Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કેશોદની રણછોડ ઓઈલ મિલના 3 ભાગીદારો સામે વિશ્વાસઘાતનો ગુનો:મગફળી-સીંગદાણા ખરીદી નાણાં ચૂકવ્યા નહીં; 12.92 લાખની છેતરપિંડી

    21 hours ago

    કેશોદના માંગરોળ રોડ પર ક્રિષ્ના પ્રોટીન્સ ઇન્ડસ્ટ્રીઝ નામે મગફળી અને સીંગદાણાનો વ્યવસાય કરતા વેપારી સાથે રણછોડ ઓઈલ મિલના 3 શખ્સો દ્વારા ₹12.92 લાખથી વધુની છેતરપિંડી આચરવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. અગાઉના વેપારી સંબંધોનો લાભ ઉઠાવી ડિસેમ્બર 2016માં ખરીદેલા સીંગદાણાના જથ્થાના નાણાં ન ચૂકવી વિશ્વાસઘાત આચરવામાં આવ્યો હતો. પીડિત વેપારીની ફરિયાદના આધારે કેશોદ પોલીસે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વેપારી સાથે છેતરપિંડી આચરી કેશોદમાં વર્ષ 2010થી વ્યવસાય કરતા કિરીટભાઈ ગોપાલભાઈ સાવલીયા સાથે રણછોડ ઓઈલ મિલના માલિક જેરામભાઈ નથુભાઈ ગામી, તેમના પુત્ર ભરત અને ભત્રીજા પંકજ કાંતીભાઈએ વેપારી સંબંધોના નામે છેતરપિંડી આચરી હતી. 12.92 લાખનો માલ મેળવ્યો આરોપીઓએ ડિસેમ્બર 2016 દરમિયાન અલગ-અલગ તારીખોમાં કિરીટભાઈ પાસેથી કુલ 25,810 કિલો સીંગદાણાનો જથ્થો ખરીદ્યો હતો, જેની કુલ કિંમત ₹12,92,500 જેટલી થવા પામતી હતી. નાણાં ન ચૂકવી વિશ્વાસઘાત માલ મેળવી લીધા બાદ નિયત સમયમર્યાદામાં નાણાં ન ચૂકવતા વેપારીએ અવારનવાર ઉઘરાણી કરી હતી, પરંતુ આરોપીઓએ અવારનવાર ખોટા વાયદાઓ આપી પૈસા પરત ન આપી વિશ્વાસઘાત કર્યો હતો. આરોપીઓને અગાઉ સજા થઈ અત્રે ઉલ્લેખનીય છે કે આરોપી ભરત જેરામભાઈ ગામી અને પંકજ કાંતિભાઈ ગામી સહિત 4 શખ્સોને તાજેતરમાં કોર્ટે ₹90.41 લાખના અન્ય એક છેતરપિંડી કેસમાં 5-5 વર્ષની કેદની સજા ફટકારી હતી. પોલીસે ગુનો દાખલ કર્યો નાણાં પરત ન મળતા આખરે કંટાળીને કિરીટભાઈ સાવલીયાએ કેશોદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે રણછોડ ઓઈલ મિલના ત્રણેય ભાગીદારો સામે ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે.
    Click here to Read More
    Previous Article
    મહેસાણા ખાતે VCE મંડળની બેઠક યોજાઈ:લઘુત્તમ વેતન અને બાકી કમિશન મુદ્દે આંદોલનની ચીમકી
    Next Article
    આવતીકાલે ગીર અભયારણ્ય પ્રવાસીઓ માટે ખુલ્લું મુકાશે.:9 ઓક્ટોબરથી પ્રવાસીઓ માટે શરૂ થશે, ચોમાસાની સીઝન બાદ સાસણ-ગીરનું ઈકો ટુરિઝમ ઝોન વહેલું ખુલ્લું મુકાતા પ્રવાસીઓમાં ઉત્સાહ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment