Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    3 દિવસમાં ફોન-પેથી 10 ટ્રાન્ઝેક્શન કરી રકમ ટ્રાન્સફર કરાઈ:રાજકોટમાં સાયબર ગઠિયાઓએ મોબાઈલ હેક કરી ગૃહિણીના ખાતામાંથી રૂ.2.36 લાખ ઉપાડી લીધા

    7 hours ago

    રાજકોટ શહેરમાં સાયબર છેતરપિંડીનો વધુ એક કિસ્સો પોલીસ ચોપડે નોંધાયો છે. આહીર ચોક નજીક રહેતી ગૃહિણીનો મોબાઈલ ફોન ટેકનિકલ ખામીના બહાને હેંગ કરી અજાણ્યા શખ્સોએ ફોન-પે મારફતે તેમના સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના ખાતામાંથી કટકે-કટકે કુલ રૂ.2.36 લાખ ટ્રાન્સફર કરી લીધા છે. આ મામલે ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. સાયબર ગઠિયાઓએ મહિલાનો મોબાઈલ હેક કર્યો ​રાજકોટ શહેરના આહીર ચોક પાસે આવેલી લાલપાર્ક સોસાયટીમાં રહેતા 40 વર્ષીય જીગનાબેન હિરેનભાઈ ઉમરાણીયા સાયબર ઠગાઈનો ભોગ બન્યા છે. જીગનાબેન વાણીયાવાડી સ્થિત સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની શાખામાં એકાઉન્ટ ધરાવે છે અને સેમસંગ કંપનીનો મોબાઈલ ફોન વાપરે છે. ગત તા.24 ઓક્ટોબર, 2026થી 27 ઓક્ટોબર, 2026 દરમિયાન તેમના મોબાઈલમાં અચાનક ટેકનિકલ ખામી સર્જાઈ હતી. આ સમયગાળામાં તેમનો ફોન વારંવાર હેંગ થઈ જતો હતો અને આપમેળે ચાલુ-બંધ થતો હતો તથા સ્ક્રીન પર અપડેટનો વિકલ્પ આવતો હતો. મહિલાના ખાતામાંથી 2.37 લાખ ઉપડી ગયા ​મોબાઈલમાં સમસ્યા જણાતા જીગનાબેન સ્થાનિક મોબાઈલ દુકાને તપાસ કરાવવા ગયા હતા, જ્યાં ફોન ચાલુ હોવાનું જણાવાતા તેમણે ફોન રિપેર કરાવ્યો ન હતો. ત્યારબાદ તા.27 ઓક્ટોબર, 2026ના બપોરે આશરે 12.30 વાગ્યે તેઓ સહકાર મેઇન રોડ પર આવેલ એક દુકાને ખરીદી કરવા ગયા હતા. ત્યાં રૂ.1000નું ઓનલાઈન પેમેન્ટ ફોન-પે મારફતે કર્યા બાદ તેમણે ખાતાનું બેલેન્સ તપાસતા માત્ર રૂ.300 જણાયા હતા. મૂળ રૂ.2.37.162ના બેલેન્સ સામે આટલી ઓછી રકમ જણાતા તેઓ તાત્કાલિક વાણીયાવાડી સ્થિત બેંક શાખાએ પહોંચ્યા હતા. ત્રણ દિવસમાં UPIથી અલગ અલગ ખાતામાં પૈસા ટ્રાન્સફર થયા ​બેંકમાં તપાસ કરતા જાણવા મળ્યું હતું કે તા.24 ઓક્ટોબર, 2026થી 26 ઓક્ટોબર, 2026ના 3 દિવસ દરમિયાન તેમની જાણ બહાર UPI મારફતે અલગ-અલગ બેંક ખાતામાં કુલ રૂ.2.36 લાખ ટ્રાન્સફર થઈ ગયા છે. ફોન-પે ટ્રાન્ઝેક્શન હિસ્ટ્રી તપાસતા પ્રથમ દિવસે 24 ઓક્ટોબરે રૂ.27,000, રૂ.30,000 અને રૂ. 39,000ના ત્રણ ટ્રાન્ઝેક્શન થયા હતા. બીજા દિવસે 25 ઓક્ટોબરે રૂ.10,000, રૂ.30,000, રૂ.29,000, રૂ.15,000 અને રૂ.16,000 એમ પાંચ વખત રકમ ઉપડી હતી, જ્યારે ત્રીજા દિવસે 26 ઓક્ટોબરે રૂ.20,000ના બે ટ્રાન્ઝેક્શન મળી કુલ 10 ટ્રાન્ઝેક્શન દ્વારા આ રકમ સેરવી લીધી હતી. મહિલાએ હેલ્પલાઈન નંબર 1930 પર ફરિયાદ નોંધાવી ​ઘટનાની જાણ થતા જ ફરિયાદીએ બેંક ખાતાના ઓનલાઈન વ્યવહારો બંધ કરાવી સાયબર ક્રાઈમ હેલ્પલાઈન નંબર 1930 પર ફરિયાદ નોંધાવી હતી જેના આધારે ઈ-એફઆઈઆર જનરેટ થઈ હતી. ત્યારબાદ મોબાઈલ ફોન ફોર્મેટ કરાવતા તે રાબેતા મુજબ ચાલતો થયો હતો. આ સમગ્ર મામલે ગત ભક્તિનગર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    MP- ઝેરી જ્યુસ પીવડાવવાથી 2નાં મોત, 5 ગંભીર:100 રૂપિયામાં ઉકાળાનાં 3 ગ્લાસ પીવડાવ્યા, પીતા જ ચક્કર અને ઊલટીઓ; દારૂ છોડાવવા 400 લોકો ગયા હતા
    Next Article
    Ground Report | લગ્ન નોંધણીમાં લાલિયાવાડી! | ઉતાવળે આંબા પાકયા ! | 48 કલાકમાં વાવાઝોડું ટકરાશે !

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment