્રેમમાં અનુરાગ ઓછો થશે. લકી નંબર: 3-8-6 લકી કલર: કેસરી શું કરવું: ગાયને ગોળ સાથે રોટલી ખવડાવવી. શરૂઆતમાં આવક નબળી અને પરેશાની વધારે રહેશે. ગુપ્ત રહસ્યો બહાર આવી શકે છે. અનાવશ્યક તણાવ રહેશે અને ખર્ચમાં વધારો થશે. બપોર પછી સુધારો થશે. વિરોધીઓ હતાશ થશે અને તમે પરિસ્થિતિઓ પર નિયંત્રણ મેળવવામાં સફળ થશો. કાર્યની અડચણો સમાપ્ત થશે. યોજનાઓ સફળ થશે. સાંજે આવકમાં વધારો થશે. મિત્રો સાથે મુલાકાત થશે અને મનોરંજનમાં સમય પસાર થશે. કરિયર: વેપારમાં સુધારો થશે અને અટકેલા કાર્યો પૂરા થશે. નોકરીમાં મુસાફરીના યોગ બનશે. લવ: પ્રેમ સંબંધો ગાઢ બનશે. અવિવાહિતોને લગ્નના પ્રસ્તાવ મળશે. લકી નંબર: 3-5-7 લકી કલર: સફેદ શું કરવું: કૃષ્ણ મંદિરમાં ફળોનું દાન કરવું. સવારના સમયે ખાસ સાવચેતી રાખવી. પોતાના લોકોથી પણ છેતરપિંડી થઈ શકે છે. સાવચેત રહેવું અને જોખમભર્યું કામ ન કરવું. બાકીના દિવસ દરમિયાન સમય અનુકૂળ રહેશે, આવક સારી રહેવાની સાથે મદદ પણ મળશે. સમાજમાં પ્રતિષ્ઠા વધશે અને સંતાન તરફથી સુખ મળશે. કાર્યમાં વિલંબ પૂરો થશે. સહયોગ મળશે અને ઈચ્છા મુજબ કાર્ય કરવાની તક મળશે. સાંજે સુખની પ્રાપ્તિ થશે. નારાજ લોકો પ્રસન્ન થશે. કરિયર: વેપારમાં સ્થિતિ સારી રહેશે અને નોકરીમાં સહયોગ મળશે. લવ: પરિણિત યુગલો સંતોષથી રહેશે. પ્રેમમાં અડચણો આવી શકે છે. લકી નંબર: 1-3-8 લકી કલર: લીલો શું કરવું: હનુમાનજીના મંદિરમાં ચણા અને ગોળનું દાન કરવું. સવારનો સમય ભાઈઓ વચ્ચે તણાવ ઊભો કરી શકે છે. કાર્યમાં અડચણ આવશે અને પૂરતી આવક થઈ શકશે નહીં. બિનજરૂરી ખર્ચ થશે. બપોરે સારા સમાચાર પણ મળશે. કાર્યમાં સુધારો થશે, નવા કામ બનશે અને વિવાદોનો અંત આવશે. સાંજે અતિ-આત્મવિશ્વાસથી નુકસાન થઈ શકે છે. વાણી પર નિયંત્રણ રાખવું. આવક સામાન્ય રહેશે. પરિવાર સાથે સમય વિતાવવાની ઈચ્છા થશે પરંતુ તે શક્ય બનશે નહીં. કરિયર: નોકરીમાં કાર્યભાર વધારે રહેશે. પોતાના કાર્ય અને વેપારમાં તેજી રહેશે. લવ: પ્રેમી ભાગીદારથી અંતર વધી શકે છે. વૈવાહિક જીવનમાં સુખ રહેશે. લકી નંબર: 1-4-9 લકી કલર: મરૂન શું કરવું: મંદિરમાં ઝાડુનું દાન કરવું. સવારના સમયે સુખ, સહયોગ અને સારી આવક પ્રાપ્ત થશે. પરેશાનીઓ પૂરી થશે. અટકેલા કાર્યોમાં ગતિ આવશે અને પરિવાર પણ સહયોગ આપશે. નવી યોજનાઓ મળશે. બપોરનો સમય પણ લાભદાયી રહેશે. આવકમાં વધારો થશે, નવા કાર્યો મળશે અને પ્રતિષ્ઠા પણ વધશે. સાંજે બેચેની અને તણાવ રહેશે. વિચાર અને યોજના સ્પષ્ટ હોવાથી લક્ષ્ય પ્રાપ્ત કરવામાં સફળ થશો. નવી બાબતો શીખવા મળશે. રાત્રે અજ્ઞાત ભય અને ચિંતા રહેશે. કરિયર: બિઝનેસમાં નવા પ્લાન મળશે. રોકાણની યોજનાઓ મળશે. નોકરી સારી રહેશે. લવ: ભાગીદાર સાથે વિવાદ થઈ શકે છે. જીવનસાથી અનુકૂળ રહેશે. લકી નંબર: 1-3-6 લકી કલર: ગુલાબી શું કરવું: ગણેશજીને હલવાનો ભોગ ધરાવવો. સવારનો સમય ખર્ચમાં વધારો કરશે. તણાવ જાળવી રાખશે અને આર્થિક તકો હાથમાંથી નીકળી જશે. બપોરનો સમય સાનુકૂળ રહેશે. કાર્યમાં તેજી આવશે અને સફળતા મળશે. ખુશ રહેવાની પળ આવશે અને સાંજે સમસ્યાઓનો ઉકેલ મળશે તથા આવકમાં વધારો થશે. તણાવ ઓછો થશે અને સહયોગ મળશે. મોટું કામ બની શકે છે. યોજનાઓ સફળ થશે. લેવડ-દેવડના મામલા ઉકેલાવાની સંભાવના છે. કરિયર: કારોબાર સામાન્ય રહેશે અને નોકરીમાં સબઓર્ડિનેટ્સ પરેશાન કરી શકે છે. લવ: વૈવાહિક સંબંધો મજબૂત બનશે. પ્રેમમાં સફળતા મળશે. લકી નંબર: 2-3-6 લકી કલર: પીળો શું કરવું: દુર્ગાજી સમક્ષ ઘીમાં કેસર ભેળવીને દીવો પ્રગટાવવો. વિરોધીઓ માથું ઊંચકી શકે છે. સવારનો સમય મુશ્કેલીભર્યો હોઈ શકે છે. વધુ બોલવાથી બચવું, કાર્યમાં સાવધાની રાખવી અને બીજાની વાતોમાં ન આવવું. બપોરનો સમય સાનુકૂળ રહેશે અને આવક સુધરશે. કષ્ટ દૂર થશે અને વિવાદોનો અંત આવશે. મુસાફરીમાં લાભ થશે. સાંજે સહયોગ મળશે. મન ચંચળ રહેશે. કંઈક મોટું કરવાની ઈચ્છા થઈ શકે છે. પ્રતિષ્ઠિત લોકોને મળવાની તક મળશે. કરિયર: કારોબારમાં પરેશાન કરનારા લોકો વધારે આવશે. નોકરીમાં કામ વધારે રહેશે. લવ: વૈવાહિક સંબંધોમાં મધુરતા વધશે. પ્રેમના માયાજાળથી બચવાનો પ્રયાસ કરવો. લકી નંબર: 3-5-9 લકી કલર: વાદળી શું કરવું: હનુમાનજીને ફળોનો ભોગ ધરાવવો.
    Click here to Read More
    Previous Article
    3 સપ્ટેમ્બરનું ટેરો રાશિફળ:તુલા જાતકોને આજે કોઈ શુભ સમાચાર મળી શકે છે, મકર જાતકો માટે સત્તા, સન્માન અને સ્થિરતા તાકાત બનશે
    Next Article
    ગુરુવારનું રાશિફળ:તુલા અને મીન રાશિ માટે ગ્રહ સ્થિતિ ફળદાયી રહેશે, સફળતા મળી શકે છે, ધન જાતકોએ ઈગો ન રાખવો

    Related Religion Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment