Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કોલકાતામાં નિર્માણાધીન ગોડાઉનનો શેડ અચાનક તૂટ્યો, 3 લોકોનાં મોત:40થી વધુ લોકો દટાયા હોવાની આશંકા, 14નું રેસ્ક્યુ; સેના પણ બચાવ કાર્યમાં જોડાઈ

    1 day ago

    દક્ષિણ કોલકાતાના તારાતલા ટ્રાન્સપોર્ટ ડેપો પાસે બુધવારે બપોરે 1.30 વાગ્યે નિર્માણાધીન ગોડાઉનનો શેડ અચાનક ધરાશાયી થયો. આ ઘટનામાં અત્યાર સુધીમાં 3 લોકોના મોત થયા છે. અગાઉ 5 લોકોના મોત થયા હોવાના અહેવાલ હતા. કાટમાળ નીચે દટાયેલા 14 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. તમામ ઘાયલોને સારવાર માટે SSKM હોસ્પિટલના ટ્રોમા કેર સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા છે. હજુ પણ 40 થી વધુ લોકો દટાયેલા હોવાની આશંકા છે. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, અકસ્માત સમયે ગોડાઉનમાં કોંક્રિટ ઢાળવાનું કામ ચાલી રહ્યું હતું. પોલીસના જણાવ્યા અનુસાર, બચાવ કામગીરીમાં કોલકાતા પોલીસ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ ગ્રુપ, સિવિલ ડિફેન્સ, ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસિસ અને સેના પણ જોડાઈ છે. કાટમાળ અને લોખંડના સળિયા હટાવવા માટે ક્રેન મંગાવવામાં આવી છે. ગેસ કટર વડે લોખંડના સળિયા કાપવામાં આવી રહ્યા છે. કાટમાળ નીચે દટાયેલા મજૂરો-કર્મચારીઓની ચીસો પણ સંભળાઈ રહી છે, તેમને વહેલી તકે બચાવવાના પ્રયાસો ચાલુ છે. રાજ્ય સરકારે લોકોની મદદ માટે હેલ્પલાઇન નંબર 1070, 8697981070 અને 033-22143526/22535185 જાહેર કર્યા છે. ઘટના પછીની તસવીરો… કાટમાળમાં ફસાયેલા મજૂરે કહ્યું- મારો પગ કાપી નાખો પણ મને બચાવો અકસ્માત બાદ બચાવ કાર્ય દરમિયાન એક યુવક અંકિત સિંહે કાટમાળમાં ફસાયેલા એક મજૂરને શોધવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તેણે ઘાયલ મજૂરનો પગ પકડીને બચાવ દળને તેની સાચી જગ્યાએ પહોંચવામાં મદદ કરી, ત્યારબાદ બચાવ ટીમે તેને બહાર કાઢવાના પ્રયાસો તેજ કર્યા. કાટમાળમાં ફસાયેલો મજૂર પીડાથી કણસતો વારંવાર કહી રહ્યો હતો- ‘મેં મારો પગ ગુમાવી દીધો છે, જો જરૂર હોય તો બાકીનો ભાગ કાપીને મને બહાર કાઢો, બસ મારો જીવ બચાવો.’ સરકારે હેલ્પલાઇન નંબર જાહેર કર્યા મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારી ઘટનાસ્થળે પહોંચ્યા. મુખ્યમંત્રી સાથે મંત્રી અગ્નિમિત્રા પોલ અને કૌશિક ચૌધરી સહિત અનેક મંત્રીઓ પણ હાજર રહ્યા. રાજ્ય સરકારે લોકોની મદદ માટે હેલ્પલાઇન નંબર 1070, 8697981070 અને 033-22143526/22535185 જાહેર કર્યા છે. માહિતી અનુસાર, ગોડાઉનની જમીન ઓડિશાના એક વેપારીની હતી જેમણે તેને કોઈ ખાનગી ફર્મને લીઝ પર આપી હતી. છેલ્લા 10 વર્ષમાં થયેલા નિર્માણ અકસ્માતો ------------------------------------ 20 જૂન: મહારાષ્ટ્રમાં હનુમાન મંદિરની છત પડવાથી 7 લોકોનાં મોત થયા હતા મહારાષ્ટ્રના પરભણી જિલ્લામાં યશવાડી દેવસ્થાનમાં આવેલા હનુમાન મંદિરના હોલની નિર્માણાધીન છત તૂટી પડતાં 20 જૂને 7 લોકોનાં મોત થયા હતા. 25 લોકો ઘાયલ થયા હતા. મંદિરની બરાબર સામે સભામંડપ બનાવવાનું કામ ચાલી રહ્યું હતું. બપોરના સમયે લોકો પ્રસાદ લઈ રહ્યા હતા. અચાનક મંદિરનું સ્ટ્રક્ચર અને પથ્થરો ધડાકાભેર નીચે પડ્યા. આ ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે. વીડિયોમાં જોવા મળ્યું કે બપોરે 3 વાગ્યે ઘણા લોકો લાઈનમાં ઉભા રહીને પ્રસાદ દર્શન-પૂજા કરી રહ્યા હતા. ત્યારે જ વાંસ અને લોખંડના સળિયાથી બનેલું સેન્ટરિંગ સ્ટ્રક્ચર તૂટી ગયું. વાંચો સંપૂર્ણ સમાચાર…
    Click here to Read More
    Previous Article
    Empathy has limits: The burnout no one sees
    Next Article
    હત્યાના આરોપીએ પોલીસ પર ફાયરિંગ કર્યું:સુભાષબ્રિજને સંપૂર્ણપણે તોડી પડાશે, ગુજરાતમાં ચોમાસાનું સત્તાવાર આગમન, આજીની સફાઈ માટે ઉતર્યા કોંગ્રેસના કોર્પોરેટર

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment