Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ચોમાસામાં રેલ વ્યવહાર નહીં ખોરવાય:રાજકોટ રેલવે ડિવિઝને માત્ર 3 દિવસમાં અલિયાવાડામાં જૂના પાઇપ પુલના સ્થાને 2x2.54 મીટરનો નવો બોક્સ બ્રિજ બનાવ્યો, હજારો મુસાફરોને મળશે લાભ

    1 day ago

    પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝન દ્વારા રેલ માળખાને વધુ સુરક્ષિત, મજબૂત અને આધુનિક બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ સફળતા હાંસલ કરી છે. જેના કારણે હવે ચોમાસામાં રેલ વ્યવહાર નહીં ખોરવાય અને તેનો લાભ હજારો મુસાફરોને મળશે. રાજકોટ ડિવિઝન અલિયાવાડા યાર્ડમાં સ્થિત જૂના અને જર્જરિત પાઇપ પુલના સ્થાને અત્યાધુનિક RCC બોક્સ બ્રિજનું નિર્માણ કાર્ય પૂર્ણ કરવામાં આવ્યું છે. પ્રોજેક્ટ અંતર્ગત બ્રિજ નંબર 310, જે અગાઉ માત્ર 400 મીમી વ્યાસ ધરાવતો પાઇપ પ્રકારનો પુલ હતો, તેને હવે 2x2.54 મીટર સ્પાન ધરાવતા વિશાળ RCC બોક્સ બ્રિજમાં પરિવર્તિત કરવામાં આવ્યો છે. આ પરિવર્તનથી રેલવે ટ્રેકની ક્ષમતા અને સુરક્ષામાં મોટો સુધારો જોવા મળશે. વરિષ્ઠ ડિવિઝન વાણિજ્ય પ્રબંધક સુનીલ કુમાર મીનાએ આ અંગે જણાવ્યું હતું કે, આ આધુનિકીકરણનો મુખ્ય હેતુ પાણીના નિકાલની ક્ષમતામાં વધારો કરવો અને રેલવે ટ્રેકની મજબૂતી સુનિશ્ચિત કરવાનો છે. જૂના પુલમાં ડ્રેનેજની વ્યવસ્થા નબળી હોવાથી ચોમાસા દરમિયાન પાણીનો ભરાવો થતો હતો, જેને કારણે રેલવે સંચાલનમાં વારંવાર અવરોધો અને સુરક્ષા સંબંધિત જોખમો ઊભા થતા હતા. હવે નવા RCC બોક્સ બ્રિજના નિર્માણથી પાણીનો નિકાલ સુચારૂ રીતે થઈ શકશે, જે રેલવે ટ્રેકની સ્થિરતા જાળવી રાખવામાં અને સંભવિત અકસ્માતો નિવારવામાં અત્યંત મદદરૂપ સાબિત થશે. આ એન્જિનિયરિંગ કાર્યની સૌથી નોંધપાત્ર બાબત એ છે કે રાજકોટ ડિવિઝનના નિર્માણ વિભાગ દ્વારા આ જટિલ કામગીરી અત્યંત સુનિયોજિત રીતે માત્ર 3 દિવસના ટૂંકા ગાળામાં જ સફળતાપૂર્વક સંપન્ન કરવામાં આવી છે. અલિયાવાડા સ્ટેશન પર 3 રેલવે લાઈનોની નીચે આ કામગીરી કરવામાં આવી હોવા છતાં, ટેકનિકલ કાર્યક્ષમતા અને ઉચ્ચ સુરક્ષા માપદંડોને કારણે રેલ વ્યવહાર પર તેની ન્યૂનતમ અસર પડી હતી. આધુનિક સાધનો અને ચોકસાઈપૂર્વકના આયોજનને લીધે આ મુશ્કેલ કાર્ય નિર્ધારિત સમયમાં પૂર્ણ કરી શકાયું છે. ડિવિઝન રેલ પ્રબંધક ગિરિરાજ કુમાર મીનાએ આ માટે એન્જિનિયરિંગ ટીમને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે, રાજકોટ ડિવિઝન રેલ મુસાફરોની સુરક્ષા અને માળખાકીય વિકાસ માટે હરહંમેશ કટિબદ્ધ છે. સાથે જ આધુનિક ટેકનોલોજીના ઉપયોગ દ્વારા જૂની અસ્કયામતોને અપગ્રેડ કરવાની આ પ્રક્રિયા સતત ચાલતી રહેશે. અલિયાવાડા યાર્ડમાં આ નવા બ્રિજનું નિર્માણ એ ડિવિઝનની ઝડપી અમલીકરણ ક્ષમતા અને ગુણવત્તાયુક્ત કામગીરીનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડે છે. આ સુધારાથી ભવિષ્યમાં આ રૂટ પર ટ્રેનોની ગતિ અને સુરક્ષા બંનેમાં હકારાત્મક પરિણામો જોવા મળશે. આ બદલાવનો સીધો લાભ મુસાફરોને મળશે.
    Click here to Read More
    Previous Article
    કાણોદર હાઈવે પર રીક્ષામાં આગ લાગી:શોર્ટ સર્કિટથી ભડકો, ચાલકનો આબાદ બચાવ
    Next Article
    ખાડિયામાં પોળોમાં સર્વે કરાયો:ચોમાસા પહેલા દરિયાપુર, શાહપુર, જમાલપુર વિસ્તારોમાં ભયજનક મકાનોને નોટિસ, ત્રણ વર્ષમાં 1525 મકાનોને નોટિસ અપાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment