Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગંદા પાણી રોડ પર ભરાવાની ફરિયાદો હતી:ઈન્દ્રપુરીના ચાર વિસ્તારમાં નવી ડ્રેનેજ લાઈન મશીન હોલ રીપેર કરવા રૂ.2.93 કરોડ ખર્ચાશે

    17 hours ago

    શહેરના ઈન્દ્રપુરી વોર્ડમાં છેલ્લા ઘણા સમયથી ડ્રેનેજ લાઈનોમાં ભંગાણ પડવા અને ડ્રેનેજ લાઈનના મશીન હોલમાં બ્રેકડાઉન થવાની ફરિયાદોમાં સતત વધારો થઈ રહ્યો છે. જેના પગલે મ્યુનિ દ્વારા વોર્ડના ચાર વિસ્તારમાં નવી ડ્રેનેજ લાઈન નાંખવા અને મશીન હોલ બ્રેકડાઉન રીપેરીંગ કરવા માટે કુલ રૂ.2.93 કરોડનો ખર્ચ કરવામાં આવશે. આ અંગે મ્યુનિ.કોર્પોરેશનના જણાવ્યા મુજબ, ઈન્દ્રપુરીના સીટીએમ, અમરાઈવાડી, રામરાજ્યનગર, અર્બુદાનગર વિસ્તારમાં ઘણા લાંબા સમયથી ડ્રેનેજ લાઈન ઉભરાવાની સમસ્યા સર્જાય છે. ખાસ કરીને આ વિસ્તારોમાં ડ્રેનેજ લાઈનોમાં ભંગાણ પડવાના કારણે સતત ગંદા પાણી મુખ્ય રોડ પર ભરાઈ જવાના અને સોસાયટીઓના રોડ પર પાણી ભરાઈ રહે છે. જેના લીધે ગંદકી થવાના કારણે મચ્છરોનો ઉપદ્રવ વધી ગયો છે. આ સમસ્યાને લઈને આ વિસ્તારોમા મચ્છરજન્ય રોગના કેસ નોંધાવા લાગતા તંત્ર દોડતુ થયુ હતુ. આમ એકંદરે આ ચારેય વિસ્તારોમાં નવી ડ્રેનેજ લાઈન નાંખવા અને ડ્રેનેજ લાઈનના મશીન હોલમાં બ્રેકડાઉન રીપેરીંગ કરવા કુલ રૂ.2.93 કરોડનો ખર્ચ કરાશે. નોંધનીય છે કે, વોર્ડમાં છેલ્લા ઘણા સમયથી ડ્રેનેજ લાઈનમાં ભંગાણ પડવાના કારણે ગંદા પાણી રોડ પર ભરાઈ જવાની સમસ્યાથી લોકો ત્રાહિમામ પોકારી ઊઠ્યા હતા. આ મામલે સ્થાનિકો દ્વારા સતત મ્યુનિ કોર્પોરેશનમાં ફરિયાદો કરવામાં આવતી હતી. જેના પગલે અંતે મ્યુનિ.એ આ વિસ્તારમાં ડ્રેનેજના કામો કરવાનું આયોજન કર્યું છે.
    Click here to Read More
    Previous Article
    મારામારીના ગુનામાં 5 સગીર સહિત 9 આરોપી ઝડપાયા:ગુટખાની પડીકી લેવા ગયેલા યુવક સાથે બોલાચાલી બાદ પાઇપથી હુમલો કર્યો, વીડિયો વાયરલ થયા બાદ પોલીસ એક્શનમાં આવી, પોલીસ સ્ટેશનમાં કાન પકડીને ઉઠક બેઠક કરાવી
    Next Article
    Former Pak PM Imran Khan Back In Jail, Hours After He Was Shifted To Hospital

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment