Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સોનિયા ગાંધીનું ઇન્સ્ટાગ્રામ પર ડેબ્યૂ:નવી પુસ્તકનો વીડિયો શેર કર્યો; 3 કલાકમાં 59 હજાર લાઇક, 13 હજાર ફોલોઅર્સ

    8 hours ago

    કોંગ્રેસ નેતા સોનિયા ગાંધીએ ગુરુવારે પહેલીવાર પોતાનું ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ બનાવ્યું. તેમણે પોતાની પહેલી પોસ્ટમાં આવનારી પુસ્તક ‘Belonging: A Journey of Love’નું વીડિયો કવર શેર કર્યું. આ પુસ્તક 10 નવેમ્બરે પબ્લિશ થશે. વીડિયોમાં પ્રિયંકા ગાંધી પોતાની માતા સોનિયા ગાંધીને મીઠાઈ ખવડાવતી નજરે પડે છે. સોનિયાએ પોસ્ટમાં લખ્યું કે નમસ્કાર, હું મારું પુસ્તક આપ સૌ સાથે શેર કરીને ખુશ છું. આ પ્રેમ, ફરજ, પોતાના લોકોને ગુમાવવાની અને પોતાના માટેની જગ્યા શોધવાની વાર્તા છે. હું તેને આપ સૌ સાથે શેર કરવા માટે ઉત્સુક છું. ગુરુવારે સવારે 11 વાગ્યા સુધીમાં સોનિયા ગાંધીના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર 6 હજારથી વધુ ફોલોઅર્સ થઈ ગયા હતા. બીજી તરફ, સોનિયા ગાંધી પોતાના અકાઉન્ટથી રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી વાડ્રા અને ઇન્ડિયન નેશનલ કોંગ્રેસને ફોલો કરી રહ્યાં છે. પુસ્તકમાં કેમ્બ્રિજમાં રાજીવ ગાંધી સાથે થયેલી મુલાકાતનો ઉલ્લેખ કર્યો પુસ્તકમાં સોનિયા પોતાના રાજકીય સફર અને 2004માં વડાપ્રધાનનું પદ સ્વીકાર્યું નહીં તે નિર્ણય સાથે જોડાયેલા અનુભવો વિશે જણાવશે. પુસ્તકમાં સોનિયાએ ઇટાલીમાં વિતાવેલા બાળપણથી લઈને કેમ્બ્રિજમાં રાજીવ ગાંધી સાથેની મુલાકાત સુધીનો ઉલ્લેખ કર્યો છે. તેમાં નેહરુ-ગાંધી પરિવારમાં થયેલા લગ્ન અને પરિવારમાં થયેલી હત્યાઓ બાદ બદલાયેલા જીવન વિશે લખ્યું છે. સોનિયાએ લખ્યું- આ પુસ્તક પરિવારની માનવતાને સમર્પિત છે સોનિયાએ કહ્યું કે તેમના પરિવાર વિશે ઘણું લખાયું છે, પરંતુ તેમના ઇરાદાઓ, કાર્યો અને માનવીય પાસાઓને તે રીતે સમજવામાં આવ્યા નથી. ઘણી રીતે, આ પુસ્તક તેમની માનવતાને સમર્પિત છે. તેમના અનુસાર, પુસ્તક તેમના જીવનની સાથે-સાથે ભારતમાં લગભગ છ દાયકા દરમિયાન થયેલા સામાજિક અને રાજકીય પરિવર્તનોને જોવાનો એક અલગ દૃષ્ટિકોણ પણ આપે છે. જ્યારે મેં રાજકારણથી થોડું અંતર રાખીને પાછળ વળીને મારા જીવનને જોયું, ત્યારે મને મારી કહાણીમાં પ્રેમ અને વફાદારીનો એક સફર સ્પષ્ટ દેખાઇ. આ સફર ઇટાલીના એક નાના શહેરમાં વિતાવેલા સામાન્ય બાળપણથી શરૂ થઈને ભારતમાં રાજીવ ગાંધીની પત્ની અને ઇન્દિરા ગાંધીની વહુ તરીકે વિતાવેલા જીવન સુધી પહોંચે છે. કેમ્બ્રિજમાં અભ્યાસ દરમિયાન રાજીવ ગાંધી સાથે મુલાકાત થઈ હતી
    Click here to Read More
    Previous Article
    ‘સચ્ચાઈ અને ભલાઈનો અંત આવશે’:દશેરાના કાર્યક્રમમાં રણબીર કપૂરની જીભ લપસી, સોશિયલ મીડિયા પર ટ્રોલ થયા બાદ રામાયણનાં 'રામે' માફી માગી
    Next Article
    સાઉદી અરેબિયાના એરપોર્ટ-તેલના ઠેકાણા પર હૂતી બળવાખોરોનો હુમલો:3ના મોત, ભારતીય સહિત 10 ઘાયલ; અમેરિકાએ પોતાના રાજદ્વારીઓને દેશ છોડવા કહ્યું

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment