Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હવે માત્ર 3 કલાક 40 મિનિટમાં પહોંચાશે કોલંબો:FitsAirએ શરૂ કરી સીધી ફ્લાઇટ સેવા, 'સિટી ઓફ ડ્રીમ્સ શ્રીલંકા' ગુજરાતીઓ માટે બનશે નવું હોટ ફેવરિટ ડેસ્ટિનેશન

    8 घंटे पहले

    ગુજરાતના પ્રવાસીઓ અને આંતરરાષ્ટ્રીય સફરના શોખીનો માટે એક શાનદાર સમાચાર સામે આવ્યા છે. શ્રીલંકાની પ્રથમ ખાનગી આંતરરાષ્ટ્રીય એરલાઇન 'ફિટ્સએર' (FitsAir) દ્વારા આજથી એટલે કે 19 જૂન 2026થી અમદાવાદ અને કોલંબો વચ્ચે સીધી ફ્લાઇટ સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ નવી હવાઈ સેવા શરૂ થવાને કારણે હવે ગુજરાતના પ્રવાસીઓ માત્ર 3 કલાક અને 40 મિનિટમાં શ્રીલંકા પહોંચી શકશે. આ નવો રૂટ સિનેમોન હોટેલ્સ એન્ડ રિસોર્ટ્સ, સિટી ઓફ ડ્રીમ્સ શ્રીલંકા અને વૉકર્સ ટુર્સ સાથેની ભાગીદારીમાં શરૂ કરાયો છે. આ સીધી ફ્લાઇટ સેવા અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ અને કોલંબોના બંદારનાયકે ઇન્ટરનેશનલ એરપોર્ટ વચ્ચે ઓપરેટ થશે, જેના કારણે મુસાફરોને કનેક્ટિંગ ફ્લાઇટ્સની ઝંઝટ અને લાંબા ટ્રાન્ઝિટ સમયમાંથી મુક્તિ મળશે. સપ્તાહમાં ત્રણ દિવસ ઉડાન અને અનુકૂળ સમયપત્રક ફિટ્સએર દ્વારા આ રૂટ પર અદ્યતન એરબસ નેરો-બોડી વિમાનો ઓપરેટ કરવામાં આવશે, જેમાં મુસાફરોને ઝડપી બોર્ડિંગ, વિમાનમાં ઉત્તમ મહેમાનગતિ અને હળવા નાસ્તાની સુવિધા મળશે. એરલાઇન સપ્તાહમાં ત્રણ વખત ફ્લાઇટ્સનું સંચાલન કરશે. ફ્લાઇટનું સમયપત્રક નીચે મુજબ છે: અમદાવાદથી કોલંબો: સવારે 03:40 વાગ્યે (આગમન સવારે 06:50) અને સવારે 10:45 વાગ્યે (આગમન બપોરે 13:55) કોલંબોથી અમદાવાદ: રાત્રે 23:25 વાગ્યે (આગમન રાત્રે 02:35) અને સવારે 06:30 વાગ્યે (આગમન સવારે 09:40) ફ્લાઇટનો આ સમય પ્રવાસીઓને તેમની રજાઓનો મહત્તમ લાભ લેવામાં મદદ કરશે, જેથી તેઓ કોલંબો પહોંચતાની સાથે જ પોતાની સફર માણી શકે. દક્ષિણ એશિયાનું પ્રથમ ઇન્ટિગ્રેટેડ રિસોર્ટ 'સિટી ઓફ ડ્રીમ્સ' બનશે આકર્ષણનું કેન્દ્ર આ સમગ્ર પ્રવાસન પરિવર્તનના કેન્દ્રમાં 'સિટી ઓફ ડ્રીમ્સ શ્રીલંકા' છે, જે દક્ષિણ એશિયાનું પ્રથમ ઇન્ટિગ્રેટેડ રિસોર્ટ ડેસ્ટિનેશન છે. અહીં પ્રવાસીઓ માટે વૈભવી રહેઠાણ, અદભૂત ભોજન, નાઇટલાઇફ, શોપિંગ અને મનોરંજનના તમામ વિકલ્પો એક જ છત નીચે ઉપલબ્ધ છે. આ સિવાય પ્રવાસીઓ કોલંબોમાં આવેલી પ્રતિષ્ઠિત સિનેમોન ગ્રાન્ડ, સિનેમોન લેકસાઇડ અને સિનેમોન રેડ હોટેલ્સની લક્ઝરી સેવાઓનો આનંદ પણ માણી શકશે. પર્યટન અને સાંસ્કૃતિક સંબંધો થશે મજબૂત ભારત અને શ્રીલંકા વચ્ચેના ઐતિહાસિક અને ધાર્મિક સંબંધો ઘણા જૂના છે. હાલના સમયમાં ભારતીય પ્રવાસીઓમાં હેરિટેજ ટુરિઝમ અને રામાયણ સર્કિટ પ્રત્યે આકર્ષણ વધ્યું છે. ફિટ્સએરના ડિરેક્ટર અમ્માર કાસિમે જણાવ્યું હતું કે, આ નવી કનેક્ટિવિટીથી બંને દેશો વચ્ચે પ્રવાસન અને સાંસ્કૃતિક આદાન-प्रદાન વધુ મજબૂત બનશે. જ્યારે સિટી ઓફ ડ્રીમ્સ શ્રીલંકાના જીએમ કમલ મુનાસિંઘેએ ઉમેર્યું કે, આ રૂટથી ગુજરાતના પરિવારો, હનીમૂન કપલ્સ અને વેકેશન માણવા ઈચ્છતા લોકો માટે કોલંબોનો વૈભવી અનુભવ વધુ સરળ બનશે. ગુજરાતીઓ માટે ખાસ પ્રારંભિક ઓફર્સ આ નવા રૂટના લોન્ચિંગની ઉજવણીના ભાગરૂપે ભારતીય પ્રવાસીઓ માટે ખાસ ટૂર પેકેજો લોન્ચ કરવામાં આવ્યા છે. આ ખાસ પ્રવાસ પેકેજોની શરૂઆત માત્ર રૂ. 55,555/-થી થાય છે. શ્રીલંકામાં યુપીઆઈ (UPI) પેમેન્ટ જેવી વધતી સુવિધાઓને કારણે હવે ત્યાં નાણાકીય લેવડદેવડ પણ ખૂબ સરળ બની ગઈ છે.
    Click here to Read More
    Previous Article
    ‘If not India, then who?’: Palestinian envoy flags Gaza healthcare collapse, seeks urgent assistance
    Next Article
    હિંમતનગર SOG એ ચોરીની રીક્ષા-લેપટોપ સાથે એકને ઝડપ્યો:પોલીસ હેડક્વાર્ટરના દરવાજા આગળ ઇડર રોડ પરથી આરોપી પકડાયો

    Related બીઝનેસ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment