Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સોમનાથ દર્શને જતાં માસિયાઈ 3 ભાઈઓને અકસ્માત નડ્યો:વેરાવળ-સોમનાથ બાયપાસ પર મિની ટ્રેક્ટર અને એક્ટિવાની ટક્કર, ઘટનાસ્થળે 18 વર્ષીય યુવકનું મોત, અન્ય 2 ગંભીર

    1 week ago

    ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ-સોમનાથ બાયપાસ માર્ગ પર શુક્રવારે (12 જૂને) સાંજે એક ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો. તાલાલા ચોકડી બ્રિજ નજીક એક્ટિવા અને મિની ટ્રેક્ટર વચ્ચે થયેલી ગંભીર ટક્કરમાં 18 વર્ષના એક યુવાનનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું છે, જ્યારે તેની સાથે સવાર અન્ય 2 યુવાનો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. અકસ્માતને પગલે સમગ્ર પંથકમાં અરેરાટી સાથે શોકની લાગણી પ્રસરી ગઈ છે. સોમનાથ દર્શને જતા નડ્યો અકસ્માત મળતી માહિતી મુજબ, વેરાવળના રહેવાસી અક્ષર અરવિંદભાઈ ગાઢિયા (ઉંમર 18) પોતાના 2 માસિયાઈ ભાઈઓ દેવ અશોકભાઈ વિઠલપરા (ઉંમર 18, રહે. મોરબી) અને આર્યન વસંતભાઈ બરાસરા (ઉંમર 18) સાથે એક્ટિવા (GJ 32 P 5378) પર સવાર થઈને સોમનાથ મહાદેવના દર્શન કરવા જઈ રહ્યા હતા. આ દરમિયાન સાંજે આશરે 5 વાગ્યાના અરસામાં તાલાલા ચોકડી બ્રિજ નજીક તેમની એક્ટિવા અને મિની ટ્રેક્ટર (GJ 32 T 2862) વચ્ચે જોરદાર અકસ્માત સર્જાયો હતો. એકની હાલત નાજુક, જૂનાગઢ રિફર કરાયો અકસ્માત એટલો ગંભીર હતો કે એક્ટિવા ચાલક અક્ષર ગાઢિયાને માથા તેમજ શરીરના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા તેનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું. જ્યારે દેવ વિઠલપરા અને આર્યન બરાસરા ગંભીર રીતે ઘવાયા હતા. સ્થાનિક લોકો અને 108 એમ્બ્યુલન્સની મદદથી તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા. ઇજાગ્રસ્તો પૈકી 1 યુવકની સ્થિતિ વધુ ગંભીર હોવાથી તેને વધુ સારવાર અર્થે જૂનાગઢ રિફર કરવામાં આવ્યો છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડાયો ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને જરૂરી કાયદાકીય કાર્યવાહી હાથ ધરી મૃતકના પાર્થિવ દેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો હતો. સોમનાથ દર્શન માટે નીકળેલા 3 આશાસ્પદ યુવાનોમાંથી 1નું મોત થતાં પરિવાર પર આભ ફાટ્યું છે. અકસ્માતના વધતાં ગ્રાફથી સ્થાનિકો નારાજ સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, તાલાલા ચોકડી બ્રિજ અને બાયપાસ માર્ગ પર વાહનોની સતત અવરજવર રહેતી હોવાથી અકસ્માતોનો ગ્રાફ સતત વધી રહ્યો છે. આ દુર્ઘટનાએ ફરી એકવાર માર્ગ સુરક્ષા અને વાહનચાલકોની સાવચેતી સામે ગંભીર પ્રશ્નાર્થ ચિહ્ન ખડા કર્યા છે. હાલ પોલીસે અકસ્માત અંગે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
    Click here to Read More
    Previous Article
    ચોમાસું નજીક આવ્યું:સોમવાર સુધીમાં ગુજરાતમાં એન્ટ્રી મારે એવી આગાહી, ગાંધીનગરની હોટલમાં ખૂની ખેલ, ખોળામાં રાખી પ્રેમિકાનું ગળું કાપ્યું
    Next Article
    આ ભવમાં મેસન ક્લબનું દેણું ચૂકવી નહીં શકું!:લોનના બહાને કોરા ચેક લખાવી ચેક બાઉન્સના કેસો કરતી મંડળીથી 50થી વધુ લોકો પરેશાન, પૂર્વ કર્મીની દુષ્કર્મની ફરિયાદમાં ડિરેક્ટર જામીન પર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment