Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પંચાયત સેવા વર્ગ-3ની 1948 જગ્યાઓ પર ભરતી:20 મે સુધી ઓનલાઈન અરજી કરી શકશો, લેબોરેટરી ટેક્નિશનથી લઈ જુનિયર ફાર્માસિસ્ટ સહિત વિવિધ કેડરમાં તક

    8 hours ago

    ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા પંચાયત સેવા વર્ગ-3 હેઠળ વિવિધ કેડરમાં સીધી ભરતી માટે જાહેરાત કરવામાં આવી છે. મંડળ દ્વારા જાહેર કરાયેલ નોટિફિકેશન મુજબ ઓનલાઈન અરજી પ્રક્રિયા તા. 29 એપ્રિલ 2026થી શરૂ થઈ રહી છે અને તા. 20 મે 2026 સુધી ઉમેદવારો અરજી કરી શકશે. જુનિયર ફાર્માસિસ્ટ સહિત વિવિધ કેડરમાં તક આ ભરતી પ્રક્રિયામાં લેબોરેટરી ટેક્નિશનની 100 જગ્યા, મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર (પુરુષ)ની 420 જગ્યા, જુનિયર ફાર્માસિસ્ટ ની 164 જગ્યા, female હેલ્થ વર્કર ની 1948 એમ કુલ 1948 જગ્યાનો સમાવેશ થાય છે. જેમાં વિવિધ કેટેગરી મુજબ અનામતનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. અરજી ફીની ચૂકવણી ઓનલાઇન કરવાની રહેશે ઉમેદવારોને અરજી કરવા માટે OJAS વેબસાઈટ પર ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે. અરજી ફીની ચૂકવણી પણ ઓનલાઇન e-Pay સિસ્ટમ દ્વારા કરવાનું રહેશે. ઉમેદવારોને સલાહ આપવામાં આવી છે કે તેઓ સંપૂર્ણ સૂચનાઓ ધ્યાનથી વાંચીને અરજી કરે. લાયકાત, વયમર્યાદા અને અન્ય શરતોનું પાલન કરવું મંડળે સ્પષ્ટ કર્યું છે કે ભરતી પ્રક્રિયા સંપૂર્ણપણે પારદર્શક રહેશે અને કોઈપણ પ્રકારની ભલામણ અથવા દબાણ માન્ય ગણાશે નહીં. ઉમેદવારોને પોતાની લાયકાત, વયમર્યાદા અને અન્ય શરતોનું પાલન કરવું ફરજિયાત રહેશે. સરકારી નોકરી મેળવવાની મોટી તક આ ભરતી રાજ્યના યુવાનો માટે સરકારી નોકરી મેળવવાની મોટી તક તરીકે જોવામાં આવી રહી છે. ખાસ કરીને આરોગ્ય અને પ્રશાસનિક ક્ષેત્રમાં નોકરી મેળવવા ઇચ્છુક ઉમેદવારો માટે આ એક સારો મોકો સાબિત થઈ શકે છે.
    Click here to Read More
    Previous Article
    ગોધરામાં રખડતા શ્વાનનો ત્રાસ વધ્યો:બે દિવસમાં સિવિલ હોસ્પિટલમાં 10 ડોગ બાઇટ કેસ નોંધાયા
    Next Article
    Trump's Pick Kevin Warsh Set To Head Fed As Nomination Clears Key Senate Panel Hurdle

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment