Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નવસારી મનપા કચેરીમાં ફાયર સેફ્ટીનો અભાવ:3 માળ વચ્ચે માત્ર 3 અગ્નિશામક બોટલ, ઇમરજન્સી એક્ઝિટ પણ નથી

    1 week ago

    નવસારી મહાનગરપાલિકા દ્વારા શહેરમાં ફાયર સેફ્ટી મુદ્દે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. જોકે, 'દીવા તળે અંધારું' જેવી સ્થિતિ સર્જાઈ છે, કારણ કે મહાનગરપાલિકાની પોતાની મુખ્ય કચેરીમાં જ ફાયર સેફ્ટીનો સદંતર અભાવ જોવા મળી રહ્યો છે. ત્રણ માળની આ કચેરીમાં માત્ર ત્રણ જ ફાયર એક્સ્ટિંગ્યુસર છે અને ઈમરજન્સી એક્ઝિટ પણ ગાયબ છે. મહાનગરપાલિકા ભવનના ત્રણ માળ પર માત્ર ત્રણ જ ફાયર એક્સ્ટિંગ્યુસર (અગ્નિશામક બોટલ) ઉપલબ્ધ છે. કચેરીના કામકાજના કલાકો દરમિયાન અહીં મોટી સંખ્યામાં અરજદારો, રાજકારણીઓ, ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને અધિકારીઓની અવરજવર રહે છે. આવી ભીડભાડ વચ્ચે જો આગની કોઈ મોટી હોનારત સર્જાય, તો બચવા માટે માત્ર એક જ મુખ્ય એક્ઝિટ છે. ઈમરજન્સીના સમયે બહાર નીકળવા માટે અન્ય કોઈ વૈકલ્પિક એક્ઝિટ બનાવવામાં આવ્યું નથી, જે મોટી દુર્ઘટનાને આમંત્રણ આપી શકે છે. નવનિર્વાચિત પાંખે સત્તા સંભાળી છે ત્યારે કચેરીમાં પૂરતી સેફ્ટી સુવિધા ઉભી કરવી અનિવાર્ય બની છે. આ મુદ્દે વિપક્ષે શાસક પક્ષ પર આકરા પ્રહારો કર્યા છે. વોર્ડ નંબર 4 ના કોંગ્રેસી નગરસેવિકા પ્રભાબેન નરેશકુમાર વલસાડીયાએ જણાવ્યું કે, નવસારી મહાનગરપાલિકા બન્યાને 16 મહિના થઈ ગયા છે અને એક મહિનાથી નવી બોડી, કમિશનર તેમજ મેયર પણ આવી ગયા છે. તેમણે મેયરના વિકાસની વાતો પર પ્રશ્ન ઉઠાવતા કહ્યું કે, મેયર વિકાસ ગતિ પકડી રહ્યો હોવાની મોટી મોટી વાતો કરે છે અને ગઈકાલે તેમણે વૃક્ષારોપણ કર્યું, પરંતુ જ્યારે 22 કરોડ જેટલા ઝાડ-વૃક્ષો કાપી નાખવામાં આવ્યા ત્યારે કેમ પર્યાવરણ યાદ ન આવ્યું? વલસાડીયાએ વધુમાં ઉમેર્યું કે, આજે મનપા કચેરીમાં જ સેફ્ટી નથી. સવારના 11થી સાંજના 6 વાગ્યા સુધી અહીં હજારો લોકો આવે છે, તેમના જીવનું શું? લોકોની વાત તો ઠીક, પરંતુ જે કર્મચારીઓ સવારથી સાંજ સુધી ઓફિસમાં બેસીને લોકો માટે કામ કરે છે, તેમની સેફ્ટીની જવાબદારી કોની છે? આ સમગ્ર મામલે ઇન્ચાર્જ ફાયર ઓફિસર નંદલાલ ટંડેલે માહિતી આપતા જણાવ્યું હતું કે, નિયમ મુજબ સરકાર તરફથી આપણને જરૂરી સાધનો ફાળવવામાં આવ્યા છે. GUDC અને સ્ટેટ ગવર્મેન્ટ તરફથી આપણને TTL (ટર્ન ટેબલ લેડર) એટલે કે હાઇડ્રોલિક પ્લેટફોર્મ, વોટર બાઉઝર, ફોમ ટેન્ડર, મીની ટેન્ડર જેવા અત્યાધુનિક સાધનો ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. અગાઉ નગરપાલિકાના જે હયાત સાધનો હતા, તે 15 વર્ષ કરતાં વધુ જૂના થઈ ગયા હોવાથી તેને નિયમ અનુસાર કન્ડમ (ભંગારમાં) જાહેર કરવામાં આવ્યા છે.
    Click here to Read More
    Previous Article
    જમીન પર ઢળી પડેલી આનંદીનો છેલ્લો શોકિંગ CCTV:14 વર્ષની બાળકી મામાના ઘરે રમતાં-રમતાં ઢળી પડી, પરિવારે બચાવવાના ઘણાં પ્રયત્નો કર્યા પણ બંધ થયેલી આંખો ફરી ના ખુલી
    Next Article
    સુરતના ભૂતિયા ડિમોલિશનના પડઘા ગાંધીનગર સુધી પડ્યા, ગુપ્ત રાહે તપાસ:મેયર સહિતના પદાધિકારીઓની દોડી ગયા, કાર્યવાહી કરવા કોંગ્રેસનું 3 દિવસનું અલ્ટીમેટમ, ઉગ્ર આંદોલનની ચીમકી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment