Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ધો.3 ભણેલા ભાવનગર ભાજપના સંગઠન મંત્રીનું 300 કરોડનું ફ્રોડ:ધામેચા બંધુ 100 એજન્ટ રાખી 20% રિટર્નની લાલચ આપતા, 35 ગામના લોકોને છેતર્યા, એજન્ટના ભાસ્કર સામે ઘટસ્ફોટ

    10 hours ago

    ભાવનગર નજીકના ફરિયાદકા ગામના બે પિતરાઈ ભાઈઓ યોગેશ ધામેચા અને સંજય ધામેચાએ 20% વળતરની લાલચ આપી શેરબજારમાં રોકાણના નામે સિદસર, ફરિયાદકા અને ચિત્રાના 6 યુવકો સાથે રૂ.93 લાખની ઠગાઈ આચરી હતી. પરંતુ આ આંકડો હવે 300-400 કરોડને પાર જવાની શક્યતા છે. આ પોન્ઝી સ્કીમની સ્કેમને લઈ દિવ્ય ભાસ્કર ફરિયાદકા ગામે આવેલા ધામેચા બંધુઓના ઘરે પહોંચ્યું હતું. જ્યાં તેના પરિવારજનો, સામાજિક કાર્યકર અને એજન્ટ સાથે સમગ્ર કેસ અંગે જાણવાની કોશિષ કરી હતી. જેમાં સૌથી મોટો ખુલાસો એ થયો કે, યોગેશ ધામેચા ભાજપનો સંગઠન મંત્રી છે. કરોડો રૂપિયા એકત્ર કરીને બે માસથી ફરાર થઈ ગયા હતા પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, આરોપીઓ એક વ્યક્તિ પાસેથી મોટી રકમ મેળવી અન્ય વ્યક્તિને આપેલા વચન મુજબ 20% વ્યાજ ચૂકવી રોકાણકારોનો વિશ્વાસ જીતતા હતા. ત્યારબાદ કરોડો રૂપિયા એકત્ર કરીને અંદાજે બે માસથી ફરાર થઈ ગયા હતા. શરૂઆતમાં સાત રોકાણકારોની ફરિયાદના આધારે રૂ.1,03,14,500ની છેતરપિંડી સામે આવી હતી. જોકે LCBની તપાસ દરમિયાન વધુ આઠ રોકાણકારો આગળ આવતા ફરિયાદની રકમ વધીને રૂ. 1 કરોડ 29 લાખ 4 હજાર 500 થઈ છે. બીજી તરફ, પીડિતોના જણાવ્યા મુજબ બંને ધામેચા બંધુઓએ અંદાજે રૂ. 400 કરોડથી વધુનું કૌભાંડ આચર્યું હોવાનું તેઓ દાવો કરી રહ્યા છે. 43 વર્ષયી સંજય ધામેચા ધો-12 સુધી ભણેલો આ સમગ્ર પ્રકરણ અંગે દિવ્ય ભાસ્કરની ટીમ આજે ફરિયાદકા ગામે પહોંચી હતી, જ્યાં તપાસ દરમિયાન અનેક ચોંકાવનારી વિગતો સામે આવી છે. છેતરપિંડીના કેસનો મુખ્ય આરોપી સંજય ધામેચાનું ઘર સીસીટીવીથી સજ્જ કરવામાં આવ્યું છે. તેના ઘરે પહોંચતા તેમના પરિવારે જણાવ્યું હતું કે, સંજય ધામેચાની આશરે 43 વર્ષની ઉંમર છે. તેના લગ્ન થયેલા છે. સંજય ડ્રાઈવિંગનું કામ કરી જીવનનિર્વાહ કરતો બાળકોમાં એક પુત્ર અને એક પુત્રી છે અને તેના પિતા નિવૃત્ત શિક્ષક છે. સંજયે ધો.12 સુધી અભ્યાસ કર્યા બાદ ITIમાંથી ઇલેક્ટ્રિશિયનનો કોર્સ કર્યો હતો. ત્યારબાદ વ્યવસાયે ઈકો વાહન ચલાવી જીવનનિર્વાહ કરતો હતો. પરિવારના જણાવ્યા મુજબ તે મંડળનું કામ કરતો હોવાનું જણાવ્યું હતું, પરંતુ તેના શેરબજાર કે રોકાણના વ્યવસાય અંગે પરિવારને કોઈ જાણકારી ન હોવાનું જણાવ્યું હતું. ધો-3 સુધી ભણેલો યોગેશ બે વર્ષથી ભાજપમાં સંગઠન મંત્રી ત્યારબાદ યોગેશ ધામેચાના ઘરે પહોંચ્યા હતા. તપાસ કરતા યોગેશ ધામેચા જેની અંદાજીત ઊંમર 28થી 30 વર્ષની છે. તેના પરિવારમાં માતા અને 3 ભાઈઓ છે. જેમાં યોગેશ બીજા નંબરનો દીકરો છે અને તેણે ધો. 3 સુધીનો અભ્યાસ કર્યો છે. તેના લગ્ન થઈ ગયા છે અને બાળકોમાં એક પુત્ર અને એક પુત્રી છે. રાજકીય કનેક્શન અંગે પૂછતા યોગેશ જણાવ્યું હતું કે, તે છેલ્લા બે વર્ષથી ભાજપમાં સંગઠન મંત્રી છે. 35 ગામોના અલગ અલગ રોકાણકોરો ભોગ બન્યા ફરિયાદકા ગામના સામાજિક કાર્યકર્તા બળવંત બોરીચાએ જણાવ્યું હતું કે, બે-અઢી વર્ષથી આ બધુ ચાલતું હતું અને મને છેલ્લા એક વર્ષથી આ ઘટનાની બધી જાણ થઈ હતી. આમાં અંદાજીત 30થી 35 ગામોના અલગ અલગ જગ્યાએથી રોકાણકોરો છે અને હજારો માણસો આમાં ભોગ બન્યા છે. આ બંને ભાઈઓમાંથી યોગેશ ધામેચા છેલ્લા 15 વર્ષથી ભાજપનો સક્રિય કાર્યકર્તા છે. યોગેશ સારા એવા દિગ્ગજ મોટા નેતાઓ સાથે સંકળાયેલો છે. 5થી 10 લોકો સંજયના બધા કામ સંભાળી લેતા હતા સંજય ધામેચા સાથે 5થી 10 લોકો 24 કલાક સાથે રહેતા. રાત-દિવસ હરવું-ફરવું, એના એકાઉન્ટનું કામ સંભાળવું, પૈસાની લેવડ-દેવળ, કોઈપણ જગ્યાએ લઈ જવા આ તમામ કાર્યો પાંચથી 10 લોકો જ સંભાળતા હતા. હું તો એવું ઈચ્છું છું કે, તપાસમાં આ લોકોની પણ તપાસ થવી જોઇએ તો જ ખ્યાલ આવશે કે આમાં કોણ કોણ કેટલું ઊંડાણપૂર્વક ઉતરેલું છે અને ગુનામાં કોણ કોણ સામેલ છે. 'અંદાજીત 300થી 350 કરોડનું આ કૌભાંડ છે' મારા ખ્યાલ મુજબ અંદાજીત 300થી 350 કરોડનું આ કૌભાંડ છે. આ બધુ એજન્ટો મારફતે કરવામાં આવતું હતું અને શરૂઆતમાં તે પર્સનલી બધા સાથે કોમ્યુનિકેશન કરતો કે, ભાઈ હું આ રીતે બિઝનેસ ચલાવું છું. તમને ઈન્ટરેસ્ટ હોય તો આમાં ઇન્વેસ્ટ કરો. આમ જોઈ તો એક પ્રકારનું બહુ મોટાપાયે ફ્રોડ છે. અત્યારે માણસો આ ભૂખમરી, મોંઘવારીના સમયમાં એવું ઇચ્છતા હોય છે કે, આપણે ક્યાંક બે-પાંચ પૈસા કમાઈએ. એટલે આ લાલચ અને લોભમાં આવીને ભોગ બનનારો આ પગલાં ભરે છે. '20%નું વળતર ચૂકવવાની બંનેએ બાંહેધરી આપી હતી' આ મુદ્દે એજન્ટ તરીકે કામ કરતા રઘુભાઈ વાઘેલાએ જણાવ્યું હતું કે, હાલમાં મારા અંડરમાં 20થી 25 લોકો છે અને 20%નું વળતર ચૂકવવાની બંનેએ મને બાંહેધરી આપી હતી. સંજયે સ્ટેમ્પ પેપર લખાણ આપ્યું હતું અને તેનો વિશ્વાસ કરી મેં રોકાણ કર્યું હતું. અંદાજે મારા ખાતામાં 56 લાખ 70 હજાર જેટલા રૂપિયા પડ્યા છે. જેમાં 20% ટકા વળતર આપવાનું હતું અને મારા ખાતામાં જે છે એ બધા નાના, ગરીબ માણસોના પૈસા છે. 'મારા પર્સનલ 7થી 8 લાખ રૂપિયા ડૂબી ગયા હતા' મારી એક એજન્ટ તરીકે જવાબદારી બને છે કે, હું એમના માટે અવાજ ઉઠાવું, લડું અને રોકાણકારોના પૈસા પરત આવે તે માટે હું એમને પૂરેપૂરી મદદ કરીશ. મારા પર્સનલ 7થી 8 લાખ રૂપિયા હતા જે મેં મારું સારૂ ઘર બનાવવા ભેગા કર્યા હતા. અત્યારે હાલ એ ઘરમાં પાણી પડે છે, પણ જે મારા પૈસા ડૂબી ગયા તો મારો વિશ્વાસ પણ તૂટી ગયો કે હવે આ મકાન આગળ નહીં વધે. 'મેં વિશ્વાસ મૂકીને રોકાણ કર્યું તો વિશ્વાસઘાત થયો' વધુમાં રઘુભાઈ વાઘેલાએ જણાવ્યું હતું કે, આમાં કૂલ 150થી વધુ એજન્ટો હતો અને હું પણ એજન્ટ હતો. હું સ્થાનિક છું એટલે અમે અવારનવાર મળતા હતા. એમણે મને કહ્યું કે, તું આમાં રોકાણ કર તો તારૂં મકાનને બધું અને તારી જે કન્ડિશન છે તેમાંથી તું બહાર નીકળી જઈશ. મેં વિશ્વાસ મૂકીને આમાં રોકાણ કર્યું હતું. આજે મારી સાથે વિશ્વાસઘાત થયો. 'નાના, ગરીબોને વળતર પરત અપાવવા પ્રયત્ન કરીશ' બંને ભાઈએ મને 20% નું વળતર ચૂકવવાના હતા. આ દરમિયાન કસ્ટમરોના મારી ઉપર ફોન આવવા લાગ્યા હતા. જે કસ્ટમરો નાના, ગરીબ અને શોષિત માણસોનો અવાજ બનીશ અને એક એજન્ટ તરીકે આગેવાની લઈને તેમને વળત પરત અપાવવા પર્યત્ન કરીશ. 'હું દાડીએ જઉં પછી સાંજે ઘરે આવું, મને કંઈ ખબર નથી' કૌભાંડી યોગેશ ધામેચાની લીલાબેન માતાએ જણાવ્યું હતું કે, આ બાબતે અમને કંઈ ખબર નથી. અમે મજૂર માણસ છીએ. હું દાડીએ જઉં પછી સાંજે ઘરે પાછી આવું. એ શું કરતો એ ખબર નથી. 20%-20% કરતો એ આપણને ખબર ન હોય અને હું કંઈ ભણેલી નથી નહીં તો મને કંઈ ખબર હોય. હું દાડી કરી સાંજે આવતી. ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં 100 ભોગગ્રસ્તો સામે આવ્યા આ અંગે LCBના PSI આર. એ. વાઢેરે દિવ્ય ભાસ્કર સાથેની ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, શેરબજારમાં માર્કેટિંગના બહાને રોકાણ કરાવી રોકાણકારો સાથે છેતરપિંડી કરનાર બંને પિતરાઈ ભાઈઓ હાલ તા. 13 જુલાઈ સુધી પોલીસ રિમાન્ડ પર છે અને તેમની ઊંડાણપૂર્વક પૂછપરછ ચાલી રહી છે. આ બનાવમાં શરૂઆતમાં 7 અને ત્યારબાદ 8 ભોગગ્રસ્ત સામે આવ્યા હતા, પરંતુ હાલ ક્રાઇમ બ્રાન્ચની તપાસ દરમિયાન અંદાજિત 100 જેટલા ભોગગ્રસ્તો સામે આવ્યા છે. રોકાણકારોએ નાણાંનું રોકાણ કર્યું છે અને તેમની સાથે છેતરપિંડી થઈ હોવાનું જણાય છે, તે તમામ લોકોના દસ્તાવેજી પુરાવા એકત્ર કરવાની તેમજ તેમના નિવેદનો નોંધવાની કામગીરી ચાલી રહી છે. આરોપી યોગેશ ધામેચા ભારતીય જનતા પાર્ટીમાં કોઈ હોદ્દો ધરાવે છે કે નહીં તે અંગે પૂછતાં PSI વાઢેરે જણાવ્યું હતું કે, હાલ સુધીની પોલીસ તપાસમાં તે બાબત અંગે કોઈ પુરાવો કે હકીકત સામે આવી નથી. સાથે જ તેમણે અપીલ કરી હતી કે, જે કોઈ રોકાણકારો સાથે આ પ્રકારની છેતરપિંડી થઈ હોય તેઓ જરૂરી આધાર-પુરાવા અને દસ્તાવેજો સાથે ક્રાઇમ બ્રાન્ચ કચેરીનો સંપર્ક કરી કાયદેસરની કાર્યવાહી માટે આગળ આવે.
    Click here to Read More
    Previous Article
    દાનના કરોડો રૂપિયા ક્યાં જાય છે?:મહાકાલમાં સોના-ચાંદીનો હિસાબ નથી; ઓમકારેશ્વરમાં VIP દર્શનની કરોડોની કમાણી પર મૌન, સરકારી ચોપડે શ્રદ્ધાનો હિસાબ અધૂરો
    Next Article
    India, NZ Plan Strategic Partnership Including Maritime Security

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment