Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શામળાજીમાં 3 જી.પં., 16 તા.પં. બેઠકો માટે ઉમેદવારીપત્રો ભરાયા:પૂર્વ IPS મનોજ નિનામા, નીલા મડિયાએ મંત્રી બરંડાની હાજરીમાં ફોર્મ ભર્યા

    9 hours ago

    અરવલ્લી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ જામ્યો છે. ઉમેદવારીપત્રો ભરવાના છેલ્લા દિવસે શામળાજી તાલુકાની 3 જિલ્લા પંચાયત અને 16 તાલુકા પંચાયત બેઠકો માટે ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. આ પ્રસંગે પૂર્વ IPS મનોજ નિનામા અને પૂર્વ જિલ્લા પંચાયત અધ્યક્ષ નીલા મડિયા સહિતના અગ્રણીઓએ પણ પોતાના ઉમેદવારીપત્રો રજૂ કર્યા હતા. શામળાજી તાલુકાની હાઈ-પ્રોફાઈલ ગણાતી ઓડ જિલ્લા પંચાયત બેઠક પરથી પૂર્વ IPS મનોજ નિનામાએ ઉમેદવારીપત્ર ભર્યું હતું. જ્યારે પૂર્વ જિલ્લા પંચાયત અધ્યક્ષ નીલા મડિયાએ ખેરડી બેઠક પરથી પોતાનું ઉમેદવારીપત્ર રજૂ કર્યું હતું. આ બંને ઉમેદવારોએ મંત્રી પી.સી. બરંડાની ઉપસ્થિતિમાં ફોર્મ ભર્યા હતા. ઉમેદવારીપત્રો ભરવાના છેલ્લા દિવસે જિલ્લાના તમામ તાલુકા મથકો પર ઉમેદવારો મોટી સંખ્યામાં સમર્થકો સાથે પહોંચ્યા હતા. શામળાજીમાં ભાજપના તમામ ઉમેદવારો ભાજપના મધ્યસ્થ ચૂંટણી કાર્યાલય પર એકઠા થયા હતા. ત્યાંથી તેઓએ મોટી સંખ્યામાં સમર્થકો સાથે બે કિલોમીટર લાંબી રેલી યોજીને પોતાના ઉમેદવારીપત્રો રજૂ કર્યા હતા. આ તબક્કે મંત્રી પી.સી. બરંડા ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તમામ ઉમેદવારોએ જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
    Click here to Read More
    Previous Article
    ડાંગમાં જિલ્લા-તાલુકા પંચાયત માટે 255 ઉમેદવારી ફોર્મ ભરાયા:ભાજપમાં નારાજગી, પૂર્વ ઉપપ્રમુખ કોંગ્રેસમાં જોડાતા રાજકીય ગરમાવો
    Next Article
    IPL 2026: Sanju Samson Roars In Yellow With Maiden CSK Fifty At Chepauk — Watch

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment