Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાલનપુરમાં ઘરમાંથી 12.35 લાખનો ગાંજો ઝડપાયો:SOGએ એક આરોપીને પકડી વધુ તપાસ હાથ ધરી

    3 days ago

    પાલનપુર શહેરમાં માનસરોવર ફાટક પાસે આવેલા ખોડિયારનગર વિસ્તારમાં એક રહેણાંક મકાનમાંથી બનાસકાંઠા SOGએ મોટા પ્રમાણમાં ગાંજો ઝડપી પાડ્યો છે. પોલીસે ઘરમાંથી ગાંજાનું વેચાણ કરતા એક શખ્સની ધરપકડ કરી છે. જપ્ત કરાયેલા ગાંજાની બજાર કિંમત આશરે રૂ. 12.35 લાખ આંકવામાં આવી છે. બનાસકાંઠા રેન્જ પોલીસ મહાનિરીક્ષક પરીક્ષિતા રાઠોડ અને જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુમ્બે દ્વારા માદક પદાર્થોની હેરાફેરી અને વેચાણ કરતા તત્વોને પકડવા માટે કડક સૂચનાઓ આપવામાં આવી હતી. આ સૂચનાઓના આધારે, SOG શાખા સક્રિય બની હતી. SOG શાખાના પોલીસ ઇન્સ્પેક્ટર એસ.એમ. પટણીના સુપરવિઝન હેઠળ, પો.સબ.ઇન્સ જે.જે. સરવૈયા અને SOG સ્ટાફના ગૌરવકુમાર, સંકેતકુમાર અને મયંકકુમાર પાલનપુર શહેરમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા. તે દરમિયાન, તેમને બાતમીદાર મારફતે ચોક્કસ માહિતી મળી હતી કે મૂળચંદભાઈ કેશાભાઈ સલાટ (રહે. માનસરોવર ફાટક, ખોડીયારનગર, અગ્રેસન સોસાયટીની સામે, પાલનપુર) પોતાના ઘરે ગાંજો રાખી તેનું વેચાણ કરે છે. આ બાતમીના આધારે, પો.ઇન્સ એસ.એમ. પટણીએ NDPS એક્ટ હેઠળ રેડનું આયોજન કર્યું. પંચો સાથે સદરહુ જગ્યાએ દરોડો પાડતા, મૂળચંદભાઈ કેશાભાઈ સલાટના કબજા ભોગવટાના ઘરમાંથી 24.713 કિલોગ્રામ ગાંજો મળી આવ્યો હતો, જેની કિંમત 12,35,650/- રૂપિયા છે. ગાંજા ઉપરાંત, પોલીસે ગાંજો વજન કરવા માટે ઉપયોગમાં લેવાતો ઇલેક્ટ્રિક વજન કાંટો, એક સ્ટેપ્લર, પ્લાસ્ટિકની નાની પારદર્શક થેલીઓનું એક બંડલ અને રોકડ રૂ. 1150 જપ્ત કર્યા હતા. આમ, કુલ રૂ. 12,42,400નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આરોપી મૂળચંદભાઈ કેશાભાઈ સલાટ (ઉંમર 39) વિરુદ્ધ NDPS એક્ટ હેઠળ પાલનપુર શહેર પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    સુરતની મમતા મલ્ટિ-સ્પેશિયાલિટી હોસ્પિ.માં ગેરકાયદે ગર્ભપાતનું રેકેટ ઝડપાયું:ફાર્માસિસ્ટ ગેરકાયદે ગર્ભપરીક્ષણ ને ઓપરેશન કરતો, ગુનો નોંધાયો; હોસ્પિટલ સીલ
    Next Article
    જીવરાજ બ્રિજ નીચે વેવાઈની હત્યા કરનાર 3 શખસ ઝડપાયા:ગર્ભપાતના વિવાદમાં પુત્રવધૂના પિયરના લોકોએ લોખંડના પાઇપના 36 ફટકા મારીને મર્ડર કર્યુ'તું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment