Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ખાડિયામાં પોળોમાં સર્વે કરાયો:ચોમાસા પહેલા દરિયાપુર, શાહપુર, જમાલપુર વિસ્તારોમાં ભયજનક મકાનોને નોટિસ, ત્રણ વર્ષમાં 1525 મકાનોને નોટિસ અપાઈ

    1 day ago

    આગામી દિવસોમાં ચોમાસાની શરૂઆત થવાની છે, ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં આવેલ ભયજનક તથા જર્જરિત મકાનોને લઈને જરૂરી ચેતવણી અને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. શહેરના કોટ વિસ્તારમાં દરિયાપુર, શાહપુર, ખાડિયા અને જમાલપુર સહિતના વિસ્તારોમાં આવેલા મકાનના ભયજનક અથવા જર્જરિત ભાગો તાત્કાલિક ધોરણે ઉતારી લેવા, જરૂરી રિપેરિંગ કરવા તેમજ કોઈ અકસ્માત સર્જાય નહીં તે માટે મકાન માલિકો, કબ્જેદારો અને સંબંધિત વ્યક્તિઓને નોટિસ આપવામાં આવી છે. કુલ 274 જેટલી નોટિસ આપી છે. દરિયાપુર, જમાલપુર સહિતના વિસ્તારોમાં પોળના જુના મકાનોનો સર્વે મધ્ય ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર રમ્ય ભટ્ટે જણાવ્યું હતું કે, ચોમાસા પહેલા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મધ્ય ઝોનના દરિયાપુર, જમાલપુર, શાહપુર, ખાડિયા સહિતના વિસ્તારોમાં પોળના જુના મકાનોનો સર્વે કરવામાં આવતો હોય છે. જે જર્જરીત- ભયજનક મકાનો હોય છે તેને નોટિસ પાઠવવામાં આવતી હોય છે. અત્યાર સુધીમાં 274 મકાનોને નોટિસ આપવામાં આવી છે, જેમાં ખાસ કરીને ખાડિયા વિસ્તારમાં જે પોળ આવેલી છે તેમાં તમામ મકાનો સર્વે હાથ ધરવામાં આવ્યો છે અને જે પણ ભયજનક મકાન જણાય તો નોટિસ આપી અને ઉતારી લેવા જણાવવામાં આવ્યું છે. માલિકો, કબ્જેદારો અને જવાબદાર વ્યક્તિઓને નોટિસ જો કોઈ મકાનનો ભયજનક ભાગ પડી જવાથી જાનમાલને નુકસાન થાય તો તેની સંપૂર્ણ જવાબદારી સંબંધિત મકાન માલિક, કબ્જેદાર અથવા જવાબદાર વ્યક્તિની રહેશે તે બાબત પણ AMC દ્વારા સ્પષ્ટ કરવામાં આવી છે. મધ્ય ઝોન વિસ્તારમાં વર્ષ 2026 દરમિયાન ભયજનક મકાનો અંગે સર્વે હાથ ધરાયો હતો. આ ભયજનક હાલતમાં આવેલા મકાનોના જોખમી ભાગો ઉતારવા તથા મકાન રિપેર કરવા માટે પ્રોપર્ટી ટેક્સ વિભાગ દ્વારા ધી જી.પી.એમ.સી. એક્ટની કલમ-264 હેઠળ નોટિસ આપવામાં આવી હતી. જેમાં ખાડિયા વોર્ડના ભયજનક મકાનોના માલિકો, કબ્જેદારો અને જવાબદાર વ્યક્તિઓને નોટિસ પાઠવવામાં આવી છે. ત્રણ વર્ષમાં કૂલ 1525 મકાનોને નોટિસ અપાઈ વર્ષ 2023થી વર્ષ 2025 સુધી કુલ 1251 તથા વર્ષ 2026માં 274 આમ કુલ 1525 જેટલા મકાનોને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ધી જી.પી.એમ.સી. એક્ટની કલમ-264 હેઠળ નોટિસ આપવામાં આવી હતી. આવા ભયજનક મકાનોના માલિકોને મકાનના જોખમી ભાગોને ઉતારવા, રિપેરિંગ કરવા અને નોટિસ મુજબ કાર્યવાહી તાત્કાલિક ધોરણે પૂર્ણ કરવા સૂચના આપવામાં આવી છે. નાગરિકોને ભયજનક મકાનોમાં પ્રવેશ ન કરવા અપીલ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નાગરિકોને ખાસ અપીલ કરવામાં આવી છે કે ભયજનક જાહેર કરાયેલા મકાનોમાં પ્રવેશ ન કરે, ત્યાં રહેવાનું ટાળે તેમજ આવા મકાનોનો કોઈપણ પ્રકારનો ઉપયોગ ન કરે. ઉપરાંત આસપાસ રહેતા નાગરિકોએ પણ પૂરતી તકેદારી રાખી પોતાની સલામતી જાળવવા જણાવવામાં આવ્યું છે. ભયજનક મકાન પોળ
    Click here to Read More
    Previous Article
    ચોમાસામાં રેલ વ્યવહાર નહીં ખોરવાય:રાજકોટ રેલવે ડિવિઝને માત્ર 3 દિવસમાં અલિયાવાડામાં જૂના પાઇપ પુલના સ્થાને 2x2.54 મીટરનો નવો બોક્સ બ્રિજ બનાવ્યો, હજારો મુસાફરોને મળશે લાભ
    Next Article
    ગુજરાતમાં 1.10 લાખ કર્મચારીઓ વસતી ગણતરીમાં જોડાશે:17 મેથી લોકો 'સેલ્ફ ગણતરી' કરી શકશે, આ ચાર સવાલ પ્રથમવાર પૂછાશે; ટોલ ફ્રી નંબર જાહેર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment