Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઈમાનદાર કરદાતાઓએ મનપાની તિજોરી છલકાવી:રાજકોટમાં વેરા વળતર યોજનાને જબરો પ્રતિસાદ : 3 માસમાં જ 3.44 લાખ કરદાતાઓએ રૂ.245 કરોડ ચૂકવ્યા

    21 hours ago

    રાજકોટનાં ઈમાનદાર કરદાતાઓએ મનપાની તિજોરીને છલકાવી દીધી છે. ચાલુ વર્ષે 7 એપ્રિલથી લઈને જૂનનાં અંત સુધી એટલે કે માત્ર ત્રણ મહિનામાં કુલ 3.44 લાખ કરદાતાઓએ મનપાની તિજોરીમાં રૂ. 245 કરોડ ચૂકવી દેતા તંત્રનો વાર્ષિક ટાર્ગેટ 60% જેટલો પૂરો થઈ ચૂક્યો છે. જોકે આ માટે મનપા તંત્ર દ્વારા ઈમાનદારીની ભેટ તરીકે કરદાતાઓને કુલ રૂ.27 કરોડ જેટલું વળતર આપવામાં આવ્યું છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ વધુમાં વધુ લોકો દ્વારા ઓનલાઈન વેરો ભરવામાં આવ્યો હતો અને કુલ 3.44 લાખ પૈકી 2.69 લાખ કરદાતાઓએ ઓનલાઇન માધ્યમો દ્વારા પોતાનો વેરો ચુકવ્યો હતો. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ એપ્રિલ માસથી વેરા વળતરની યોજનાનો પ્રારંભ કરાયો હતો. પ્રથમ તબક્કે એપ્રિલથી મે અંત સુધીમાં મહિલા કરદાતાઓને 15 ટકા તેમજ ઓન લાઇન 16 ટકા પુરૂષ કરદાતાઓને 10 ટકા અને ઓનલાઇન વેરો ભરનાનરાને 11 ટકા તેમજ સળંગ ત્રણ વર્ષ ઓનલાઇન વેરો ભરનારા પ્રમાણિક કરદાતાઓને વધુ 1 ટકા વળતર અપાયું હતું. આ પછી જૂન માસ દરમિયાન મહિલા કરદાતાઓને 10 તેમજ પુરૂષ કરદાતાઓને 5 ટકા અને ઓનલાઇન વેરો ભરનારાને 1 ટકા વધુ વળતર યોજના અમલમાં રાખવામાં આવી હતી. જૂન માસમા આ વળતર યોજના પુરી થઇ ત્યાં સુધીમાં મહાપાલિકામાં નોંધાયેલા 6 લાખ કરદાતાઓમાંથી 3,44,255 પ્રમાણિક કરદાતાઓએ રૂ. 245.45 કરોડનો વેરો ભરપાઇ કરીને મનપાની તિજોરી છલકાવી દીધી છે. આ સામે મહાનગરપાલિકાએ પણ રૂ.27.12 કરોડ જેવું વળતર ચુકવ્યું હતું. મહાનગરપાલિકા દ્વારા ડિજીટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવા ઓનલાઇન વેરો ભરનારા કરદાતાઓને લાંબા સમયથી 1 ટકા વધારાનું વળતર ચુકવવામાં આવે છે. મનપાની આ પહેલને કારણે ડિજિટલ પેમેન્ટ કરનારા નાગરિકોની સંખ્યા સતત વધી રહી છે. ચાલુ વર્ષે પણ આ કારણે જ વેરા વળતરની યોજનામાં સૌથી વધારે કરદાતાઓએ પોતાના ટેક્સની જુદા-જુદા ઓનલાઇન માધ્યમો દ્વારા ચુકવણી કરી છે. વેરો ભરપાઇ કરનારા કુલ 3,44,255 કરદાતામાંથી 2,69,120 કરદાતાઓએ રૂ. 177.60 કરોડ ઓનલાઇન વેરો ભરપાઇ ર્ક્યો હતો અને 1 ટકા વધુ વળતરનો લાભ લીધો હતો. જ્યારે 75,135 કરદાતાઓએ રૂ. 30.22 કરોડ ચેક મારફત અને 37.63 કરોડ રોકડથી વેરો ભરપાઇ ર્ક્યો હતો. મનપાનાં વેરા વિભાગના મેનેજર વત્સલ પટેલે આ અંગે જણાવ્યું હતું કે, ચાલુ વર્ષે પણ વેરા વળતર યોજનાને ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે. અને મનપામાં નોંધાયેલી કુલ 6 લાખ મિલકતો પૈકી અંદાજે 3.50 લાખ મિલકત ધારકોએ પોતાનો વેરો એડવાન્સમાં ભરી દેતા રૂ. 245 કરોડની આવક થઈ છે. એડવાન્સ વેરો ભરનારા તમામ કરદાતાઓને મળીને રૂ. 27 કરોડથી વધુ વળતર પણ આપવામાં આવ્યું છે. બાકી રહેલા 2.50 લાખ મિલકત ધારકો પણ પોતાનો વેરો ઝડપથી ભરીને સિલિંગ જેવી કડક કાર્યવાહીથી બચે તેવી અપીલ પણ તેમણે કરી છે.
    Click here to Read More
    Previous Article
    અરવલ્લીના શામળાજીની ગોદરી નદીમાં નવા નીર આવ્યા:ઉપરવાસમાં ભારે વરસાદથી સિઝનમાં પ્રથમવાર પાણીની આવક
    Next Article
    Gujarat Breaking News | 11 વાગ્યા સુધીના તમામ મહત્વના સમાચાર | Gujarat Rain Update News | News18

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment