Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમદાવાદ મેડિસિટીમાં 295 કરોડનું સ્પાઇન અને સ્પોર્ટ્સ ઇન્જરી સેન્ટર બનશે:રિહેબિલિટેશન સહિતની તમામ સુવિધાઓ એક જ કેમ્પસમાં મળશે, ઓલિમ્પિક ગેમ્સના વિઝન સાથે ગાંધીનગરમાં હાઈલેવલ બેઠક

    3 दिन पहले

    મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકારે આરોગ્ય અને રમતગમત ક્ષેત્રે વધુ એક મહત્ત્વાકાંક્ષી અને ઐતિહાસિક નિર્ણય લીધો છે. અમદાવાદ મેડિસિટી ખાતે અંદાજિત રૂ. 295 કરોડના ખર્ચે વિશ્વ કક્ષાનું 'સ્પાઇન ઇન્સ્ટિટ્યુટ, સ્પોર્ટ્સ ઇન્જરી સેન્ટર અને રિહેબિલિટેશન સેન્ટર' સ્થાપિત કરવામાં આવશે. આ અત્યાધુનિક સંકુલ કરોડરજ્જુ સંબંધિત રોગો અને રમતગમત દરમિયાન થતી ગંભીર ઇજાઓની સારવાર માટે એક સર્વાંગી કેન્દ્ર તરીકે વિકસાવવામાં આવશે. ગાંધીનગરમાં યોજાઈ ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક આ પ્રોજેક્ટના આયોજન અને પ્રગતિ અંગે બુધવારે ગાંધીનગરમાં આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાના અધ્યક્ષસ્થાને ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠકમાં ગવર્નમેન્ટ સ્પાઇન ઇન્સ્ટિટ્યુટના નિયામક ડૉ. પિયુષ મિત્તલ, આરોગ્ય વિભાગના વરિષ્ઠ અધિકારીઓ તેમજ પીઆઈયુ (PIU) ના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને પ્રોજેક્ટને વહેલી તકે પૂર્ણ કરવાના રોડમેપ અંગે ચર્ચા કરી હતી. 2030 કોમનવેલ્થ અને 2036 ઓલિમ્પિક્સ પર નજર આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સતત પ્રયત્નોથી ગુજરાત વર્ષ 2030ની કોમનવેલ્થ ગેમ્સ અને વર્ષ 2036ની ઓલિમ્પિક ગેમ્સની યજમાની માટે સજ્જ થઈ રહ્યું છે. આવી સ્થિતિમાં ભારતીય અને આંતરરાષ્ટ્રીય ખેલાડીઓને વૈશ્વિક સ્તરની સારવાર અને પુનર્વસન સુવિધાઓ રાજ્યમાં જ ઉપલબ્ધ કરાવવા માટે આ વિશેષ સંકુલ અત્યંત ઉપયોગી સાબિત થશે. ગુજરાત બનશે સ્પોર્ટ્સ મેડિસિનનું ગ્લોબલ હબ સરકારનું લક્ષ્ય માત્ર દર્દીઓની સારવાર પૂરતું મર્યાદિત નથી, પરંતુ ગુજરાતને સ્પોર્ટ્સ મેડિસિન અને સ્પાઇન કેરના ગ્લોબલ હબ તરીકે વિકસાવવાનું છે. મંત્રીએ ગર્વ સાથે ઉમેર્યું હતું કે, છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન ગુજરાતમાં સ્પાઇન સર્જરીમાં એકપણ ઇન્ફેક્શનનો કેસ નોંધાયો નથી, જે રાજ્યની આરોગ્ય સેવાઓની ઉચ્ચ ગુણવત્તાનું ઉત્કૃષ્ટ પ્રતિબિંબ છે. એક જ કેમ્પસમાં મળશે આ અદ્યતન સુવિધાઓ પ્રસ્તાવિત સંકુલમાં દર્દીઓ અને રમતવીરો માટે એક જ જગ્યાએ તમામ આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાશે: શિક્ષણ અને સંશોધન પર વિશેષ ભાર આ કેમ્પસ માત્ર સારવાર પૂરતું સીમિત નહીં રહે, પરંતુ અહીં સુપર-સ્પેશિયાલિસ્ટ ડોક્ટરો અને નિષ્ણાત માનવબળ તૈયાર કરવા માટે આધુનિક શૈક્ષણિક સુવિધાઓ ધરાવતી કોલેજો પણ શરૂ કરવામાં આવશે. સ્પાઇન અને સ્પોર્ટ્સ મેડિસિન ક્ષેત્રે વૈશ્વિક સ્તરનું સંશોધન થઈ શકે તે માટે વિશેષ સંશોધન કેન્દ્રો પણ વિકસાવવામાં આવશે, જેથી દેશ-વિદેશના નિષ્ણાતો અહીં આવીને પોતાની સેવાઓ અને જ્ઞાનનો લાભ આપી શકે. સમીક્ષા બેઠકના અંતે આરોગ્ય મંત્રીએ પ્રોજેક્ટ માટે કડક સમયમર્યાદા નક્કી કરવા તેમજ ગુણવત્તાયુક્ત અને ઝડપી કામગીરી સુનિશ્ચિત કરવા માટે પીઆઈયુ અને સંબંધિત વિભાગના અધિકારીઓને જરૂરી આદેશો આપ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    કેશોદમાં વ્યાજખોરોના ત્રાસથી સરકારી કર્મીનો આપઘાતનો પ્રયાસ:પ્રવીણ પરમારની ઉઘરાણી અને ધમકીથી કંટાળી ઝેરી દવા પીધી, 40 હજારના 75 હજાર ચૂકવ્યા છતા ઉઘરાણી
    Next Article
    અસારવા સિવિલમાં મહિલા સિક્યોરિટી ગાર્ડ પર હુમલો, CCTV:દર્દીના પરિવારજનો અને સિક્યોરિટી ગાર્ડ વચ્ચે મારામારી, હોસ્પિટલની સુરક્ષા વ્યવસ્થા સામે ફરી સવાલો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment