Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મહિલાઓ માટે પિંક બસ શરૂ:ફક્ત મહિલાઓ માટેની 3 સિટી બસ, 1 BRTS બસનો પ્રારંભ; યુવતીએ કહ્યું- મહિલાઓની સુરક્ષાને પ્રાથમિકતા મળશે

    8 hours ago

    ગુજરાત રાજ્યમાં સુરત બાદ હવે રાજકોટમાં ફક્ત મહિલાઓ માટેની પિંક બસ આજે 1 એપ્રિલથી શરૂ કરવામાં આવી છે. શહેરમાં સિટી બસ (RMTS) અને BRTSની 238 બસમાં સવારે 6થી રાત્રે દૈનિક 54000 મુસાફરો મુસાફરી કરી રહ્યા છે. જેમાં 20,000 જેટલા મહિલાઓ છે. હાલ 4 રૂટ પર પાયલોટ પ્રોજેક્ટ સ્વરૂપે શરૂ થયેલી આ સુવિધા સમગ્ર શહેરમાં તમામ રૂટ પર શરૂ કરવાની તૈયારી છે. પ્રથમ દિવસે પિન્ક બસમાં મુસાફરી કરતી યુવતીઓએ પણ મહાનગરપાલિકાની આ સુવિધાને આવકારી હતી. 234 બસ દ્વારા દૈનિક પરિવહન સેવા પૂરી પાડવામાં આવી રહી છે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સિટી બસ સેવા (RMTS) તથા બી.આર.ટી.એસ. બસ સેવા કાર્યરત રાખવામાં આવી છે. આ બંને સેવાઓનું સંચાલન રાજકોટ મહાનગરપાલિકાની કંપની રાજકોટ રાજપથ લી. (SPV) દ્વારા કરવામાં આવી રહ્યું છે. શહેરમાં વધતી મુસાફરીની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને હાલ કુલ 82 રૂટ પર 100 CNG બસ તથા 134 ઇલેક્ટ્રિક બસ એમ કુલ 234 બસ દ્વારા દૈનિક પરિવહન સેવા પૂરી પાડવામાં આવી રહી છે. આ સેવાઓ દ્વારા દરરોજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, નોકરીયાત વર્ગ, વેપારીઓ તેમજ સામાન્ય નાગરિકોને સરળ અને સસ્તી મુસાફરીની સુવિધા મળી રહી છે. મહિલાઓ નિર્ભયતાપૂર્વક મુસાફરી કરી શકે તે હેતુસર પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો રાજકોટ મહાનગરપાલિકાના RRL સિટી બસના જનરલ મેનેજર પરેશ અઢીયાએ જણાવ્યુ હતુ કે, મનપા દ્વારા નાગરિક કેન્દ્રિત સુવિધાઓ વધારવાના હેતુસર તેમજ ખાસ કરીને મહિલા મુસાફરોને વધુ સુરક્ષિત અને અનુકૂળ મુસાફરી ઉપલબ્ધ થાય તે માટે નાણાંકીય વર્ષ 2026-27ના બજેટ સ્પીચ અંતર્ગત મહિલા સુરક્ષિત સફર યોજના (MSSY) જાહેર કરવામાં આવી છે. આ યોજના અંતર્ગત મહિલાઓ માટે વિશેષ પિંક બસ સેવા શરૂ કરવામાં આવી છે. જેમાં માત્ર મહિલા મુસાફરોને મુસાફરી કરવાની સુવિધા આપવામાં આવી છે. મહિલાઓને જાહેર પરિવહનમાં સુરક્ષિત વાતાવરણ મળે અને તેઓ નિર્ભયતાપૂર્વક મુસાફરી કરી શકે તે હેતુસર આ પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે.આજે 1 એપ્રિલના સવારે ત્રિકોણબાગ ખાતેથી ધારાસભ્ય ડૉ.દર્શિતાબેન શાહ, રમેશ ટીલાળા, નરેન્દ્રસિંહ જાડેજા અને મનીષ રાડીયા દ્વારા ઝંડી આપી પિંક બસ પાયલોટ પ્રોજેક્ટનો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ અવસરે રાજકોટ રાજપથ લિ.ના જનરલ મેનેજર પરેશ અઢીયા, રાજકોટ રાજપથ લિ.ના અધિકારીઓ-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. પિંક બસ મહિલાઓની સુરક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ સારી છે યુવતી આયુષીએ જણાવ્યું હતું કે, ફક્ત મહિલાઓ માટે પિંક બસ શરૂ કરવામાં આવી તે આવકારદાયક છે. હું ત્રંબા કોલેજમાં અભ્યાસ કરું છું અને ત્યાંથી આ બસમાં બેઠી હતી. ધ્વનિતાએ જણાવ્યુ હતુ કે, આયુર્વેદિક કોલેજમાં અભ્યાસ કરું છું. પિંક બસની સેવા શરૂ કરવામાં આવી છે તે ખૂબ જ સારી છે. જેમાં મહિલાઓ માટેની આ સ્પેશિયલ બસની સુવિધા ખૂબ જ સારી છે. પિંક બસ મહિલાઓની સુરક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ સારી છે. આ યોજના હેઠળ પ્રારંભિક તબક્કામાં શહેરના મહત્વપૂર્ણ અને વધુ મુસાફરો ધરાવતા 3 સિટી બસ (RMTS) રૂટ તથા 1 BRTS રૂટ પર એમ કુલ 4 પિંક બસ કાર્યરત કરવામાં આવી છે. આ બસો મહિલાઓ માટે વિશેષ નિર્ધારિત રહેશે તથા બસમાં કન્ડક્ટર તરીકે પણ મહિલા સ્ટાફની નિમણૂંક કરવામાં આવશે. જેથી મુસાફરી દરમિયાન મહિલાઓને વધુ સુરક્ષા અને સહજતા અનુભવાય. પિંક બસ માટે નિર્ધારિત રૂટની વિગતો આ રૂટની પસંદગી દરમિયાન મહિલાઓની વધુ અવરજવર, શૈક્ષણિક સંસ્થાઓ, રહેણાંક વિસ્તારો તથા મુખ્ય ટ્રાન્સપોર્ટ કોરિડોરને ધ્યાનમાં રાખવામાં આવ્યા છે. પાઇલોટ પ્રોજેક્ટના અનુભવના આધારે ભવિષ્યમાં વધુ રૂટ પર પિંક બસ સેવા વિસ્તૃત કરવામાં આવશે. મહિલા મુસાફરો માટે ખાસ પાસ સુવિધા મહિલા સુરક્ષિત સફર યોજના અંતર્ગત મુસાફરી કરનાર મહિલા મુસાફરો વુમન કેટેગરી પાસ મેળવીને આ સેવાનો લાભ લઈ શકશે. આ પાસ વાર્ષિક માત્ર રૂ.1000 ના નજીવા દરે આપવામાં આવશે. જ્યારે રૂ.50 પ્રોસેસિંગ ચાર્જ અલગથી વસૂલવામાં આવશે. પાસ મેળવવા માટે મહિલા મુસાફરો રાજકોટ મહાનગરપાલિકાના તમામ સિટી સિવિક સેન્ટર, વોર્ડ ઓફિસ ખાતે અથવા ઓનલાઇન અરજી કરી શકશે. અરજી કર્યા બાદ નિયમોનુસાર કાર્યવાહી પૂર્ણ કરીને પાસ ઇસ્યુ કરવામાં આવશે. પાસ મળ્યા બાદ મહિલા મુસાફરો નિર્ધારિત પિંક બસ રૂટમાં સરળતાથી મુસાફરી કરી શકશે. યોજનાનો અમલ મહિલા સુરક્ષિત સફર યોજના નાણાંકીય વર્ષથી તા.1 એપ્રિલ-2026થી અમલમાં મુકવામાં આવી છે. આ યોજનાનો લાભ લેવા ઇચ્છુક તમામ મહિલા મુસાફરોએ અગાઉથી પાસ માટે અરજી કરવાની રહેશે. જેથી યોજનાનો લાભ સમયસર મેળવી શકાય. ખાસ સુવિધાઓ અને નિયમો
    Click here to Read More
    Previous Article
    IGNOU extends assignment submission deadline for GOAL and EVBB June 2026 TEE
    Next Article
    ડોમેસ્ટિક વાયોલન્સના કેસમાં પત્નીને 12 હજાર ભરણપોષણ ચૂકવવા હુકમ:સાસરિયાઓએ મહિલાને ત્રાસ આપી તાંત્રિક વિધિનો આક્ષેપ મુક્યો, મહિલા કોર્ટમાં જતાં પતિને વળતર ચૂકવવા આદેશ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment