Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોરબી મહાનગરપાલિકાની ચૂંટણી 2026:કોંગ્રેસે પ્રથમ યાદીમાં 12 ઉમેદવારો જાહેર કર્યા, પ્રમુખે કહ્યું - સત્તા મળ્યે કૌભાંડીઓને જેલ ભેગા કરાશે

    14 hours ago

    મોરબી મહાનગરપાલિકાની આગામી ચૂંટણી માટે કોંગ્રેસે 52 પૈકી 12 બેઠકો પર પોતાના ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. પત્રકાર પરિષદ યોજીને આ જાહેરાત કરવામાં આવી હતી. શહેર કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે જો કોંગ્રેસ સત્તા પર આવશે તો કૌભાંડીઓને જેલ ભેગા કરવામાં આવશે. મોરબી મહાનગરપાલિકા અસ્તિત્વમાં આવ્યા બાદ આ પ્રથમ ચૂંટણી છે. ચૂંટણીની સત્તાવાર જાહેરાત પહેલા જ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી જેવા પક્ષોએ ઉમેદવારો જાહેર કરવાનું શરૂ કર્યું છે, જે ત્રિપાંખિયા જંગના સંકેત આપે છે. આ પત્રકાર પરિષદ મોરબીના સનાળા રોડ પર આવેલા જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે યોજાઈ હતી, જેમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચીખલીયા અને શહેર કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજા ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા કોંગ્રેસ દ્વારા જાહેર કરાયેલા 12 ઉમેદવારોના નામ નીચે મુજબ છે: પત્રકારોને સંબોધતા, મોરબી શહેર કોંગ્રેસ પ્રમુખ અને વોર્ડ નંબર 5ના ઉમેદવાર પુષ્પરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે અગાઉ નગરપાલિકામાં ભાજપના 52 સભ્યો હતા, ત્યારે ભ્રષ્ટાચાર અને કૌભાંડો ચરમસીમાએ પહોંચ્યા હતા. તેમણે નંદીઘર અને આવાસ યોજના સહિતના કૌભાંડોમાં ભાજપે કૌભાંડીઓને છાવર્યા હોવાનો આરોપ લગાવ્યો હતો. જાડેજાએ ખાતરી આપી હતી કે જો કોંગ્રેસ મહાપાલિકામાં સત્તા પર આવશે, તો ભ્રષ્ટાચાર અને કૌભાંડ કરનારાઓ સામે માત્ર ફરિયાદ જ નહીં થાય, પરંતુ તેમને જેલ ભેગા પણ કરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    ગોડાદરાની એક સોસાયટીના 3 મિત્રો એકસાથે ગુમ:11થી 15 વર્ષના 3 બાળકો રાત્રિના સમયે રમતા-રમતા ગાયબ, છેલ્લે રેલવે સ્ટેશન દેખાયા; પોલીસે CCTV આધારે તપાસ હાથ ધરી
    Next Article
    Iran USA War Update LIVE | અમેરિકાએ કેમ યુદ્ધવિરામ મૂક્યું? ઈરાનની જીતનાં સંકેત | Trump | N18G

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment