Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વોર્ડ 3 પેટાચૂંટણીમાં ભાજપના અક્રમ કુરેશીનો ભવ્ય વિજય:જૂનાગઢ મનપા વોર્ડ નં. 3 ની પેટાચૂંટણીમાં ભાજપનો દબદબો, અક્રમ કુરેશી 1998 મતોની જંગી સરસાઈથી વિજેતા બન્યા

    2 days ago

    ​જૂનાગઢ મહાનગરપાલિકાના વોર્ડ નંબર 3 ની બહુચર્ચિત પેટાચૂંટણીનું પરિણામ જાહેર થઈ ગયું છે, જેમાં ભારતીય જનતા પાર્ટીએ ભવ્ય વિજય મેળવીને પોતાનો દબદબો બરાબરનો જાળવી રાખ્યો છે. ભાજપના ઉમેદવાર અક્રમ કુરેશીએ પોતાના નજીકના હરીફ અને કોંગ્રેસના ઉમેદવાર અશરફ થઈમને 1998 મતોની જંગી સરસાઈથી પરાજય આપીને એકતરફી જીત હાંસલ કરી છે. આ બેઠક પર વિજય સાથે જ ભાજપના છાવણીમાં અને સમગ્ર જૂનાગઢ શહેરમાં વિજયોત્સવનો માહોલ સર્જાયો છે. અક્રમ કુરેશીએ જણાવ્યું હતું કે પહેલાં તો હું વોર્ડ નંબર ૩ ના તમામ ભાઈઓ, બહેનો અને વડીલોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે તેમણે મને જંગી બહુમતીથી વિજય અપાવ્યો છે. આ સાથે જ ભારતીય જનતા પાર્ટીના તમામ હોદ્દેદારો તથા મારા ભાઈઓનો પણ આભાર માનું છું. આ માત્ર અક્રમની જીત નથી, પરંતુ સમગ્ર વોર્ડ નંબર 3 ની જીત છે. ​છેલ્લા 12 વર્ષથી વોર્ડ નંબર 3 માં તમામ બેઠકો બિનહરીફ ચૂંટાઈ આવતી હોવાનો ઈતિહાસ રહ્યો છે, પરંતુ આ વખતે લાંબા સમયગાળા બાદ યોજાયેલી ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી અને જોરદાર રાજકીય ટક્કર જોવા મળી હતી. મતગણતરીની શરૂઆતથી જ ભાજપના ઉમેદવાર અક્રમ કુરેશીએ પ્રથમ રાઉન્ડથી પોતાની મજબૂત લીડ જાળવી રાખી હતી અને જેમ જેમ રાઉન્ડ આગળ વધતા ગયા તેમ તેમ તેમની સરસાઈ સતત વધતી ગઈ હતી. અંતે અક્રમ કુરેશીએ મોટા માર્જિનથી જીત મેળવીને વિરોધીઓને મોટો ફટકો આપ્યો હતો. ​અગાઉ આ વોર્ડમાં યોજાયેલા મતદાન દરમિયાન મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. ચુસ્ત અને કડક પોલીસ બંદોબસ્ત વચ્ચે યોજાયેલી મતદાનની પ્રક્રિયામાં વોર્ડના કુલ 13,919 નોંધાયેલા મતદારોમાંથી 8,024 નાગરિકોએ ઉત્સાહપૂર્વક પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો, જેના પરિણામે સમગ્ર વોર્ડમાં સરેરાશ 57.65 ટકા જેટલું નોંધપાત્ર મતદાન થયું હતું. આ મતદાનના બળે ભાજપના ઉમેદવારે મોટી સરસાઈ મેળવવામાં સફળતા મેળવી છે. ​ચૂંટણી પરિણામો જાહેર થતાંની સાથે જ ભાજપના આગેવાનો, કાર્યકરો અને સમર્થકોમાં ભારે ખુશીની લહેર ફરી વળી હતી. વિજેતા ઉમેદવાર અક્રમ કુરેશી અને ભાજપના કાર્યકરોએ પરિણામ બાદ એકબીજાને મીઠાઈ ખવડાવીને આ ભવ્ય જીતની ઉજવણી કરી હતી.
    Click here to Read More
    Previous Article
    નારણપુરાના વૃદ્ધ સાથે 15 લાખની છેતરપિંડી:મુંબઈના બે શખસોએ પૈસા બમણા કરવાની લાલચ આપી વૃદ્ધ પાસેથી પૈસા પડાવ્યા
    Next Article
    ચાંદીપુરા વાયરસથી પાટણમાં 5 વર્ષના બાળકનું મોત:ધારપુર હોસ્પિટલમાં બે દિવસની સારવાર બાદ નિધન, જિલ્લાનો પ્રથમ કિસ્સો; સમી તાલુકાનું વધુ એક બાળક સારવાર હેઠળ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment