Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સગીરાને હોટલમાં લઈ જઈ દુષ્કર્મ કરવા ડુપ્લિકેટ આધારકાર્ડ બનાવ્યું:વાસણામાં 3 સગીરા અને 3 યુવક શંકાસ્પદ લાગતાં પોલીસ સ્ટેશને લવાતાં ભાંડો ફૂટ્યો, 3 યુવકની ધરપકડ

    1 week ago

    દિન પ્રતિદિન લવ જેહાદના કિસ્સાઓ વધી રહ્યા છે. અમદાવાદમાં છેલ્લા એક અઠવાડિયામાં લઘુમતી સમાજના યુવકો દ્વારા હિન્દુ સગીરાઓને પ્રેમજાળમાં ફસાવીને છેડતી તેમજ દુષ્કર્મ કર્યા હોવા અંગેની ફરિયાદો સામે આવી છે. વાસણા વિસ્તારમાં રહેતી સગીરાઓને ત્રણ યુવકોએ ફસાવી હતી અને સગીરાને હોટલમાં લઈ જવા માટે વધુ ઉંમરવાળું નકલી આધાર કાર્ડ પણ બનાવ્યું હતું. વાસણા પોલીસે આ મામલે નકલી આધાર કાર્ડ બનાવનાર અને સગીરાઓને પ્રેમજાળમાં ફસાવી છેડતી કરનાર ત્રણ આરોપીઓ સહિત કુલ ચાર આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. સોલા વિસ્તારમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના ફાયર વિભાગમાં કોન્ટ્રાક્ટ પર ડ્રાઇવર તરીકે નોકરી કરનારા લઘુમતી સમાજના યુવકે સગીરાને પ્રેમજાળમાં ફસાવી હતી અને ત્યારબાદ તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. તેમજ માર પણ માર્યો હતો. આ સમગ્ર મામલે સોલા અને વાડજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે આરોપી યુવકની ધરપકડ કરી છે. ત્રણ આરોપીની ધરપકડ ઝોન 7 ડીસીપી શિવમ વર્માએ જણાવ્યું હતું કે વાસણા વિસ્તારમાં રહેતી ત્રણ સગીરાને ત્રણ યુવકો દ્વારા પ્રેમજાળમાં ફસાવવામાં આવી હતી. આરોપી યુવકો મલાવ તળાવ અને પરિમલ ગાર્ડન જેવા વિસ્તારોમાં સગીરાને લઈ જતા હતા અને તેની સાથે છેડતી કરતા હતા. આ સમગ્ર મામલે વાસણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે ત્રણ આરોપીની ધરપકડ કરી છે. સગીરાની ઉંમર વધુ બતાવવા નકલી આધારકાર્ડ બનાવ્યું આરોપી એક સગીરાને હોટલમાં લઈ જવા માટે એની ઉંમર વધુ બતાવવા માટે અરવિંદ ચૌહાણ નામના આરોપી દ્વારા ખોટું આધાર કાર્ડ બનાવવામાં આવ્યું હતું. જેમાં સગીરાનું નામ લઘુમતી સમાજની યુવતી તરીકે દર્શાવવામાં આવ્યું હતું. જોકે હોટલમાં જાય તેની પહેલા જ આરોપીઓ ઝડપાયા છે. એક આરોપીની હાલ ધરપકડ બાકી છે. સગીરાને હોટલમાં લઈ જવાના બદઈરાદાથી નકલી આધારકાર્ડ બનાવડાવ્યું સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ વાસણામાં રહેતા ત્રણ યુવકો અમીરઅલી શેખ, મોહમંદ સીરાજ સલમાની અને અલ્તાબ અલી અન્સારીએ એક સગીરા અને તેના સાથેની બે તેની સગીર બહેનપણીઓને પ્રેમજાળમાં ફસાવી હતી. આ ત્રણેય આરોપીઓએ સગીરાને હોટલમાં લઈ જવાના બદઈરાદાથી તેનું ખોટું નામ અને ખોટી ઉંમરવાળું નકલી આધારકાર્ડ બનાવડાવ્યું હતું. સગીરાના આધારકાર્ડમાં નામ લઘુમતી સમાજનું પણ હાથમાં દોરો અને ગળામાં માતાજીનું લોકેટ રિવરફ્રન્ટ પર ત્રણ છોકરીઓ ત્રણ લઘુમતી સમાજના છોકરાઓ સાથે ઉભી હતી. આ દરમિયાન હિન્દુ સંગઠન VHPના કાર્યકર્તાઓને શંકા ગઈ એટલે નામ પૂછ્યું. છોકરાએ છોકરીનું નામ નાઝીન બેગમ હોવાનું જણાવ્યું અને આધાર કાર્ડમાં પણ એ જ નામ હતું, પરંતુ કાર્યકર્તાઓને હજુ પણ શંકા હતી, કારણ કે છોકરીએ હાથમાં દોરો બાંધ્યો હતો અને ગળામાં માતાજીનું લોકેટ પહેર્યું હતું. પૂછપરછ કરતા સત્ય સામે આવ્યું કે ત્રણેય છોકરીઓ હિન્દુ હતી અને તેમની ઉંમર 16-17 વર્ષ જ હતી. જ્યારે તેમની સાથે રહેલા લઘુમતી સમાજના યુવકો 20 વર્ષથી વધુ ઉંમરના હતા. આ બાબતે વાસણા પોલીસ સ્ટેશનમાં પોક્સો (POCSO) હેઠળ ગુનો દાખલ કરી તેમની ધરપકડ કરવામાં આવી છે. હોનિસ્ટા એપમાં નકલી આધારકાર્ડ બનાવ્યું આરોપીઓએ નકલી આધારકાર્ડ બનાવવા માટે હોનિસ્ટા નામની એપ્લિકેશનનો ઉપયોગ કરી સગીરાના નામે બોગસ આધારકાર્ડ બનાવ્યા હતા. આરોપીઓ અને સગીરાઓ તેમના ઘરની આસપાસના વિસ્તારમાં જ રહે છે અને તમામ લોકો એકબીજાને ઓળખે જ છે. દોઢેક વર્ષથી તેઓ એકબીજાને ઓળખતા હોવાથી પ્રેમજાળમાં ફસાવી અલગ અલગ જગ્યા ઉપર લઈ જઈ અને છેડતી કરી હતી. સમગ્ર મામલે વાસણા પોલીસે હાલ ત્રણેય આરોપીઓની ધરપકડ કરી છે. વાડજની ઘટનામાં VHPના કાર્યકર્તા અને છોકરીના પિતા સામે પણ ફરિયાદ VHPના પ્રમુખે જણાવ્યું કે, કાર્યકર્તાઓએ જ તાજેતરની ઘટનાઓનો પર્દાફાશ કર્યો છે. જેમાં લઘુમતી સમાજના યુવકો દ્વારા હિન્દુ સગીરાઓને નિશાન બનાવવામાં આવી હતી. પહેલા કિસ્સામાં, જ્યારે એક યુવક દીકરીને બ્લેકમેલ કરી તેની સાથે મારામારી કરી રહ્યો હતો, ત્યારે VHP કાર્યકર્તાઓ ત્યાં એકઠા થયા હતા અને આરોપીને પકડીને પોલીસને હવાલે કર્યો હતો. બીજા કિસ્સામાં, રિવરફ્રન્ટ પર શંકાસ્પદ રીતે ઉભેલા યુવકોની પૂછપરછ દરમિયાન VHP કાર્યકર્તાઓએ શોધી કાઢ્યું કે તે છોકરીઓ હિન્દુ હતી અને ત્યારબાદ વાસણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવાઈ હતી. જોકે, વાડજની ઘટનામાં બનેલી મારામારીને કારણે VHPના ચાર કાર્યકર્તાઓ અને છોકરીના પિતા સામે પણ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. સોલામાં ફાયર વિભાગના કર્મીએ સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ આચર્યું શહેરના સોલા વિસ્તારમાં જ ફાયર વિભાગના એક કર્મચારીએ સગીરાને પ્રેમજાળમાં ફસાવી અપહરણ કરીને દુષ્કર્મ આચર્યું હતું. અશ્લીલ વીડિયો વાઇરલ કરવાની ધમકી આપી અનેક વખત શારીરિક શોષણ કરાયું હોવાનું પણ સામે આવ્યું છે. સગીરાને ફાયરકર્મી નારણપુરા ખાતે આવેલી હોટલમાં લઈ ગયો હતો અને ત્યાં તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યો હતો. લાંબા સમય બાદ ફરીથી સગીરાને ઉસ્માનપુરા ગાર્ડન ખાતે બોલાવી ધમકાવતા જાહેરમાં છેડતીનો બનાવ બન્યો હતો . જેથી યુવતીએ બૂમાબૂમ કરી હતી અને સ્થાનિકો ભેગા થઈ જતા લોકોએ આરોપી અને તેના સાગરિતને પાઠ ભણાવ્યો હતો. સમગ્ર મામલે વાડજ અને સોલા પોલીસ સ્ટેશનમાં ત્રણ ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે.
    Click here to Read More
    Previous Article
    મામાએ ભણવા આવેલી ભાણી પર ખરાબ નજર રાખી:18 વર્ષીય યુવતીને અઘટિત માંગણી કરી શરીરે અડપલાં કરતા કંટાળીને ઘર છોડ્યું, રખિયાલ પોલીસમાં ફરિયાદ
    Next Article
    Pakistan Nurtured Terror For Decades. It Has Now Come Home To Roost

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment