Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમરેલીમાં એક દિવસમાં 3 સિંહબાળના મોત:એકની હત્યાની આશંકા, બગસરામાં માત્ર 2-3 દિવસના નવજાતનું મોત, વનવિભાગની ઘોર બેદરકારી, વન્યપ્રેમીઓમાં આક્રોશ

    17 hours ago

    ગુજરાતનું ગૌરવ અને એશિયાટિક સિંહોનું ઘર ગણાતા અમરેલી જિલ્લામાંથી અત્યંત આઘાતજનક સમાચાર સામે આવ્યા છે. 26 જૂને જિલ્લામાં અલગ-અલગ ત્રણ સ્થળે માત્ર 24 કલાકમાં 3 માસૂમ સિંહબાળના મોતના પગલે વનવિભાગમાં દોડધામ મચી ગઈ છે. આ ઘટનાને પગલે વનવિભાગની પેટ્રોલિંગ વ્યવસ્થા અને કામગીરી સામે ગંભીર સવાલો ઊભા થયા છે. 1. દલખાણીયા રેન્જમાં સિંહબાળની હત્યાની શંકા સૌથી વધુ ચોંકાવનારો કિસ્સો દલખાણીયા રેન્જ હેઠળના દલખાણીયા ગામના રેવન્યુ વિસ્તારમાંથી સામે આવ્યો છે, જ્યાં એક સિંહબાળનો મૃતદેહ અત્યંત શંકાસ્પદ હાલતમાં મળી આવ્યો હતો. પ્રાથમિક દૃષ્ટિએ આ સિંહબાળની હત્યા કરાઈ હોવાની પ્રબળ શક્યતા સેવાઈ રહી છે. એવી પણ આશંકા છે કે, કોઈ અજાણ્યા શખસ સિંહબાળને મારીને ખુલ્લા રેવન્યુ વિસ્તારમાં ફેંકી ગયા છે. બેદરકારી અને છૂપાવવાનો પ્રયાસ સ્થાનિક RFO અને સ્ટાફના નબળા પેટ્રોલિંગના કારણે આ ઘટના ઘટી હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. એટલું જ નહીં, ઘટનાની જાણ થતાં જ દલખાણીયા રેન્જના RFO દ્વારા શરૂઆતમાં આ આખા મામલાને દબાવવાનો અને મીડિયા-ઉચ્ચ અધિકારીઓથી છુપાવવાનો પ્રયાસ કરાયો હોવાનો ગણગણાટ વનવિભાગની લોબીમાં ચર્ચાઈ રહ્યો છે. 2. બગસરામાં માત્ર 2-3 દિવસના નવજાતનું મોત બીજી તરફ બગસરા તાલુકાના હામાપુર ગામેથી પણ એક દુઃખદ ઘટના સામે આવી છે. અહીં માત્ર બેથી ત્રણ દિવસના તદ્દન નવજાત સિંહબાળનું મોત નીપજ્યું છે. આટલા નાના બાળના મોત પાછળ કુદરતી કારણો છે કે અન્ય કોઈ, તે દિશામાં તપાસ ચાલુ છે. 3. પાણીયા રેન્જમાં ઇન્ફાઇટમાં વધુ એક સિંહબાળ હોમાયું ત્રીજી ઘટના પાણીયા રેન્જમાંથી પ્રકાશમાં આવી છે. વનવિભાગના સત્તાવાર દાવા મુજબ, આ વિસ્તારમાં વર્ચસ્વની લડાઈ એટલે કે 'ઇન્ફાઇટ' દરમિયાન એક અન્ય સિંહબાળનું કમકમાટીભર્યું મોત થયું છે. ઉચ્ચ અધિકારીઓના આદેશથી ગુપ્ત સર્ચ ઓપરેશન શરૂ એક જ દિવસમાં ત્રણેય સાવજના મોતથી ગાંધીનગર સુધીના વનવિભાગના ઉચ્ચ અધિકારીઓ હરકતમાં આવ્યા છે. દલખાણીયાના શંકાસ્પદ કેસને પગલે ઉચ્ચ અધિકારીઓના કડક આદેશ બાદ આસપાસના તમામ ખેતરો, વાડીઓ અને સીમ વિસ્તારોમાં વનવિભાગની ટીમો દ્વારા ખાનગી રાહે ડોગ સ્ક્વોડ અને મેટલ ડિટેક્ટર સાથે સ્કેનિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે. વન્યજીવ પ્રેમીઓનો આક્રોશ દેશ અને રાજ્યની શાન ગણાતા સિંહબાળો જો રેવન્યુ વિસ્તારમાં અસુરક્ષિત હોય અને વનવિભાગ કલાકો સુધી ઊંઘતું ઝડપાતું હોય, તો સિંહોનું સંવર્ધન માત્ર કાગળ પર જ છે? તેવા તીખા સવાલો સ્થાનિકો ઉઠાવી રહ્યા છે. હાલ તો વનવિભાગે ત્રણેય મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપીને મોતના ચોક્કસ કારણો જાણવા અને દલખાણીયા કેસમાં ગુનેગારોને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.
    Click here to Read More
    Previous Article
    ચંપત રાયના રાજીનામાની સ્ક્રિપ્ટ હરિદ્વારમાં લખાઈ હતી:RSSએ ઠપકો આપ્યો, 25 જૂનની રાત્રે કહ્યું હતું- પદ છોડી દો; રામ મંદિર ટ્રસ્ટની શાખ બચાવવાનો પ્રયાસ
    Next Article
    ઠપકો આપવા જતા માતાને પણ માર મારી‎:લીખાળા ગામે પોતાની જમીન પર જતા બે દીકરાઓને માર્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment