Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    3 રાજ્યોની 296 બેઠકો પર મતદાન શરૂ:10 લાખ મતદારો પહેલીવાર મતદાન કરશે; આસામ, કેરળ, પુડુચેરીમાં સિંગલ ફેઝમાં મતદાન

    11 hours ago

    દેશના ત્રણ રાજ્યોની 296 બેઠકો પર આજે વોટિંગ થશે. આસામ, કેરલમ અને પુડુચેરીમાં સવારે 7 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી વોટ નાખવામાં આવશે. ત્રણેય રાજ્યોમાં અંદાજે 10 લાખથી વધુ વોટર પહેલીવાર મતદાન કરશે. કેરલમમાં 70 વર્ષમાં પહેલીવાર કોઈ સીએમ હેટ્રિક માટે ચૂંટણી લડી રહ્યા છે. આસામમાં ભાજપ હિમંતા બિસ્વ સરમાના સહારે સતત ત્રીજીવાર સરકાર બનાવવાનો દાવ ખેલી રહી છે. જ્યારે પુડુચેરીમાં કોંગ્રેસમાંથી નીકળેલા એન. રંગાસામી પાંચમીવાર સત્તામાં કાબિજ થવાનો પ્રયાસ કરી રહ્યા છે. આસામમાં 126 બેઠકો પર 41 પાર્ટીઓના 722 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે. તો કેરલમમાં 2.71 કરોડ વોટર 890 ઉમેદવારોમાંથી પોતાના નેતા પસંદ કરશે. પુડુચેરીમાં 20 પાર્ટીઓના 294 કેન્ડીડેટ પોતાનું નસીબ અજમાવશે. હવે ત્રણેય રાજ્યોમાં ચૂંટણી ગણિતને સમજીએ… આસામ: 126 બેઠક પર 41 પાર્ટીઓના 722 ઉમેદવાર આસામ: 51 વર્ષ સત્તામાં રહી કોંગ્રેસ, ભાજપની હેટ્રિક લગાવવાની કોશિશ આસામમાં એશિયાની પહેલી તેલ રિફાઇનરી કેરલમ: માત્ર પિનરાઈ વિજયન સતત 2 વાર સીએમ બન્યા કેરલમના દરેક ત્રીજા પરિવારનો સભ્ય વિદેશમાં રહે છે પુડુચેરી: દરેક બેઠક પર સરેરાશ 10 કેન્ડીડેટ, 31 હજાર વોટર પુડુચેરીમાં 30 વિધાનસભા બેઠકો છે. 20 પાર્ટીઓના 294 કેન્ડીડેટ ચૂંટણી લડી રહ્યા છે. એટલે કે દરેક બેઠક પર સરેરાશ 10 કેન્ડીડેટ મેદાનમાં છે. પુડુચેરીની રાજનીતિ હંમેશાથી ગઠબંધન અને પક્ષાંતર માટે જાણિતી રહી છે. છેલ્લા 25 વર્ષમાં અહીં ક્યારેક કોંગ્રેસનો દબદબો રહ્યો, તો ક્યારેક કોંગ્રેસમાંથી નીકળેલી AINRCનો. 2021માં AINRCએ ભાજપ સાથે જોડાણ કરી લીધું. મોટાભાગની ચૂંટણીઓ અહીં બે પક્ષો વચ્ચે રહી છે, પરંતુ તમિલ એક્ટર વિજયની પાર્ટી TVKની એન્ટ્રીથી સમીકરણો બદલાઈ શકે છે. છતાં પણ ‘AINRC-ભાજપ વિરુદ્ધ કોંગ્રેસ-DMK’ વચ્ચે જ કડી સ્પર્ધા થવાની સંભાવના છે. પુડુચેરીમાં 10માંથી 7 સીએમ કોંગ્રેસના રહ્યા 3 રાજ્યોના દરિયાઈ વિસ્તારોમાં ફેલાયેલું છે ‘મિની ફ્રાન્સ’ ત્રણેય રાજ્યોમાં ચાલી રહેલા મતદાનની જાણકારી માટે નીચેના બ્લોગ પર નજર નાખો…
    Click here to Read More
    Previous Article
    ઈરાનનો સાઉદી ઓઇલ પાઇપલાઇન પર મિસાઈલ હુમલો:તેને હોર્મુઝને બાયપાસ કરવા માટે બનાવવામાં આવી હતી; લેબનોન પર ઇઝરાયલી હુમલામાં 254નાં મોત
    Next Article
    બેવડી ઋતુનો માર:મોરબીમાં સિઝનલ ફ્લૂ અને વાઇરલ ઇન્ફેક્શનના કેસોમાં ઉછાળો

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment