Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વડોદરામાં ફરી 3 ઇન્ટરનેશનલ ક્રિકેટ મેચ રમાશે:ભારતીય મહિલા ક્રિકેટ ટીમ 23થી 28 ઓક્ટોબર દરમિયાન ઝિમ્બાબ્વે સામે વનડે શ્રેણી કોટંબી ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમશે, ક્રિકેટ રસિકોમાં ભારે ઉત્સાહ

    2 days ago

    ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ દ્વારા ઝિમ્બાબ્વે મહિલા ટીમના ભારત પ્રવાસના કાર્યક્રમની જાહેરાત કરવામાં આવી છે. ઓક્ટોબર 2026માં યોજાનારા આ પ્રવાસમાં ભારત અને ઝિમ્બાબ્વે.મહિલા ક્રિકેટ ટીમો વચ્ચે ત્રણ T20 અને ત્રણ વન-ડે મેચોની શ્રેણી રમાશે. જેમાંથી વડોદરાના કોટંબી ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં વનડે શ્રેણી રમાશે. જેમાં ત્રણ વનડે રમાશે. ભારતીય વન ડે ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌર અને T20 ટીમની કેપ્ટન સ્મૃતિ મંધાનાના નેતૃત્વમાં ટીમ ઈન્ડિયા આ પ્રવાસ માટે સજ્જ દેખાઈ રહી છે. આ તમામ મેચો રાયપુર અને વડોદરા એમ બે મુખ્ય શહેરોમાં આયોજિત કરવામાં આવશે. ક્રિકેટ ચાહકોમાં આ શ્રેણીને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે, ખાસ કરીને ગુજરાતના ખેલપ્રેમીઓ માટે વડોદરામાં ત્રણ વન-ડે મેચોનું આયોજન એ ક્રિકેટ રસિકો માાટે આનંદના સમાચાર છે. મેચોનું સંપૂર્ણ શિડ્યુલ T20I શ્રેણી (સ્થળ: રાયપુર) તમામ T20 મેચો સાંજે 7 વાગ્યે રાયપુરમાં રમાશે પહેલી T20I: 16 ઓક્ટોબર, 2026 બીજી T20I: 18 ઓક્ટોબર, 2026 ત્રીજી T20I: 20 ઓક્ટોબર, 2026 વન-ડે (ODI) શ્રેણી (સ્થળ: વડોદરા) T20 શ્રેણી બાદ વન-ડે શ્રેણી વડોદરા ખાતે રમાશે, જેનો સમય બપોરે 2 વાગ્યાનો રહેશે પહેલી ODI: 23 ઓક્ટોબર, 2026 બીજી ODI: 25 ઓક્ટોબર, 2026 ત્રીજી ODI: 28 ઓક્ટોબર, 2026 ઉલ્લેખનીય છે કે, આ પહેલા પણ ભારતીય મહિલા ક્રિકેટ ટીમ વડોદરાના કોટંબી ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમી ચૂકી છે. આ ઉપરાંત ડબલ્યુપીએલની મેચો પણ રમાઈ ચૂકવી છે. ત્યારે ફરી એકવાર ભારતીય મહિલા ક્રિકેટ ટીમ વડોદરા રમવા માટે આવશે.
    Click here to Read More
    Previous Article
    ગુજરાતના સૌથી લાંબા અટલબ્રિજ પર બે કાર વચ્ચે અકસ્માત, CCTV:કારચાલકે સ્ટિયરિંગ પર કાબુ ગુમાવતા દીવાલ સાથે અથડાયા બાદ બીજી કારને ભટકાઈ, આગળ જઈ પલટી મારી
    Next Article
    Change of Land Use Scam: ED names AAP Punjab chief Aman Arora, he says won’t bow before ‘BJP’s politics of goondagardi’

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment