Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    3 ટેસ્લા, 2 રોલ્સ રોયસ ને 1 ફેરારી છોડાવી:અમદાવાદીઓએ એક વર્ષમાં 484 તો મર્સિડીઝ ખરીદી; ‘લોકો શોખ પૂરા કરવા પૈસા વાપરી રહ્યા છે’

    5 days ago

    અમદાવાદ માત્ર વેપારનું શહેર નથી રહ્યું, પરંતુ લક્ઝુરીયસ લાઇફસ્ટાઇલનું નવું હબ બની રહ્યું છે. શહેરમાં ઊંચી ઇમારતો સાથે સાથે મોંઘી અને પ્રીમિયમ ગાડીઓની સંખ્યા પણ ઝડપથી વધી રહી છે. કોરોના બાદ લોકોના માઇન્ડસેટમાં બદલાવ આવ્યો છે, જ્યાં બચત કરતા લાઇફસ્ટાઇલ પર ખર્ચ કરવાની વૃત્તિ વધી છે. માત્ર એક વર્ષમાં જ 50 લાખથી વધુ કિંમતની 1400થી વધુ ગાડીઓનું રજિસ્ટ્રેશન અમદાવાદમાં થયું છે. જે દેશ અને વિદેશમાંથી લાવીને લોકો અમદાવાદના રસ્તાઓ પર દોડાવી રહ્યા છે, જ્યારે ઇલેક્ટ્રિક ગાડીઓમાં પણ વધારો નોંધાઈ રહ્યો છે. અમદાવાદ હવે ઝડપથી બદલાતું અને સમૃદ્ધિ તરફ આગળ વધતું શહેર બની રહ્યું છે. શહેરના અનેક વિસ્તારમાં લક્ઝુરીયસ ઊંચી ઊંચી બિલ્ડિંગ બની રહી છે. અમદાવાદીઓ હવે લક્ઝુરીયસ લાઇફ જીવી રહ્યા છે. એક સમય હતો જ્યારે કાર ખરીદવી માત્ર જરૂરિયાત હતી, પરંતુ હવે લક્ઝુરીયસ કાર ખરીદવી સ્ટેટસ બની ગયું છે. શહેરના રસ્તાઓ પર પ્રીમિયમ ગાડીઓની સંખ્યા સતત વધી રહી છે. કોરોના બાદ અમદાવાદીઓની લાઇફસ્ટાઇલ બદલાઈ કોરોના કાળ પછી લોકોનો માઇન્ડસેટ બદલાઈ રહ્યો છે. પૈસા બચાવવાની જગ્યાએ અમદાવાદીઓ લક્ઝુરીયસ લાઇફ સ્ટાઇલ જીવી રહ્યા છે. કોરોના બાદ આ ટ્રેન્ડમાં ખૂબ જ વધારો થયો છે. પહેલા જ્યાં લોકો બચત અને રોકાણ પર વધુ ભાર મૂકતા હતા, હવે તે લોકો પોતાની કમાણીનો એક ભાગ લક્ઝુરીયસ લાઇફ જીવવા પર ખર્ચ કરવા લાગ્યા છે. કરોડો રૂપિયાના ફ્લેટ અમદાવાદમાં બની રહ્યા છે અને તેનું વેચાણ પણ એટલું જ થઈ રહ્યું છે. તો બીજી તરફ લક્ઝુરીયસ લાઇફ હવે જરૂરિયાત પૂરતી નથી રહી, તે એક સ્ટેટસ સિમ્બોલ અને કમ્ફર્ટનો ભાગ બની ગઈ છે. પહેલા ગાડી ખરીદતા સમયે અમદાવાદીઓ વિચાર કરતા હતા, પરંતુ હવે 50 લાખથી વધુની કિંમતની ગાડીઓની ખરીદી સતત વધી રહી છે. 50 લાખથી વધુની કિંમતની ગાડીઓની ડિમાન્ડ સતત વધી રહી છે અમદાવાદમાં રિયલ એસ્ટેટ અને બિઝનેસ ક્ષેત્રમાં સતત વધારો થઈ રહ્યો છે. જેના કારણે લોકોની આવકમાં વધારો થયો છે. સાથે જ સોશિયલ મીડિયા અને શો ઓફ કલ્ચરે પણ લોકોને પ્રીમિયમ લાઇફસ્ટાઇલ જીવવા તરફ દોરી દીધા છે. જેથી 50 લાખથી વધુની કિંમતની ગાડીઓની ડિમાન્ડ સતત વધી રહી છે. ઘણી એવી ગાડીઓ છે કે જે ગુજરાત અને ઈન્ડિયામાં મળી શકતી નથી. અમદાવાદીઓએ એક વર્ષમાં 50 લાખથી વધુની કિંમતની 1463 ગાડીઓ ખરીદી માત્ર એક વર્ષમાં જ અમદાવાદીઓએ 50 લાખથી વધુની કિંમતની 1463 ગાડીઓ ખરીદી છે. આ તમામ ગાડીઓ દેશ અને વિદેશમાંથી લાવવામાં આવી છે, જેનું રજીસ્ટ્રેશન અમદાવાદમાં થયું છે. BMWની 577 કાર ખરીદી પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવના કારણે ઇલેક્ટ્રિક ગાડીઓ બનવાની પણ શરૂઆત થઈ ગઈ છે. જેથી દરેક કંપની ઇલેક્ટ્રિક ગાડીઓમાં પણ લક્ઝુરીયસ સુવિધાઓ આપી રહી છે. જેના કારણે મોંઘી ઇલેક્ટ્રિક ગાડીઓ પણ અમદાવાદના રસ્તાઓ પર દોડતી જોવા મળી રહી છે. એક આંકડા પ્રમાણે 50 લાખથી વધુ કિંમતની કારમાં BMW સૌથી આગળ છે. એક જ વર્ષમાં અમદાવાદીઓએ 50 લાખથી વધુની કિંમતની 577 જેટલી BMW કંપનીની કાર ખરીદી છે, જેમાં મોટા ભાગની ગાડીઓ વિદેશમાંથી લાવવામાં આવી છે. ‘BYD ગાડીનું ઇન્ટિરિયર યંગસ્ટર્સને આકર્ષે છે’ BYD કંપનીના ગુજરાતના ડિસ્ટ્રીબ્યુટર નિહલ દવેએ જણાવ્યું હતું કે, BYD માત્ર ઇલેક્ટ્રિક ગાડીઓ જ બનાવે છે. જે ઇલેક્ટ્રિક સાથે સાથે લક્ઝુરીયસ સેગમેન્ટ પણ પૂરું પાડે છે. તેમજ સરકાર પણ ઇલેક્ટ્રિક ગાડીઓને પ્રમોટ કરી રહી છે. તેમજ BYDની ગાડીઓમાં સૌથી સેફ બેટરી હોવાથી લોકો તેની ખરીદી વધારે કરી રહ્યા છે. ગમે તેટલી ગરમીમાં પણ બેટરી ફૂલતી નથી. BYDની તમામ ગાડીઓ ચાઇનામાં બને છે. જે બાદ ચેન્નઈના પોર્ટ પર ઉતરે છે અને તે બાદ ગુજરાતમાં લવાય છે. રજિસ્ટ્રેશનથી લઈને તમામ પ્રોસેસ અમારા પાસે જ થાય છે. તેમજ ગાડીમાં રોટેડેડ સ્ક્રીન, એટ્રેક્ટિવ ઇન્ટિરિયર આપવામાં આવે છે. અત્યારે યંગસ્ટરને એટ્રેક્ટિવ ઇન્ટિરિયર વધારે પસંદ આવતું હોય છે. ગુજરાતનો ઇકોનોમિકલ ગ્રોથ વધી રહ્યો છે. માણસ હવે એવું સમજે છે કે જે આપડે કમાઈએ છીએ તે આપડે વાપરીએ. જેથી હવે લોકો લક્ઝુરીયસ સેગમેન્ટમાં વધારે રસ રાખી રહ્યા છે. તેમજ એટ્રેક્ટિવ હોવાથી લોકો હવે લક્ઝુરીયસ ગાડીઓની ખરીદી વધુ કરી રહ્યા છે.
    Click here to Read More
    Previous Article
    આસ્થાના 22,700 ડગલાં ને નર્મદા મૈયાની પરિક્રમા:મણિનાગેશ્વર મંદિર આસપાસનો રોમાંચ, બોટિંગ ને 21 કિમીની અદભુત સફર, જાણો કેવી છે સુવિધાઓ
    Next Article
    સુરતના 25,000 કરોડના સોલારના ઓર્ડર પર સંકટ:ઈરાન-ઇઝરાયેલ યુદ્ધને કારણે રો-મટીરિયલની અછત, કન્ટેનરના ભાડામાં 400%નો તોતિંગ વધારો; ઉદ્યોગપતિઓની ઉંઘ હરામ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment