Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વર્ગ-3ની વિવિધ 1237 જગ્યાની ભરતી માટે આજથી ઓનલાઈન અરજી શરૂ:ઉમેદવારો 5 નવેમ્બરથી લઇ 30 નવેમ્બર સુધી અરજી કરી શકશે

    12 hours ago

    ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા વર્ગ-3ના ગ્રુપ-A-B સંવર્ગની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા દ્વારા 1237 જગા પર સીધી ભરતીની જાહેરાત કરાઇ છે. સરકારી નોકરીની તૈયારી કરતા ઉમેદવારો માટે ભરતીની આ મોટી તક છે. જેમાં ગ્રુપ-Aની 243 અને ગ્રુપ-Bની 994 જગાનો સમાવેશ થાય છે. ઉમેદવારો 5 નવેમ્બરથી લઇ 30 નવેમ્બર સુધી ઓનલાઈન અરજી કરી શકશે. ભરતીમાં ગ્રુપ-A હેઠળ સબ રજિસ્ટ્રાર ગ્રેડ-1ની 6, સબ રજિસ્ટ્રાર ગ્રેડ-2ની 15, મદદનીશ આદિજાતિ વિકાસ અધિકારીની 50, સમાજ કલ્યાણ નિરીક્ષકની 89, કચેરી અધિક્ષકની 7, ઓફિસ આસિસ્ટન્ટની 15, હેડ ક્લાર્કની 10 અને સિનિયર ક્લાર્કની 51 જગા ભરાશે. જ્યારે ગ્રુપ-Bમાં જુનિયર ક્લાર્કની 994 જગાની ભરતી થશે. આમ, કુલ જગામાં સૌથી મોટો હિસ્સો જુનિયર ક્લાર્કની ભરતીનો છે. જેના માટે ઉમેદવારની વય 30 નવેમ્બર 2026ના રોજ 20થી 35 વચ્ચેની હોવી જરૂરી છે. અનામત વર્ગના ઉમેદવારો, મહિલાઓ, દિવ્યાંગો અને માજી સૈનિકોને નિયમ મુજબ વયમર્યાદામાં છૂટછાટ મળશે. શૈક્ષણિક લાયકાતમાં માન્ય યુનિવર્સિટીની સ્નાતક પદવી, કમ્પ્યુટરન જાણકારી અને ગુજરાતી કે હિન્દી ભાષાનું પૂરતું જ્ઞાન જરૂરી છે. બે તબક્કામાં લેવાનારી પરીક્ષામાં પ્રથમ તબક્કામાં ગ્રુપ-એ-બીની સંયુક્ત પ્રાથમિક પરીક્ષા યોજાશે. જેમાં અંગ્રેજી અને ગુજરાતીના 15-15, જનરલ અવેરનેસ અને કરન્ટ અફેર્સના 30, ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યૂડના 30 અને રીઝનિંગના 60 મળી 150 ગુણના પ્રશ્ન રહેશે. પરીક્ષાનો સમય 120 મિનિટનો રહેશે અને ખોટા જવાબદીઠ 0.25 ગુણનું નેગેટિવ માર્કિંગ રહેશે. પ્રાથમિક પરીક્ષા બાદ ગ્રુપ-A માટે વર્ણનાત્મક અને ગ્રુપ-B માટે MCQ આધારિત મુખ્ય પરીક્ષા લેવાશે. ઓનલાઈન અરજી 5 નવેમ્બર બપોરે 2 વાગ્યાથી OJAS વેબસાઇટ પર શરૂ થઇ 30 નવેમ્બરની રાતે 11:59 વાગ્યા સુધી કરી શકાશે. બિનઅનામત ઉમેદવારો માટે પરીક્ષા ફી રૂ.500 અને અનામત વર્ગ, તમામ કેટેગરીની મહિલા, દિવ્યાંગ તથા માજી સૈનિકો માટે રૂ.400 રખાઇ છે. જેમાં પરીક્ષા આપનારા ઉમેદવારોને ભરેલી પરીક્ષા ફી પરત મળશે.
    Click here to Read More
    Previous Article
    બોટાદમાં 33 પોલીસકર્મચારીની આંતરિક બદલી:જિલ્લા પોલીસવડા ધર્મેન્દ્ર શર્માએ આદેશ કર્યા; વિવિધ પોલીસ સ્ટેશનોમાં નવી જવાબદારી સોંપાઈ
    Next Article
    20-Year-Old Ghee Found In Grandfather's House Goes Viral. Can It Really Last For Decades?

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment