Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જીવરાજ બ્રિજ નીચે વેવાઈની હત્યા કરનાર 3 શખસ ઝડપાયા:ગર્ભપાતના વિવાદમાં પુત્રવધૂના પિયરના લોકોએ લોખંડના પાઇપના 36 ફટકા મારીને મર્ડર કર્યુ'તું

    3 days ago

    અમદાવાદના આનંદનગર વિસ્તારમાં જીવરાજ બ્રિજ નીચે ગત 2 મેના રોજ થયેલી નટુ પરમારની હત્યા થઈ હતી. જેમાં પુત્રવધૂના ગર્ભપાતના વિવાદના કારણે પુત્રવધૂના પિયરના લોકોએ લોખંડના પાઇપના 36 ફટકા મારીને વેવાઈની હત્યા કરી હતી. હત્યા મામલે ઝોન 7 LCB અને આનંદનગર પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને હત્યા કરનાર પત્નીના પિયર પક્ષના ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે. દીકરાના સસરા પક્ષે નટુ પરમારની હત્યા કરી 2મેએ જીવરાજ બ્રિજ નીચે બાપા સીતારામ મોબાઈલ શોપ પાસે નટુ પરમાર નામના 52 વર્ષીય આધેડ પર અચાનક જીવલેણ હુમલો થયો, જેમાં લોખંડની પાઈપોના ઉપરાછાપરી 36 ફટકા મારીને નટુ પરમારને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા હતાં. આ હુમલાના ભયાનક દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા હતા, જે સોશિયલ મીડિયા પર વાયરલ થતા પોલીસ હરકતમાં આવી હતી. પાંચ વર્ષ જૂના પ્રેમ લગ્નનો વિવાદ હતો પોલીસ તપાસ દરમિયાન સામે આવ્યું કે, આ હત્યા કોઈ અજાણ્યા ગુનેગારોએ નહીં, પરંતુ મૃતક નટુ પરમારના પુત્ર કૌશિક પરમારના સસરા પક્ષે કરી છે અને આ હત્યા કરનાર અન્ય કોઈ નહીં પણ કૌશિક પરમારના મામાજી સસરા છે. હત્યા કેસમાં પોલીસે ત્રણ આરોપી જેમાં કાંતિ વાણા, ભાવેશ પરમાર અને હસમુખ વાઘેલાની ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરી છે. આરોપીની પૂછપરછ કરતા સામે આવ્યું છે કે, પાંચ વર્ષ જૂના પ્રેમ લગ્નનો વિવાદ હતો. નટુ પરમારના દીકરા કૌશિકે પાંચ વર્ષ પહેલા માલવિકા સાથે પ્રેમ લગ્ન કર્યા હતાં. આ પણ વાંચો: ગઇકાલે જ વહુએ ફોન કરી હુમલાનું કહેલું, ભાસ્કર પાસે રેકોર્ડિંગ ગર્ભપાતને લઈને બંને પક્ષે ઉગ્ર ઝઘડા ચાલતા હતાં જોકે, છેલ્લા છ મહિનાથી બંને વચ્ચે વિવાદ ચાલ્યો આવતો હતો. આ વિવાદનું મુખ્ય કારણ માલવિકાનો થયેલો ગર્ભપાત હતો. ગર્ભપાત કઈ રીતે થયો અને તે માટે કોણ જવાબદાર છે, તે બાબતે બંને પક્ષો વચ્ચે ઉગ્ર ઝઘડા ચાલતા હતાં. આ જ અદાવતમાં માલવિકાના સંબંધીઓએ નટુ પરમારની હત્યા કરી હતી. આરોપીઓ રાણીપથી બનાસકાંઠા ફરાર થયા હતાં આરોપીઓએ પોલીસ પકડથી બચવા માટે મોટો પ્લાન બનાવ્યો હતો. હત્યા કર્યા બાદ આરોપીઓ બાઇક લઈને રાણીપ પહોંચ્યા, ત્યાં બાઇક મૂકીને બસ સ્ટેન્ડથી બનાસકાંઠા ફરાર થઈ ગયા હતાં. પોલીસને થાપ આપવા માટે તેઓ સતત લોકેશન બદલતા હતા અને નાના ગેસ્ટ હાઉસ કે મંદિરોમાં આશરો લેતા હતાં. હજુ એક આરોપી ફરાર જોકે, ઝોન 7 LCB અને આનંદનગર પોલીસે ટેકનિકલ સોર્સ અને બાતમીના આધારે કાંતિ વાણા, ભાવેશ પરમાર અને હસમુખ વાઘેલાને બનાસકાંઠાથી દબોચી લીધા છે, જ્યારે કેતન ગળચોટ હજુ પણ પોલીસ પકડથી દૂર છે જેને પકડવા માટે ચક્રોગતિ કર્યા છે.
    Click here to Read More
    Previous Article
    પાલનપુરમાં ઘરમાંથી 12.35 લાખનો ગાંજો ઝડપાયો:SOGએ એક આરોપીને પકડી વધુ તપાસ હાથ ધરી
    Next Article
    ભારતીય મઝદૂર સંઘે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું:પાટણમાં વિવિધ માંગણીઓ સાથે રજૂઆત કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment