Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ટંકારામાં 3 સ્થળે ચાલતા જુગારના અડ્ડા પર પોલીસની રેડ:વિવિધ સ્થળેથી 15 જુગારીઓ ઝડપાયા, એક ફરાર, રૂ. 1.66 લાખનો મુદ્દામાલ જપ્ત

    7 hours ago

    ટંકારા પોલીસે તાલુકાના ઇન્દ્રપ્રસ્થ સોસાયટી, દેવીપૂજકવાસ અને હડમતીયા ગામની સીમમાં જુદી જુદી ત્રણ જગ્યાએ જુગારના અડ્ડા પર દરોડા પાડ્યા હતા. આ દરોડામાં કુલ 15 શખ્સો જુગાર રમતા ઝડપાયા હતા. પોલીસે તેમની પાસેથી કુલ રૂ. 1.66 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જોકે, એક શખ્સ પોલીસને ચકમો આપીને ફરાર થઈ ગયો હતો, જેની શોધખોળ ચાલી રહી છે. પ્રથમ દરોડો ટંકારા-લતીપર રોડ પર આવેલી ઇન્દ્રપ્રસ્થ-1 સોસાયટીમાં એક મકાનમાં પાડવામાં આવ્યો હતો. અહીંથી મકાન માલિક નીરજ પ્રવીણ કુકડીયા, નવઘણ હીરા ઝાપડા, આશિષ રમેશ રાઠોડ, કેવલ નરસી કલોલા, સાગર જયંતિ રૂપાલા અને પ્રવીણ પરસોતમ કાવર જુગાર રમતા ઝડપાયા હતા. પોલીસે તેમની પાસેથી રૂ. 92,500 રોકડા અને રૂ. 60,000ની કિંમતના છ મોબાઈલ ફોન સહિત કુલ રૂ. 1,52,500નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. બીજો દરોડો ટંકારા તાલુકાના હડમતીયા ગામની સીમમાં, ઘુનડા તરફ જતા રસ્તા પર જાહેરમાં પાડવામાં આવ્યો હતો. અહીંથી જેરાજ ખાખરીયા, સાગર કાનજી ખાખરીયા અને કાનજી પ્રેમજી ખાખરીયા જુગાર રમતા ઝડપાયા હતા. જોકે, પ્રવીણ ઉર્ફે ગુડો ગગજી વાઘેલા નાસી છૂટ્યો હતો. પોલીસે ઝડપાયેલા શખ્સો પાસેથી રૂ. 23,200 રોકડા અને રૂ. 5,000ની કિંમતનો મોબાઈલ ફોન મળી કુલ રૂ. 28,200નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ત્રીજો દરોડો ટંકારાના મોરબી નાકા પાસે આવેલા દેવીપૂજકવાસના ચોરા પાસે જાહેરમાં પાડવામાં આવ્યો હતો. અહીંથી રણજીત ચતુર વિકાણી, વિજય સુનિલ વીકાણી, તુલસી રામજી વિકાણી, ઘનશ્યામ દેવરાજ વિકાણી, ભગવાનજી રાજેશ વિકાણી અને કિશન મનોજ દેલવાડીયા જુગાર રમતા ઝડપાયા હતા. પોલીસે તેમની પાસેથી રૂ. 10,700 રોકડા જપ્ત કરી તેમની ધરપકડ કરી હતી. સ્થાનિક પોલીસ સ્ટેશનમાં જુગારના ત્રણ ગુના નોંધી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    બોગસ ચેકથી તેલના ડબ્બા ખરીદતી સુરતની ગેંગ ઝડપાઈ:જલાલપોર પોલીસે બે રીઢા ગઠિયાઓને ગણતરીના દિવસોમાં પકડ્યા
    Next Article
    પાટણના પદ્મનાભ વિસ્તારમાં ઉભરાતી ગટરથી નાગરિકો ત્રાહિમામ્:રહીશો અને ટ્રસ્ટ દ્વારા પાલિકાને આવેદનપત્ર અપાયું; 48 કલાકમાં ઉકેલ ન આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment