Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રળોલમાં જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી:સુરેન્દ્રનગરમાં આદિજાતિ પરિવારો માટે 2,934 મકાન મંજૂર

    7 hours ago

    સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના રળોલ ખાતે જિલ્લા કક્ષાના જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી કરવામાં આવી. કાર્યક્રમમાં બિરસા મુંડાના યોગદાનને યાદ કરાયું અને આદિજાતિ પરિવારો માટે મંજૂર થયેલા 2,934 મકાનોની માહિતી અપાઈ. પૂર્વ ધારાસભ્ય જનકભાઈ બગદાણાએ જણાવ્યું કે દેશમાં 1થી 15 નવેમ્બર સુધી જનજાતીય ગૌરવ પખવાડિયું ઉજવાય છે. વર્ષ 2021માં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ 15 નવેમ્બરને જનજાતીય ગૌરવ દિવસ તરીકે જાહેર કર્યો હતો. જનકભાઈ બગદાણાએ કહ્યું કે બિરસા મુંડાએ 24 વર્ષ, 5 મહિના અને 9 દિવસની વયે અંગ્રેજોના અતિક્રમણ સામે જળ, જમીન, જંગલ અને સંસ્કૃતિના રક્ષણ માટે અવાજ ઉઠાવ્યો હતો. તેમણે સમાજને અંધશ્રદ્ધા અને વ્યસનથી મુક્તિ, સંગઠન, સંઘર્ષ, દેશ માટે સમર્પણ, સ્વચ્છતા, પરિશ્રમ, શિક્ષણ તથા પોતાની સંસ્કૃતિ અને ધર્મ પર ગૌરવ રાખવાના નવ સિદ્ધાંતો આપ્યા હતા. તેમણે જણાવ્યું કે ધરતી આબા જનજાતિ ગ્રામ ઉત્કર્ષ અભિયાન અને પીએમ-જનમન યોજના હેઠળ સુરેન્દ્રનગર જિલ્લામાં આદિજાતિ પરિવારો માટે 2,934 મકાનો મંજૂર કરાયા છે. આદિવાસી મહિલા સ્વસહાય જૂથો માટે જોહાર કેફે, ઉત્પાદનોના વેચાણ માટે શબરી બ્રાન્ડ, વન ધન વિકાસ કેન્દ્રો, એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ શાળાઓ અને શિષ્યવૃત્તિની સુવિધા પણ અપાઈ રહી છે. કાર્યક્રમમાં આદિવાસી સંસ્કૃતિ અને પરંપરા દર્શાવતું મંજીરા નૃત્ય રજૂ કરાયું હતું. વિવિધ સરકારી યોજનાઓના લાભાર્થીઓએ પોતાના પ્રતિભાવો રજૂ કર્યા અને તેમને યોજનાના લાભોનું વિતરણ કરાયું. તેજસ્વી વિદ્યાર્થીઓ અને રમતવીરોને પ્રશસ્તિપત્ર આપી સન્માનિત કરાયા હતા. કાર્યક્રમમાં ઉપસ્થિત લોકોએ વડાપ્રધાનનું ઉદ્બોધન નિહાળ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    स्टार प्लस के 22 साल पुराने शो कुमकुम की वृंदा ने रामायण में दी साई पल्लवी को आवाज, बोलीं- सीता हरण नहीं, ये सीन था सबसे मुश्किल
    Next Article
    ગુજરાતમાં મહાપર્વ છઠની ઉજવણી:રાજકોટમાં હજારો ભક્તોએ આથમતા સૂર્યને અર્ઘ્ય આપ્યું, મહિલાઓએ આજી નદીમાં ડૂબકી લગાવી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment