Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગોડાદરાની એક સોસાયટીના 3 મિત્રો એકસાથે ગુમ:11થી 15 વર્ષના 3 બાળકો રાત્રિના સમયે રમતા-રમતા ગાયબ, છેલ્લે રેલવે સ્ટેશન દેખાયા; પોલીસે CCTV આધારે તપાસ હાથ ધરી

    15 hours ago

    સુરત શહેરના ગોડાદરા વિસ્તારમાં આવેલી એક સોસાયટીમાં રહેતા ત્રણ માસૂમ મિત્રો એકાએક ગુમ થઈ જવાની ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. રાત્રિના સમયે રમતા-રમતા આ ત્રણેય બાળકો ક્યાંક લાપતા થઈ ગયા હતા. પરિવારે મોડી રાત સુધી શોધખોળ કરવા છતાં કોઈ પત્તો ન મળતા આખરે ગોડાદરા પોલીસ મથકમાં અપહરણ અને ગુમ થયાની ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની અનેક ટીમો હાલ આ બાળકોની શોધખોળમાં જોતરાઈ છે. છેલ્લે રેલવે સ્ટેશન દેખાયા છે. સુરત શહેરના ગોડાદરા વિસ્તારમાં રહેતા ત્રણેય પાડોશી હોવાની સાથે ગાઢ મિત્રો પણ છે. ગત તારીખ 24/03/2026ના રોજ રાત્રિના અંદાજે 08:45થી 10:00 વાગ્યાના સમયગાળા દરમિયાન ત્રણેય બાળકો સોસાયટીમાં જ રમી રહ્યા હતા. જોકે, લાંબો સમય વીતવા છતાં બાળકો ઘરે પરત ન ફરતા પરિવારે શોધખોળ આદરી હતી. રાત આખી સગા-સંબંધીઓ અને આસપાસના વિસ્તારો ફેંદી માર્યા બાદ પણ બાળકોનો કોઈ સુરાગ મળ્યો ન હતો, જેને પગલે પરિવારોમાં ભારે આક્રંદ જોવા મળ્યો હતો. સીસીટીવી ફૂટેજ અને મોબાઈલ લોકેશન પર પોલીસની નજર ઘટનાની જાણ થતા જ ગોડાદરા પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે. પોલીસે ગુનો નોંધીને અલગ-અલગ ટીમો બનાવી છે. પોલીસ દ્વારા સોસાયટી અને મુખ્ય માર્ગો પર લાગેલા સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવી રહ્યા છે જેથી જાણી શકાય કે બાળકો કઈ દિશામાં ગયા છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, આ બાળકો હિન્દી ભાષા બોલે છે. પોલીસે રેલવે સ્ટેશન, બસ સ્ટેન્ડ અને શહેરના બહાર જવાના રસ્તાઓ પર પણ સતર્કતા વધારી દીધી છે. બાળકો પાસે કોઈ મોબાઈલ ફોન છે કે કેમ તે દિશામાં પણ તપાસ ચાલુ છે. ગુમ થયેલા બાળકોનું વર્ણન અને ઓળખ પોલીસ દ્વારા જાહેર કરાયેલી વિગતો મુજબ ત્રણેય બાળકોના દેખાવ અને પહેરવેશ નીચે મુજબ છે: ઉત્તર પ્રદેશના વતની એવા પરિવારો પર આભ તૂટી પડ્યું ગુમ થયેલા બાળકો પૈકી એક બાળકનું મૂળ વતન ઉત્તર પ્રદેશનું ઈટાવા જિલ્લાનું બલાહાર ગામ છે. આ પરિવારો સુરતમાં રોજગારી અર્થે સ્થાયી થયા છે. એકસાથે ત્રણ-ત્રણ દીકરાઓ ગુમ થતા આખી સોસાયટીમાં સન્નાટો વ્યાપી ગયો છે. રહેવાસીઓના જણાવ્યા મુજબ, ત્રણેય બાળકો સ્વભાવે શાંત હતા અને અગાઉ ક્યારેય પણ કહ્યા વગર ક્યાંય ગયા નહોતા. કોઈ અજાણી વ્યક્તિ તેમને લલચાવી-ફોસલાવીને લઈ ગઈ હોવાની કે પછી કોઈ અનિચ્છનીય બનાવ બન્યો હોવાની આશંકાએ વાલીઓના જીવ અદ્ધર કરી દીધા છે. ગોડાદરા પોલીસે લોકોને અપીલ કરી છે કે જો કોઈને પણ આ બાળકો વિશે કોઈ માહિતી મળે તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરે.
    Click here to Read More
    Previous Article
    ઈરાન યુદ્ધ મામલે કાલે PM મોદીની તમામ મુખ્યમંત્રીઓ સાથે બેઠક:સંસદમાં કહ્યું હતું- આવનારો સમય કોરોના જેવી પરીક્ષા લેશે, રાજ્ય-કેન્દ્રએ મળીને કામ કરવું પડશે
    Next Article
    મોરબી મહાનગરપાલિકાની ચૂંટણી 2026:કોંગ્રેસે પ્રથમ યાદીમાં 12 ઉમેદવારો જાહેર કર્યા, પ્રમુખે કહ્યું - સત્તા મળ્યે કૌભાંડીઓને જેલ ભેગા કરાશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment