Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    3 વર્ષમાં 1899 વિદ્યાર્થીએ આત્મહત્યા કરી: કોંગ્રેસ:NCRB રિપોર્ટના આધારે આંકડા જાહેર કરી સરકારને નિષ્ફળ ગણાવી, પરીક્ષાનો ડર દૂર કરવા કાઉન્સેલિંગની વ્યવસ્થા ગોઠવવા માંગ

    8 hours ago

    NCRBના રિપોર્ટના આધારે વિદ્યાર્થીઓની આત્મહત્યાના ચિંતાજનક આંકડા કોંગ્રેસ દ્વારા જાહેર કરવામાં આવ્યા છે. વર્ષ 2022થી 2024 સુધી એમ ત્રણ વર્ષમાં ગુજરાતમાં 1899 વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી હોવાનો કોંગ્રેસ દ્વારા દાવો કરવામાં આવ્યો છે. પેપરલીક સહિતની ઘટનાઓ રોકવામાં સરકાર નિષ્ફળ ગઈ હોવાથી વિદ્યાર્થીઓ આત્મહત્યા કરી રહ્યા હોવાનો પણ આક્ષેપ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો છે. જેથી પરીક્ષાનો ડર વિદ્યાર્થીઓમાંથી દૂર કરવા કાઉન્સિલિંગની વ્યવસ્થા કરવામાં આવે તેવી કોંગ્રેસે માંગ કરી છે. શિક્ષણનું ખાનગીકરણ, પરીક્ષાનો ડર હોવાથી નિષ્ફળ જવાના ભયમાં વિદ્યાર્થીઓના આત્મહત્યાની ઘટનામાં વધારો થતો હોવાનો કોંગ્રેસે દાવો કર્યો છે. તેમજ દેશમાં છેલ્લા 10 વર્ષમાં 152 જેટલા પેપરલીક થયા હોવાનો દાવો કરી સરકાર નિષ્ફળ ગઈ હોવાનો આક્ષેપ કર્યો છે. NCRBના રિપોર્ટના આધારે વર્ષ 2022માં 711, વર્ષ 2023માં 620 અને વર્ષ 2024માં 568 જેટલા વિદ્યાર્થીએ આત્મહત્યા કરી હોવાનો સામે આવ્યું છે. જેથી કોંગ્રેસે વિદ્યાર્થીઓને આત્મહત્યા કરતા અને પેપરલીકની ઘટના રોકવા માંગ કરી છે. 1899 જેટલા વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી: કોંગ્રેસ ગુજરાત કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડૉ. મનીષ દોશીએ જણાવ્યું હતું કે, સમગ્ર દેશમાં વધતા જતા વિદ્યાર્થીઓની આત્મહત્યા તે દેશ માટે ચિંતાજનક છે. NEET પેપરલીકના કારણે હતાશા અને નિરાશાના કારણે ગુજરાતના એક વિદ્યાર્થી સહિત 22 વિદ્યાર્થીઓએ જીવન ટૂંકાવ્યું હતું. રાજ્યમાં છેલ્લા ત્રણ વર્ષમાં એટલે 2022થી 2024 સુધીમાં 1899 જેટલા વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી છે. એટલે કે દર બે દિવસે ત્રણ વિદ્યાર્થી જીવન ટૂંકાવી રહ્યા છે. એક તરફ શિક્ષણનું વ્યાપારીકરણ વધી રહ્યું છે. ડૉ. મનીષ દોશીએ વધુમાં જણાવ્યું હતું કે, એક્ટ લાવવાની વાત કરવામાં આવે છે પરંતુ એક્શન લેવાની વાત કરવામાં આવતી નથી. NCRBનો રિપોર્ટ જ ચોંકાવનારો છે. જેના પરિવારમાંથી કોઈ બાળક આત્મહત્યા કરે તો તેની વ્યથા સમજવી જોઈએ. વર્ષો સુધી પરિવાર પર તેની અસર રહેતી હોય છે. આ સમગ્ર સરકારની નિષ્ફળતાનું વરવું ચિત્ર બતાવે છે. સરકાર તક ઊભી કરે અને વિદ્યાર્થીઓને સરકારી અને ગ્રાન્ટેડ કોલેજોનું માળખું મળવું જોઈએ. પૂરતા શિક્ષકો સાથેની શૈક્ષણિક વ્યવસ્થા ઉભી કરવામાં આવે, કોચિંગ ક્લાસના નામે જે લૂંટનો કારોબાર ચાલી રહ્યો છે તેના પર રોક લગાવવી જોઈએ તેવી માંગ કરીએ છીએ. પરીક્ષાનો દર વિદ્યાર્થીઓમાંથી દૂર થાય તે માટે કાઉન્સિલિંગની પણ વ્યવસ્થા સરકારે કરવી જોઈએ. આ તમામ માંગણીઓ સરકાર પાસે કરી રહ્યા છીએ.
    Click here to Read More
    Previous Article
    ભોપાલમાં ખેડૂતોનું અર્ધનગ્ન પ્રદર્શન:સીએમ હાઉસ તરફ કૂચ; ભાજપના કાર્યકરો બોલ્યા- સરકાર પાસેથી અધિકાર માંગી રહ્યા છીએ, ભીખ નહીં
    Next Article
    દુબઇ - મુંબઈ ફ્લાઇટ રાજકોટથી રવાના થઈ:ઈમરજન્સી લેન્ડિંગ બાદ 2 દિવસ એરપોર્ટ પર રહી, મુસાફરો વિના વિમાન પહોંચતા ગંભીર ટેકનિકલ ખામીની શક્યતા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment