Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પંચમહાલમાં ચાંદીપૂરા વાયરસના 3 નવા કેસ:જિલ્લામાં કુલ શંકાસ્પદ દર્દીઓનો આંકડો 23 પર પહોંચ્યો, 5 બાળકોના મોત

    2 weeks ago

    પંચમહાલ જિલ્લામાં ચાંદીપુરા વાયરસનો કહેર યથાવત રહ્યો છે. જિલ્લામાં ચાંદીપુરા વાયરસના લક્ષણો ધરાવતા વધુ 3 શંકાસ્પદ કેસ સામે આવ્યા છે, જેમાં શનિવારે 1 અને રવિવારે 2 કેસ નોંધાયા છે. આ નવા કેસો ઉમેરાતાની સાથે જ જિલ્લામાં ચાંદીપુરાના શંકાસ્પદ દર્દીઓનો કુલ આંકડો 23 પર પહોંચી ગયો છે. આરોગ્ય વિભાગ દ્વારા પ્રભાવિત વિસ્તારોમાં તકેદારીના પગલાં ભરવામાં આવી રહ્યા છે. નવા નોંધાયેલા કેસની વિગત નવા નોંધાયેલા 3 કેસોમાં તમામ દર્દીઓ માસૂમ બાળકો છે, જેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે: શહેરા તાલુકો: ગમન બારિયા ના મુવાડા ગામના 2 વર્ષના બાળકમાં લક્ષણો દેખાતા વધુ સારવાર માટે વડોદરાની ગોત્રી હોસ્પિટલમાં દાખલ કરાયો છે. મોરવા હડફ તાલુકો: ગાજીપુર ગામની 4 વર્ષની બાળકી ગોધરા સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. હાલોલ તાલુકો: કંજરી ગામની 2 વર્ષની બાળકીમાં શંકાસ્પદ લક્ષણો દેખાતા વડોદરાની ગોત્રી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. જિલ્લામાં વાયરસની વર્તમાન સ્થિતિ હાલ સારવાર હેઠળના 8 બાળકોમાંથી 4 બાળકો ગોધરા અને 4 બાળકો વડોદરાની હોસ્પિટલમાં સારવાર મેળવી રહ્યા છે. રાહતની વાત એ છે કે અત્યાર સુધીમાં 10 બાળકો સ્વસ્થ થતા તેમને રજા આપવામાં આવી છે. તાલુકાવાર કેસોની સ્થિતિ જિલ્લાના જુદા જુદા તાલુકાઓમાં નોંધાયેલા કુલ 23 કેસોની વિગત નીચે પ્રમાણે છે: ગોધરા: 07 હાલોલ: 05 શહેરા: 04 કાલોલ: 03 મોરવા હડફ: 03 ઘોઘંબા: 01 તંત્ર એક્શન મોડમાં: સર્વેલન્સ કામગીરી તેજ વધતા જતા કેસોને પગલે પંચમહાલ જિલ્લા વહીવટી અને આરોગ્ય તંત્ર સંપૂર્ણ રીતે એક્શન મોડમાં આવી ગયું છે. વાયરસગ્રસ્ત અને પ્રભાવિત વિસ્તારોમાં ફોગિંગ તેમજ સઘન સર્વેલન્સની કામગીરી તેજ કરી દેવામાં આવી છે. આરોગ્ય વિભાગ દ્વારા ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં લોકોને સતર્ક રહેવા અને નાના બાળકોની વિશેષ સંભાળ રાખવા માટે અપીલ કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    Anita Dinesh Bisnoi: Live Video में ज़हर, Kadpe Ho Gaye Chhote Trolling से परेशानी का सच |Social List
    Next Article
    રાજ્યમાં 500 સંસ્કૃત કક્ષનું લોકાર્પણ:શિક્ષણ રાજ્યમંત્રી રિવાબા જાડેજાએ વિભાપરમાં સંસ્કૃત કક્ષ ખુલ્લો મૂક્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment