Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બનાસકાંઠા પોલીસે 296 પ્રોહિબિશન કેસ નોંધ્યા:298 આરોપીઓની ધરપકડ, 9.53 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો

    7 hours ago

    બનાસકાંઠા પોલીસે રાજ્યવ્યાપી પ્રોહીબીશન ડ્રાઈવ અંતર્ગત છેલ્લા બે દિવસમાં મોટી કાર્યવાહી કરી છે. આ કાર્યવાહીમાં કુલ 296 પ્રોહીબીશનના કેસ નોંધવામાં આવ્યા છે. પોલીસે 298 આરોપીઓની ધરપકડ કરી રૂ. 9,53,646 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. રાજ્ય સરકારની દારૂબંધી પ્રત્યેની 'ઝીરો ટોલરન્સ' નીતિના ભાગરૂપે DGP જી.એસ. મલીક (IPS) દ્વારા સમગ્ર રાજ્યમાં ત્રણ દિવસીય સ્પેશિયલ પ્રોહીબીશન ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આદેશના અનુસંધાને બનાસકાંઠા રેન્જ IG પરીક્ષિતા રાઠોડ અને SP પ્રશાંત સુંબેની સીધી સૂચના હેઠળ જિલ્લા પોલીસે આ કાર્યવાહી હાથ ધરી. ડિવાયએસપી (પાલનપુર) જે.જે. ગામીત અને ડિવાયએસપી (ડીસા) સી.એલ. સોલંકીના માર્ગદર્શન હેઠળ LCB પાલનપુર અને જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનોની ટીમો બનાવવામાં આવી હતી. આ ટીમોએ દેશી અને વિદેશી દારૂનું ગેરકાયદે ઉત્પાદન, હેરાફેરી અને વેચાણ કરતા બુટલેગરોના અડ્ડાઓ પર ઓચિંતા દરોડા પાડ્યા હતા. પોલીસની આ સઘન કાર્યવાહીથી જિલ્લાના બુટલેગરો અને અસામાજિક તત્વોમાં ભયનો માહોલ સર્જાયો છે. બનાસકાંઠા પોલીસ દારૂની ગેરકાયદે પ્રવૃત્તિઓને સંપૂર્ણપણે નાબૂદ કરવા માટે ભવિષ્યમાં પણ આવી જ કડક કાર્યવાહી ચાલુ રાખશે.
    Click here to Read More
    Previous Article
    How MBS Became the Most Dangerous Ruler in the World | Saudi Arabia
    Next Article
    ડો. પ્રવીણ તોગડિયાના આગમન પૂર્વે બોટાદમાં બેઠક યોજાઈ:આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા શંકરપરામાં આયોજન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment