Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સગીરા પર દુષ્કર્મ ગુજારનાર 3 આરોપીને 20 વર્ષની સજા:ગોંડલની પોક્સો કોર્ટનો ઐતિહાસિક ચુકાદો, વર્ષ 2020માં અવાવરુ જગ્યાએ લઈ જઈ વારાફરતી કુકર્મ કર્યું હતું

    3 days ago

    ગોંડલ તાલુકા પંથકમાં વર્ષ 2020માં બનેલી સામુહિક દુષ્કર્મની ગંભીર ઘટનામાં ગોંડલની પોક્સો અદાલતે ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. સગીરા પર દુષ્કર્મ આચરનાર ત્રણ આરોપીઓને અદાલતે 20 વર્ષની સખત કેદની સજા અને દંડ ફટકાર્યો છે. જ્યારે એક આરોપીને શંકાનો લાભ આપીને છોડી મૂકવાનો હુકમ કરાયો છે. શું છે સમગ્ર ઘટના? આ બનાવની વિગત મુજબ, ગત તા. 04/09/2020ના રોજ રાત્રિના નવેક વાગ્યાના અરસામાં ગોંડલ તાલુકાના એક ગામની સગીરા પોતાના ઘરની બહાર નીકળી હતી. આ સમયે ટાંપીને બેઠેલા ચાર શખ્સોએ સગીરાનું મોઢું દબાવી તેને અવાવરુ જગ્યાએ લઈ ગયા હતા. ત્યાં ત્રણ શખ્સોએ સગીરા સાથે વારાફરતી દુષ્કર્મ ગુજાર્યું હતું. જ્યારે એક શખ્સ બહાર ઉભો રહી વોચ રાખતો હતો. પીડિતાએ બૂમાબૂમ કરતા તેના સંબંધીઓ દોડી આવ્યા હતા અને ઘટનાસ્થળેથી જ એક આરોપી જાકીર ઉમર ઘાંચીને ઝડપી લીધો હતો, જ્યારે અન્ય આરોપીઓ નાસી છૂટ્યા હતા. પોલીસ તપાસ અને કાર્યવાહી ભોગ બનનારના પિતાએ આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવતા ગોંડલ તાલુકા પી.આઈ. એચ.જી. પલ્લાચાર્યએ તપાસ હાથ ધરી હતી અને ચારેય આરોપીઓ જાકીર ઉમર ઘાંચી, અલ્ફાજ હાજી ઘાડા, ઉમેદ પ્રકાશ મકવાણા, રાજુ ભરવાડ સામે પુરાવા એકત્ર કરી કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી હતી. અદાલતની કાર્યવાહી અને ચુકાદો આ કેસ ગોંડલની પોક્સો અદાલતમાં સ્પેશ્યલ જજ એચ.એ. ત્રિવેદી સમક્ષ ચાલી ગયો હતો. જેમાં સરકારી વકીલ ઘનશ્યામ કે. ડોબરીયાએ પીડિતાની જુબાની, તબીબી પુરાવા અને તપાસ કરનાર અધિકારીની સાક્ષી રજૂ કરી હતી. સરકારી વકીલની ધારદાર દલીલો અને પુરાવાઓને ગ્રાહ્ય રાખી કોર્ટે અવલોકન કર્યું કે, આ સમાજ વિરોધી ગંભીર ગુનો છે. એક આરોપીને શંકાનો લાભ આપી છોડી મુકાયો આરોપી જાકીર, અલ્ફાજ અને ઉમેદને IPC કલમ-376(ડી) તથા પોક્સો એક્ટ હેઠળ દોષિત ઠેરવી 20 વર્ષની સખત કેદની સજા ફટકારવામાં આવી છે. જ્યારે આરોપી રાજુ ભરવાડને શંકાનો લાભ આપી છોડી મૂકવાનો હુકમ કરાયો છે. ગોંડલ પંથકમાં બનેલી આ ઘટનામાં કોર્ટે આકરી સજા ફટકારતા ગુનેગારોમાં ફફડાટ વ્યાપી ગયો છે અને પીડિતાને ન્યાય મળ્યો છે.
    Click here to Read More
    Previous Article
    પ્રેમિકાની હત્યા કરનાર પ્રેમીના 6 દિવસના રિમાન્ડ મંજૂર:મૃતક યુવતીનો મોબાઈલ રીકવર કરવા આરોપીને વિવિધ સ્થળોએ લઈ જઈ તપાસ, માત્ર છ મહિનાના પ્રેમ સંબંધમાં જ પ્રેમિકાનો જીવ
    Next Article
    Jharkhand: डैम में बुआ को डूबता देख बचाने कूदा भतीजा, तेज बहाव में डूबने से दोनों की दर्दनाक मौत

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment