Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દસાડા-સમી હાઈવે પર ટ્રક પાછળ ઈકો ઘૂસી, 3ના મોત:ક્લીનર ખેતરમાં ભાગતાં ઝટકા મશીનના કરંટથી ઢળી પડ્યો; 2 દિવસમાં શંખેશ્વર જતા 6ના મૃત્યુ

    11 hours ago

    સુરેન્દ્રનગરના દસાડા-સમી હાઈવે પર આજે (26સપ્ટેમ્બર) એક અકસ્માત થયો હતો. રોડ પર ઉભેલા ટરબો ટ્રક પાછળ ઇકો ગાડી ઘૂસી જતાં તેમાં સવાર બે લોકોના મોત થયાં છે. આ ઘટના બાદ ડરીને ભાગવા જતા ઘટના સ્થળેથી 400 મીટર દૂર ખેતરમાં ઝટકા મશનીનો કરંટ લાગતા ટ્રકના ક્લીનરનું પણ પણ મોત નીપજ્યું છે. આમ આજની સવાર ત્રણ લોકો માટે આખરી સાબીત થઈ છે. બીજી તરફ ટ્રકનો ડ્રાઈવર પણ ઘટનાસ્થળેથી ભાગી ગયો છે. જૈન પરિવારના લોકો વિરમગામથી ઈકોમાં બેસી દર્શન કરવા શંખેશ્વર જતા હતા અને આ અકસ્માત સર્જાયો હતો. ગતરોજ પણ શંખેશ્વર જતા 4 લોકોના કામરેજ નજીક અકસ્માતમાં મોત થયા હતા. અકસ્માતની ત્રણ તસવીરો ચેન્નઈ અને મુંબઈના રહેવાસી બે લોકોનું મોતઃ PI દસાડાના ઇન્ચાર્જ પીઆઇ વી.આઈ.ખડીયાએ જણાવ્યું કે, ઇકો ગાડીમાં સવાર એક વ્યક્તિનું ઘટનાસ્થળે, જ્યારે બીજાનું સારવારમાં લઇ જતાં સમયે રસ્તામાં મોત નીપજ્યું હતું. મૃતકોમાં રાજેશ શેઠીયા ચેન્નઈના છે, જ્યારે અન્ય મૃતક અજીત જૈન મુંબઈના રહેવાસી છે. મૃતદેહોને પોસ્ટ મોર્ટમ માટે પાટડી સરકારી હોસ્પિટલ ખાતે મોકલી આપવામાં આવ્યાં છે. ચારથી પાંચ લોકોને ઈજા પહોંચી PIએ વધુમાં જણાવ્યું કે, આ ઘટનામાં ચારથી પાંચ લોકોને ઈજા પહોંચી છે. જેથી તેઓને સારવાર અર્થે અલગ અલગ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે. ઈકો ડ્રાઈવર મલેક ઇબરાનને વિરમગામની શિવ હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, અકસ્માતને કારણે ઘટનાસ્થળે લોકોની ભીડ જામી હતી. તેમજ થોડીવાર માટે હાઈવે પર ટ્રાફિકજામ પણ પણ સર્જાયો હતો. ડમ્પર પાછળ હેરિયર ઘૂસી જતા અકસ્માત, શંખેશ્વર મંદિરે દર્શને જતા પરિવારના 4ના મોત ગતરોજ સુરત જિલ્લામાંથી પસાર થતા ભારતમાલા એક્સપ્રેસ વે પર કામરેજ નજીક ઊભેલા ડમ્પર પાછળ પૂરઝડપે આવતી હેરિયર કાર ધડાકાભેર ઘૂસી જતાં ભયાનક અકસ્માત સર્જાયો હતો. મુંબઈથી શંખેશ્વર મંદિરે દર્શન કરવા જઈ રહેલા પરિવારના કારમાં સવાર 4 લોકોના ઘટનાસ્થળે જ કરૂણ મોત નિપજ્યા હતા. આ કાળમુખી દુર્ઘટનાને પગલે હાઈવે પર અરેરાટી સાથે ભારે અરેરાટી વ્યાપી ગઈ છે. (સંપૂર્ણ સમાચાર વાંચવા માટે અહિં ક્લિક કરો)
    Click here to Read More
    Previous Article
    વડોદરામાં બે સ્થળોએ મારામારી:ખંડેરાવ માર્કેટ પાસે વિસર્જન યાત્રામાં મારામારી, વીડિયો વાયરલ, ઓધવપુરા યુવક મંડળના આયોજકો પર હુમલો, CCTVના આધારે પોલીસ તપાસ શરૂ
    Next Article
    From granite pioneer to POCSO accused: The unravelling of mining baron R Veeramani

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment