Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શ્રાવણ માસમાં ફરાળી પેટિસમાં મકાઈના લોટની ભેળસેળ!:શહેરની 3 પેઢીને નોટિસ, 52 કિલો અખાદ્ય જથ્થાનો નાશ; 44 પેઢી અને એકમમાં તપાસ કરાઈ

    12 hours ago

    રાજકોટમાં પવિત્ર શ્રાવણ માસ દરમિયાન ઉપવાસ કરતા શ્રદ્ધાળુઓ સાથે ફરાળના નામે ભેળસેળ કરી લોકોના આરોગ્ય સાથે ચેડાં થતાં હોવાનો પર્દાફાશ થયો છે. મહાપાલિકાની ફૂડ શાખાએ શહેરમાં દરોડા દરમિયાન ફરાળી પેટીસમાં બટાટા કે રાજગરાના લોટને બદલે સસ્તા મકાઈના લોટ અને મકાઈના સ્ટાર્ચનું મિશ્રણ કરી વેચાણ કરવામાં આવતું હોવાનું સામે આવ્યું છે. શ્રદ્ધાળુઓની આસ્થા અને સ્વાસ્થ્ય બંને સાથે રમત રમતા આવી બેદરકાર પેઢીઓ સામે મનપાના ફૂડ વિભાગે લાલ આંખ કરીને કડક દંડાત્મક કાર્યવાહી હાથ ધરી છે. 52 કિલો અખાદ્ય, વાસી ખોરાકના જથ્થાનો નાશ કરાયો ફૂડ વિભાગની ટીમે અલગ-અલગ વિસ્તારોમાં 44 પેઢીઓ અને એકમમાં અચાનક ચેકિંગ હાથ ધર્યું હતું. આ તપાસ દરમિયાન 150 ફૂટ રીંગ રોડ પર 'જૈન સ્વિટ નમકીન સ્નેક્સ' નામની પેઢીમાંથી મકાઈવાળો લોટ ભેળવેલી ફરાળી પેટીસ, મકાઈનો સ્ટાર્ચ તેમજ બટેટાના સ્ટાર્ચવાળો માવો મળી 32 કિલો શંકાસ્પદ અને અખાદ્ય જથ્થો મળી આવ્યો હતો. જેને સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત મુંજકાનાં 'કૃષ્ણમ કાઠિયાવાડી'માંથી પણ વાસી સબ્જી, વાસી લોટ અને પ્રિપેડ ફૂડ મળી 20 કિલો અખાદ્ય સામગ્રી મળી આવતાં તેનો નાશ કરાયો હતો. મહાનગરપાલિકાની ટીમે કુલ 52 કિલો અખાદ્ય તથા વાસી ખોરાકનો જથ્થો નાશ કરી શ્રદ્ધાળુઓના પેટમાં જતાં અટકાવ્યો હતો. લાયસન્સ ન હોવાથી ત્રણ પેઢીઓને નોટિસ શ્રાવણ માસ દરમિયાન ફરાળી વાનગીઓમાં ભેળસેળ, અસ્વચ્છતા, ગંદકી તેમજ ફૂડ લાયસન્સ વગર વેપાર કરવા બદલ કૃષ્ણમ કાઠિયાવાડી, જૈન સ્વિટ નમકીન સ્નેક્સ અને નાના મવા મેઈન રોડ પરની લક્ષ્મી સ્વીટ ફરસાણ સહિત કુલ 3 પેઢીઓને નોટિસ આપવામાં આવી હતી. આ તમામ એકમો પાસેથી નિયમોના અનાદર બદલ કુલ ₹ 3,500 નો વહીવટી ચાર્જ વસૂલવામાં આવ્યો હતો. વિવિધ પેઢીઓમાં 17 નમૂના લેવાયા તહેવારો ટાણે લોકોને શુદ્ધ ખોરાક મળે તે સુનિશ્ચિત કરવા માટે FSS-એક્ટ હેઠળ વિવિધ 17 પેઢીઓમાંથી ફરસાણ તેમજ રો-મટીરિયલના 17 નમૂના લેવામાં આવ્યા હતા. જેમાં ફરાળી પેટીસ માટેનો લોટ, તીખા ગાઠીયા, પાપડી, નાયલોન સેવ, સેવ, શક્કરપારા, ગુલાબ પુરી, મેથીવાળા ગાંઠીયા, સેવ ગુંદી, ભાવનગરી ગાંઠીયા અને ચંપાકલી ગાંઠીયા જેવા લુઝ નમૂનાઓ મેળવીને વધુ પૃથ્થકરણ અર્થે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. નોટિસ આપી બે હજાર રુપિયાનો દંડ વસૂલ્યો ફૂડ વિભાગનાં ડેઝીગ્નેટેડ ઓફિસર હાર્દિક મેતાએ આ મામલે દિવ્યભાસ્કર સાથેની ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, 150 ફૂટ રિંગરોડ પરના જૈન સ્વિટ નમકીન સ્નેક્સમાં તપાસ કરતા મકાઇ વાળો લોટ મેળવેલી પેટીસ, મકાઇ સ્ટાર્ચ, બટેટાનો સ્ટાર્ચ વાળો માવો કુલ મળી 32 કિલો અખાદ્ય જથ્થો મળી આવ્યો હતો. જેને પગલે તેનો નાશ કરી ફરાળી પેટીસ માટેનાં લોટનો નમૂનો લેવામાં આવ્યો છે. જેનો રિપોર્ટ આવ્યા બાદ વેપારી સામે કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવશે. હાલ વેપારી પેઢીને હાઈજિનીક કન્ડિશન તથા લાયસન્સ બાબતે નોટિસ આપી ₹ 2000નો દંડ વસૂલ કરવામાં આવ્યો છે. આ ઝુંબેશ દરમિયાન ફૂડ વિભાગની ટીમે ગુરુ પ્રસાદ ચોક, અંકુર રોડ, કોઠારીયા રોડ, રૈયા રોડ, કાલાવડ રોડ અને યુનિવર્સિટી રોડ જેવા વિવિધ વિસ્તારોમાં આવેલી પ્રોવિઝન સ્ટોર્સ, ડેરી ફાર્મ, શોપિંગ સેન્ટર, તેમજ બર્ગર કિંગ, બડીઝ પીઝા અને પટેલ વિહાર રેસ્ટોરેન્ટ સહિત કુલ 29 પેઢીઓમાં સ્થળ તપાસ કરીને સ્વચ્છતા અને ગુણવત્તા જાળવવા અંગે કડક સૂચનાઓ આપી હતી. શ્રાવણ માસમાં ફરાળના નામે થતી આ ભેળસેળ સામે મનપાની કાર્યવાહીથી ભેળસેળિયા વેપારીઓમાં ભારે ફફડાટ ફેલાયો છે.
    Click here to Read More
    Previous Article
    પોરબંદર લોકમેળાના સુવ્યવસ્થિત આયોજન અંગે પ્રેસ કોન્ફરન્સ:મેળા ગ્રાઉન્ડમાં સુરક્ષા, આરોગ્ય, વીજળી અને પીવાના પાણીની સુવ્યવસ્થિત વ્યવસ્થા; સુરક્ષા માટે 1000થી વધુ જવાનો તૈનાત રહેશે
    Next Article
    Who Is John Ternus? Meet Apple's New CEO Taking Over From Tim Cook

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment