Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બંગાળમાં મમતાની વાપસી કે પહેલીવાર ભાજપ સરકાર:294 બેઠકો પર મતોની ગણતરી સવારે 8 વાગ્યાથી; ભાસ્કર એપ પર જુઓ 5 રાજ્યોની લાઇવ ટેલી

    2 days ago

    બંગાળની સત્તા પર 15 વર્ષથી કાબિજ મમતા ચોથી વાર વાપસી કરશે કે પહેલીવાર ભાજપ સરકાર બનશે, જવાબ ગણતરીના કલાકોમાં. 294 બેઠકો પર મતોની ગણતરી સવારે 8 વાગ્યે શરૂ થશે. પહેલા પોસ્ટલ બેલેટ ગણવામાં આવશે, ત્યારબાદ ઈવીએમ ખુલશે. કાઉન્ટિંગ દરમિયાન કોણ આગળ, કોણ પાછળ, કયા પક્ષની કેટલી બેઠકો, દિગ્ગજોમાં કોની હાર-જીત; પળેપળની વિગત દિવ્ય ભાસ્કર એપ પર Live ટેલીમાં જોઈ શકો છો. મમતા અને ભાજપ બંને 200 બેઠકો જીતવાનો દાવો કરી રહ્યા છે. રાજકીય ચિત્ર બપોરે 1 વાગ્યા સુધીમાં સ્પષ્ટ થઈ શકે છે, તે પહેલાં જુઓ એક્ઝિટ પોલ, જ્યાં 7માંથી 6એ મમતા સરકારની વિદાયનું અનુમાન વ્યક્ત કર્યું છે… 7 એક્ઝિટ પોલમાંથી 5માં ભાજપ, 2માં TMC સરકાર 2026માં ઇતિહાસનું સૌથી વધુ 92.47% વોટિંગ બંગાળની 294 બેઠકો પર 2 ફેઝમાં વોટિંગ થયું. 23 એપ્રિલે ફર્સ્ટ ફેઝની 152 બેઠકો પર 93.19% અને 29 એપ્રિલે સેકન્ડ ફેઝની 142 બેઠકો પર 91.66% મતદાન થયું. બંને ફેઝ મળીને રાજ્યના ઇતિહાસમાં અત્યાર સુધીનું સૌથી વધુ 92.47% વોટિંગ થયું. આ પહેલાં 2011માં સૌથી વધુ 84.33% વોટિંગ થયું હતું. રેકોર્ડ વોટિંગના 2 સંભવિત કારણો માનવામાં આવે છે- પહેલું: SIR દરમિયાન 90 લાખથી વધુ નામ કપાવાથી વોટર લિસ્ટ નાનું થઈ ગયું. આનાથી વોટિંગ ટકાવારી વધી. બીજું: લોકોમાં એવો ડર પેદા થયો હોય કે આ વખતે વોટ આપવો જરૂરી છે, નહીંતર ભવિષ્યમાં તેમના નામ હટાવવામાં આવી શકે છે. 2026માં મહિલાઓએ 93.24% વોટિંગ કર્યું, પુરુષો કરતાં 1.5% વધુ છેલ્લા 10 ચૂંટણીના આંકડા જોઈએ, તો 1982થી 2006 સુધી પુરુષોએ મહિલાઓની સરખામણીએ વધુ વોટ નાખ્યા. 2011થી આંકડો પલટાઈ ગયો. 2016માં મહિલાઓએ પુરુષો કરતાં 1% વધુ વોટિંગ કર્યું. 2021માં નજીવી સરસાઈ રહી, પરંતુ 2026માં આશરે દોઢ ટકા વધુ વોટ નાખ્યા. હવે એક નજર હાઈ પ્રોફાઈલ બેઠકો પર બંગાળ ચૂંટણીમાં 5 મોટા મુદ્દા 1. SIRમાં વોટ કપાવા: પશ્ચિમ બંગાળમાં કુલ રજિસ્ટર્ડ વોટર્સની સંખ્યા 7.66 કરોડ હતી. ચૂંટણી પહેલાં સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) થયું, જેમાં 91 લાખ નામ હટાવવામાં આવ્યા. હવે વોટર્સની સંખ્યા ઘટીને 6.75 કરોડ રહી ગઈ, એટલે કે 11.8%નો ઘટાડો. સુપ્રીમ કોર્ટે SIR પર વોટર્સની વાંધા અરજીઓ સાંભળવા માટે 19 ટ્રિબ્યુનલ નિયુક્ત કર્યા હતા. ગયા મહિનાથી, જ્યારે આ ટ્રિબ્યુનલ બન્યા, ત્યારથી તેમની પાસે 34 લાખથી વધુ અપીલો દાખલ કરવામાં આવી. એ સ્પષ્ટ નથી કે આમાંથી કેટલી અપીલો સાંભળવામાં આવી. પશ્ચિમ બંગાળના મુખ્ય નિર્વાચન અધિકારી મનોજ કુમાર અગ્રવાલે 28 એપ્રિલે કહ્યું કે તેમની પાસે નિકાલ કરવામાં આવેલા કેસોના આંકડા નથી. 2. ગેરકાયદે ઘૂસણખોરોનો મુદ્દો: 2021ની બંગાળ ચૂંટણીમાં 140 થી વધુ બેઠકો પર જીતનું અંતર 1000 થી 5000ની વચ્ચે હતું. ઘણી બેઠકો પર આ અંતર કરતા વધુ વોટ કપાઈ ગયા છે. ભાજપે વોટર લિસ્ટમાંથી હટાવવામાં આવેલા આશરે 91 લાખ નામોને 'ગેરકાયદે ઘૂસણખોરો' અને 'બ્લેક વોટ્સ' કહ્યા. 3. મહિલાઓ સાથે જોડાયેલી યોજનાઓ: છેલ્લી 3 ચૂંટણીમાં પુરુષોની સરખામણીએ મહિલાઓ વધુ વોટ કરી રહી છે. આ વખતે તો આ અંતર દોઢ ટકા સુધી વધ્યું છે. જાણકારો આનું કારણ મમતા સરકારની મહિલાઓ સાથે જોડાયેલી 3 મોટી યોજનાઓ- લક્ષ્મીર ભંડાર, કન્યાશ્રી અને રૂપશ્રી પ્રકલ્પને ગણાવે છે. ભાજપે પણ આ વખતે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના, પીએમ આવાસ યોજના, શૌચાલય અને મહિલાઓની સુરક્ષાનો મુદ્દો ઉઠાવ્યો. જાહેરનામામાં ગરીબ મહિલાઓને દર મહિને 3 હજાર રૂપિયા આપવાનું વચન આપ્યું. 4. મહિલા અનામતનો મુદ્દો: ચૂંટણીથી બરાબર પહેલાં સરકાર સંસદમાં સીમાંકન સાથે જોડાયેલું બિલ લાવી. ટીએમસીએ આનો વિરોધ કર્યો. ત્યારબાદ પીએમ મોદીથી લઈને શાહ અને બાકીના મોટા નેતાઓએ દરેક રેલીમાં એવો પ્રચાર કર્યો કે મમતા મહિલાઓને સત્તામાં 33% ભાગીદારી આપવા માંગતા નથી. 5. એન્ટી ઇનકમ્બન્સી: TMC 2011 પછી સતત 15 વર્ષથી સત્તામાં છે. તેના નેતાઓ પર રાશન કૌભાંડ, શિક્ષક ભરતી કૌભાંડ જેવા આરોપો લાગ્યા છે. જો ભાજપ ટીએમસીના વોટ શેરમાં 3થી 5%નું ગાબડું પાડે છે, તો તે સરસાઈ મેળવી લેશે. બે ફેઝમાં ચૂંટણી- હિંસા અને અથડામણ, પહેલીવાર કોઈ મોત નહીં 23 એપ્રિલે પહેલા ફેઝના વોટિંગ દરમિયાન દક્ષિણ દિનાજપુર જિલ્લાની કુમારગંજ બેઠક પરથી ભાજપ ઉમેદવાર સુવેન્દુ સરકારને ભીડે માર માર્યો. પશ્ચિમ બર્ધમાન જિલ્લામાં ભાજપ ઉમેદવાર અગ્નિમિત્રા પોલની કાર પર હુમલો થયો. મુર્શિદાબાદના નૌદામાં દેશી બોમ્બ ફેંકવામાં આવ્યો. જ્યારે આમ જનતા ઉન્નયન પાર્ટી (AJUP) ચીફ હુમાયુ કબીર ત્યાં પહોંચ્યા, તો ટીએમસી કાર્યકર્તાઓએ તેમને ઘેર્યા અને પથ્થરમારો કર્યો. 29 એપ્રિલે સેકન્ડ ફેઝના વોટિંગ દરમિયાન વિરોધ પક્ષના નેતા અને ભાજપ કેન્ડિડેટ સુવેન્દુ અધિકારી વિરુદ્ધ 'ગો બેક' અને ‘ચોર-ચોર’ ના નારા લાગ્યા. નોર્થ 24 પરગણામાં TMC અને ભાજપ કાર્યકર્તાઓએ એકબીજા પર હુમલો કર્યો. ભાજપે આરોપ લગાવ્યો કે ડાયમંડ હાર્બરના ફાલતામાં EVMમાં BJPનું બટન ટેપ લગાવીને બ્લોક કરવામાં આવ્યું. પૂર્વ વર્ધમાન અને સિલિગુડીમાં પણ હિંસા થઈ. પહેલીવાર ચૂંટણીમાં મોત નહીં બંગાળમાં પહેલીવાર ચૂંટણી હિંસામાં કોઈ મોત થયું નથી. છેલ્લી ચૂંટણી, એટલે કે 2021માં 8 ફેઝની ચૂંટણી દરમિયાન 300થી વધુ હિંસા-મારપીટની ઘટનાઓ થઈ અને 58 મોત થયા હતા. વર્ષ 2020 પછીથી દેશમાં ચૂંટણી સાથે જોડાયેલી 2,593 હિંસક ઘટનાઓમાંથી 904, એટલે કે આશરે 35% ફક્ત પશ્ચિમ બંગાળમાં થઈ. એવી જ રીતે, ચૂંટણી હિંસામાં થયેલા કુલ 329 મોતમાંથી 168, એટલે કે આશરે 51% પશ્ચિમ બંગાળમાં નોંધાયા.
    Click here to Read More
    Previous Article
    આસામમાં ભાજપ અને તમિલનાડુમાં DMKની વાપસીનું અનુમાન:કેરળમાં 10 વર્ષ પછી UDF સરકારની શક્યતા; 5 રાજ્યોના Live પરિણામો સવારે 8 વાગ્યાથી
    Next Article
    મેવાણી લગ્ન પ્રસંગમાં નાચ્યા, VIDEO:મંત્રી પરસોત્તમ સોલંકીએ કોળી નેતાને સંભળાવ્યું, સ્પીચ વાઇરલ; પોલીસને ફેટ ટૂ ફિટ કરવા મેજિક જ્યુસ અપાશે!

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment