Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કરોડોના સાયબર ફ્રોડનો આરોપી દુબઈથી મુંબઈ આવતા જ ઝડપાયો:ટાસ્ક ફ્રોડ અને ફેક આઈસગેટ કૌભાંડમાં 3 વર્ષથી ફરાર હતો, બે દિવસમાં 5.17 કરોડના ફ્રોડ ટ્રાન્ઝેક્શન કરાવ્યા'તા

    7 hours ago

    સુરત સાયબર ક્રાઈમ સેલને કરોડો રૂપિયાના ઓનલાઈન ટાસ્ક અને બનાવટી ડિજિટલ સિગ્નેચર દ્વારા આચરાયેલી છેતરપિંડીના 2 ગંભીર ગુનાઓમાં મોટી સફળતા મળી છે. છેલ્લા 3 વર્ષથી પોલીસને થાપ આપી દુબઈ નાસી ગયેલા મુખ્ય સૂત્રધાર સામે પોલીસે લુક આઉટ સર્ક્યુલર જાહેર કરી હતી. જેવો આ શખ્સ દુબઈથી ફ્લાઇટ મારફતે મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ઉતર્યો, કે તરત જ સુરત સાયબર ક્રાઈમની ટીમે એરપોર્ટ ઓથોરિટીની મદદથી તેને કોર્ડન કરી દબોચી લીધો હતો. ધરપકડ કરાયેલા આરોપીની ઓળખ સુરતના રાંદેર રોડ, અડાજણ પાટિયા સ્થિત ઝલ એપાર્ટમેન્ટમાં રહેતા 38 વર્ષીય મોહમદ સાહીબ મોહમદ સાદીક તંબુવાલા તરીકે થઈ છે, જે નોકરીની આડમાં આંતરરાષ્ટ્રીય સાયબર માફિયાઓ સાથે મળીને બેન્ક એકાઉન્ટ્સ અને ડમી કંપનીઓનું મોટું નેટવર્ક ઓપરેટ કરતો હતો. ટેલિગ્રામ પર યુ-ટ્યુબ ટાસ્ક આપી 29.89 લાખની છેતરપિંડી તપાસમાં સામે આવ્યું છે કે સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં વર્ષ 2023માં નોંધાયેલા પ્રથમ ગુનામાં ભેજાબાજોએ એક પૂર્વ આયોજિત ષડયંત્ર રચ્યું હતું. જેમાં ભોગ બનનાર ફરિયાદીને ટેલિગ્રામ પર 'mbbz4.cc' નામની બનાવટી લિંક મોકલી રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. શરૂઆતમાં યુ-ટ્યુબ ચેનલો સબસ્ક્રાઇબ કરવાના ટાસ્ક પૂર્ણ કરવા બદલ સારું કમિશન આપવાની લાલચ આપી વિશ્વાસ કેળવ્યો હતો. બાદમાં વધુ ઊંચા વળતરની લાલચ આપી પ્રીપેઇડ ટાસ્કના નામે ફરિયાદી પાસેથી ટુકડે-ટુકડે રૂ. 30,20,137 અલગ-અલગ ખાતાઓમાં ટ્રાન્સફર કરાવી લીધા હતા. આરોપીઓએ શરૂઆતમાં માત્ર રૂ. 30,450 કમિશન પેટે પરત ચૂકવ્યા હતા, જ્યારે બાકીના રૂ. 29,89,687 હડપ કરી જઈ ઠગાઈ આચરી હતી. બોગસ ડિજિટલ સિગ્નેચરથી 54 લાખથી વધુની સ્ક્રિપ્સ બારોબાર સેરવી બીજા કેસમાં આરોપીઓએ ફરિયાદીની ફર્મના નામે અત્યંત ગંભીર છેતરપિંડી આચરી હતી. આરોપીઓએ ફરિયાદી પેઢીના બનાવટી દસ્તાવેજો તથા ખોટી ડિજિટલ સિગ્નેચર સર્ટિફિકેટ (DSC) બનાવી તેનો ઉપયોગ ભારત સરકારના 'Icegate' પોર્ટલ પર રજિસ્ટ્રેશન માટે કર્યો હતો. ત્યાં ફેક ઈ-મેઈલ આઈડી અને મોબાઈલ નંબર નાખી પેઢીના ઈમ્પોર્ટ-એક્સપોર્ટ કોડ (IEC)નો ગેરકાયદે ઉપયોગ કર્યો હતો. કેન્દ્ર સરકાર તરફથી એક્સપોર્ટ પેટે મળતી 'ROSCTL' સ્કીમ હેઠળની 07 ઈ-સ્ક્રિપ્સ (કિંમત રૂ. 95,42,831) પૈકી ફરિયાદીની જાણ બહાર 04 ઈ-સ્ક્રિપ્સ (રૂ. 54,25,767) અન્ય ધારકોને ટ્રાન્સફર કરી વટાવી લીધી હતી. 2 દિવસમાં 5.17 કરોડના વ્યવહાર: દેશભરમાં 49 ફરિયાદો કનેક્ટ થઈ પોલીસ પૂછપરછમાં આરોપી સાહીબ તંબુવાલાની કરતૂતોના ચોંકાવનારા ખુલાસા થયા છે. સાહીબ સુરતના સ્થાનિક સાગરીતો પાસેથી કમિશન પર બેન્ક ખાતાઓ મેળવતો હતો અને પોતે આશરે 20,115 દિરહામ (આશરે રૂ. 5,00,000) જેટલું ઊંચું કમિશન રાખી આ ખાતાઓ દુબઈ બેઠેલા મુખ્ય સાયબર માફિયાઓને સોંપતો હતો. ટાસ્ક ફ્રોડમાં વપરાયેલા આવા જ એક એકાઉન્ટમાં 11 અને 12 મે 2023 દરમિયાન માત્ર 2 જ દિવસમાં રૂ. 5,17,54,598ના તોતિંગ ટ્રાન્ઝેક્શન થયા હોવાનું સામે આવ્યું છે. નેશનલ સાયબર ક્રાઈમ રિપોર્ટિંગ પોર્ટલ (NCCRP) પર તપાસ કરતાં આ ખાતા સાથે દેશના અલગ-અલગ રાજ્યોની 49 ફરિયાદો લિંક થઈ છે, જેમાં સીધા રૂ. 86,34,942 ફ્રોડના જમા થયા હતા. બોગસ કંપની અને એક્સપોર્ટ કોડ આપી કમિશન મેળવતો હતો આ ઉપરાંત સાહીબે આ ગુનામાં અગાઉ પકડાયેલા સલાબતપુરાના તક્ષલ લુંગીવાલા સાથે મળીને એક બોગસ કંપની અને તેની નકલી DSC બનાવી હતી. આ ફેક કંપનીનો ઇમ્પોર્ટ-એક્સપોર્ટ કોડ તેમજ આઈડી-પાસવર્ડ સાહીબે રૂ. 50,000 કમિશન લઈ દુબઈના વોન્ટેડ આરોપીને પૂરો પાડ્યો હતો, જેના દ્વારા ફરિયાદીની રૂ. 25,36,877ની સરકારી ઈ-સ્ક્રિપ્સ ટ્રાન્સફર કરી લેવાઈ હતી. ઉલ્લેખનીય છે કે આ કેસમાં ડીંડોલીના કૃણાલ સેંધાણે અને સલાબતપુરાના તક્ષલ લુંગીવાલા અગાઉ જેલભેગા થઈ ચૂક્યા છે. હાલ સાયબર સેલે સાહીબના રિમાન્ડ મેળવી તેની ગેંગ સાથે જોડાયેલા અન્ય આંતરરાષ્ટ્રીય તાર શોધવા તપાસ તેજ કરી છે.
    Click here to Read More
    Previous Article
    Congress CWC Meeting on Gyanesh Kumar: Rahul-Kharge ने Delhi में की कार्यसमिति की बैठक | ECE|Andolan
    Next Article
    ઉધનામાં DGVCL ટ્રાન્સફોર્મર નીચે જ્વલનશીલ હોટ ફિક્સ કચરાના ઢગલા:લિંબાયત-વરાછાની આગ પછી પણ સુરત મહાનગરપાલિકા ઘોર નિંદ્રામાં

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment