Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વાંકાનેરના ગુંદાખડામાં 29.47 લાખનો દારૂ ઝડપાયો:વાડીના મકાનમાંથી 531 પેટીઓ સાથે બે ઝડપાયા, બેની શોધખોળ

    5 days ago

    વાંકાનેર તાલુકાના ગુંદાખડા ગામની સીમમાં આવેલી એક વાડીના મકાનમાંથી પોલીસે વિદેશી દારૂ અને બિયરનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે દારૂ-બિયરની કુલ 531 પેટીઓ જપ્ત કરી છે, જેની કિંમત રૂ. 29,47,564 આંકવામાં આવી છે. આ દરોડા દરમિયાન બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. વાંકાનેર તાલુકાના પીઆઈ બી.વી.પટેલને મળેલી ચોક્કસ બાતમીના આધારે, તેમના સ્ટાફ દ્વારા નાથાભાઈ હરજીભાઈ વાજાની વાડીએ આવેલા રહેણાંક મકાનમાં દરોડો પાડવામાં આવ્યો હતો. આ કાર્યવાહી વાંકાનેરના ડીવાયએસપી સમીર સારડાના માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવી હતી. પોલીસે સ્થળ પરથી ગુંદાખડા ગામના રહેવાસી નાથાભાઈ હરજીભાઈ વાજા અને અશ્વિનભાઈ નાથાભાઈ વાજાની ધરપકડ કરી છે. પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે આ દારૂનો જથ્થો રાજસ્થાનના ટકો અને થાનના જીતેશભાઈ ભીમાભાઇ રંગપરા દ્વારા મોકલવામાં આવ્યો હતો. પોલીસે પકડાયેલા બે આરોપીઓ તેમજ દારૂ મોકલનારા બે શખ્સો સહિત કુલ ચાર વ્યક્તિઓ સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે. તપાસ દરમિયાન અન્ય કોઈના નામ સામે આવશે તો તેમની સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    નસવાડીના નારધા ગામે કૂવામાં દીપડો પડ્યો:વન વિભાગે 4 કલાકની જહેમત બાદ સફળ રેસ્ક્યૂ કર્યું
    Next Article
    સુરતની ગંભીર સ્થિતિ બાદ મનપા તંત્ર જાગ્યું:રાજકોટમાં પાણી ભરાતા 93 વિસ્તારોને રેડ, યલો અને ગ્રીન ઝોનમાં વહેંચ્યા, ચાલુ વરસાદમાં પણ સ્ટાફ સતત ખડેપગે ખડેપગે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment